SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર ૧૯ આ પ્રબન્ધમાં ચાવડા વનરાજને બાલ્યાવસ્થામાં આશ્રય આપનાર પંચાસરના ચૈત્યવાસી આચાર્ય દેવચન્દ્રસૂરિ બતાવ્યા છે, જ્યારે બીજા ઘણા પ્રબન્ધોમાં વનરાજના આશ્રયદાતા આ. શીલગુણસૂરિ લખેલ છે, આ એક વિરોધ જણાશે પણ વાસ્તવમાં વિરોધ જેવું જણાતું નથી, કેમકે આ. દેવચંદ્ર એ શીલગુણસૂરિના પટ્ટધર શિષ્ય હતા તેથી વનરાજને ઉછેરવાના કામમાં એમણે આ વિશેષ લક્ષ્ય રાખ્યું હશે અને આ કારણે એ પણ વનરાજના પાલક જ ગણાય. પ્રબન્ધના લેખ પ્રમાણે આ અભયદેવના સમયમાં નવ અંગસૂત્રો ઉપર કોઈ ટીકા નહોતી રહી તેથી આ અભયદેવે નવી ટીકાઓ બનાવી, પણ આ અભયદેવસૂરિના પોતાના જ લેખ પ્રમાણે તે વખતે સૂત્રો ઉપર પ્રાચીન ટીકાઓ વિદ્યમાન હતી. દાખલા તરીકે આ.અભયદેવસૂરિ ભગવતીની ટીકામાં ભગવતી ઉપર તે વખતે બે પ્રાચીન ટીકાઓ હોવાનું લખે છે. એ જ પ્રમાણે બીજા સૂત્રો ઉપર પણ તે સમયે ટીકાઓ વિદ્યમાન હોવાના તેમના ઉલ્લેખો છે, આ પરિસ્થિતિમાં કાલવશાત ટીકાઓના નાશથી આ અભયદેવે શાસનદેવીના આદેશથી નવી ટીકાઓ બનાવી એ હકીકત દંતકથા માત્ર ઠરે છે. પ્રબન્ધના લેખનો ભાવ વિચારતાં આ અભયદેવે પત્યપદ્રનગર (પચપદરા-મારવાડ) માં ગયા પછી એ ટીકાઓ બનાવી હતી, પ્રબન્ધના બીજા ઉલ્લેખોથી પણ એ ટીકાઓ પાટણની બહાર બનેલી સિદ્ધ થાય છે પણ આ. અભયદેવના પોતાના લેખથી એ હકીકત વિરુદ્ધ કરે છે, કારણ કે તેમણે અનેક સ્થળે એ ટીકા પાટણમાં બનાવ્યાનો ઉલ્લેખ કર્યો છે અને પાટણના સંઘના અગ્રેસર દ્રોણાચાર્ય પ્રમુખ વિદ્વાનોએ એ ટીકાઓનું સંશોધન કર્યાનું તે લખે છે. દેવીએ આપેલ આભૂષણ ભીમરાજાને ભેટ કરવા અને તેણે ત્રણ લાખ દ્રમ્મ આપવા સંબંધી હકીક્ત પણ કેવળ દંતકથા જણાય છે. કારણ કે ભીમદેવ સં.૧૧૨૦ અથવા ૧૧૨૧માં પરલોકવાસી થઈ ગયો હતો, જ્યારે બધી ટીકાઓ સં.૧૧૨૦ થી ૧૧૨૮ સુધીમાં બની હતી એમ ટીકાઓના અન્તમાં આપેલ સંવતો ઉપરથી સિદ્ધ છે. दूसरा है सं.१०८० । इसमें १०२४ का उल्लेख तो सर्वथा भ्रान्त है क्यों कि उस समय पाटणमें तो दुर्लभराजके प्रपिता मलराजका राज्य था । शायद दर्लभराजका तो उस समय जन्म भी नहीं हआ था । दसरा, जो १०८० का संवतका उल्लेख है वह भी ठीक नहीं है । क्योंकि निश्चित ऐतिहासिक प्रमाणोंके आधार पर यह स्थिर हुआ है कि दुर्लभराजकी मृत्यु सं.१०७८ में हो चुकी थी । १०८० में तो उसके पुत्र भीमदेवका राज्य प्रवर्तमान था । इसके विरुद्धमें एक और प्रमाण जिनेश्वरसूरिका स्वयंकृत उल्लेख भी विद्यमान है । सं.१०८० में तो जिनेश्वरसूरि, जैसा कि ऊपर बताया जा रहा है, मारवाड के जावालिपुर (जालोर) में थे जब उन्होने अपनी हारिभद्रीय-अष्टकग्रंथकी टीका रचकर समाप्त की थी । अतः उस वाद-विवाद का दुर्लभराजके समयमें अर्थात् १०७८ के पहले और सं.१०६६ के बीचके किसी समयमें होना ही मानना યુ િસંત સત રે !” શ્રી જિનવિજયજી “કથાકોષ પ્રકરણ'ના પ્રારંભમાં પૃ.૮ ટિપ્પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy