________________
૨૦
નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર
પ્રબન્ધકાર શીલાચાર્યનું જ બીજાનું નામ કોટ્યાચાર્ય જણાવે છે, પણ આમાં કોઈ ઐતિહાસિક પ્રમાણ જણાતું નથી, વિદ્વાન શોધકોએ એ સંબંધમાં અનુસન્ધાન કરવાની જરૂર છે.
આ અભયદેવ સેઢી નદીને કાંઠે પ્રતિમા પ્રગટાવવા ગયા તે વખતે સાથે ૯૦૦ ગાડાં હતાં, પ્રતિમા સ્થાપન યોગ્ય દહેરાસર માટે ત્યાં ટીપ કરીને ૧00000 એક લાખ દ્રમ્મ એકઠા કર્યા હતા અને ચૈત્યનું કામ શરૂ કરાવીને તે કામકાજના અધ્યક્ષ તરીકે મહેસાણાવાસી મલવાદિના શિષ્ય આપ્રેશ્વરને ભોજન અને રોજનો ૧ દ્રમ ઠરાવીને કામ કર્યા હતા. આગ્રેશ્વરે આહાર ભિક્ષાવૃત્તિથી ચલાવી દ્રવ્ય બચાવ્યું અને તે વડે પોતાના નામની એક દહેરી બનાવી હતી. આ ઉપરથી જણાય છે કે પગારથી નોકરી કરવાની હદ સુધી ચૈત્યવાસીઓ પહોંચી ગયા હતા.
પ્રબન્ધમાં આ અભયદેવસૂરિના સ્વર્ગવાસનો સંવત આપ્યો નથી માત્ર એટલું જ લખ્યું છે કે “તેઓ પાટણમાં કર્ણરાજાના રાજ્યમાં પરલોકવાસી થયા.આ વાક્યનો બે પ્રકારે અર્થ થઈ શકે, પહેલો એ કે- “કર્ણના રાજ્યકાલમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા' બીજો અર્થ એ થાય કે “જે સમયે કર્ણરાજ પાટણમાં રાજ્ય કરતો હતો તે વખતે તેઓ સ્વર્ગવાસ પામ્યા” પણ ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં આ. અભયદેવસૂરિનો સ્વર્ગવાસ કપડવંજ ગામમાં હોવાનો લખે છે એથી આપણે અહીં બીજા પ્રકારનો અર્થ ગ્રહણ કરવો યોગ્ય લાગે છે.
પટ્ટાવલીઓમાં આ અભયદેવસૂરિનો સ્વર્ગવાસ સં.૧૧૩૫માં અને બીજા મત પ્રમાણે સં.૧૧૩૯માં હોવાનો લેખ છે.
[એક મહત્ત્વની નોંધ :
હમણાં ઈસ્વીસન ૨૦૦૪માં જયપુર (રાજસ્થાન)ની પ્રાકૃત ભારતી અકાદમી તરફથી પ્રાકૃત ભારતી પુષ્પ ૧૬૧ રૂપે પ્રકાશિત થયેલા રવરતરરાછ વા વૃદન્ તિદાસ માં પૃ૦ ૧૫માં નીચેની મહત્ત્વની ટિપ્પણી છપાયેલી છે જે ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.
___ वर्तमान में स्तंभनकपुर खंभात को मानते हैं पर वहां तो समुद्र में मही नदी सम्मिलित होती है। अतः खेडा के निकट सेढी नदी के तीर पर बसा हुआ मौजुद थांभण नामक ग्राम ही स्तंभनकपुर समझना चाहिये जहां भगवान पार्श्वनाथ की प्रतिमा प्रगट हुई थी.]
૧. વિશેષ માટે જુઓ “ચઉપન્ન મહાપુરુચરિય' હિન્દી પ્રસ્તાવના પૃ.૫૩ થી. ૨. પં.બેચરદાસ એમની પુસ્તિકા “નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ' પૃ.૧૦-૧૧માં વિ.સં.૧૧૫૫માં
સ્વર્ગવાસનું અનુમાન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org