SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર તરફ વિહાર કર્યો અને ત્યાંના રહેવાસી ધનદેવ શેઠના પુત્ર અભયકુમારને દીક્ષા આપીને અભયદેવ નામે પોતાના શિષ્ય કર્યા, અને યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાનસૂરિના આદેશથી આચાર્ય પદ આપીને તેમને સં.૧૦૮૮માં આ અભયદેવસૂરિ બનાવ્યા. વર્ધમાનસૂરિના સ્વર્ગવાસ પછી અભયદેવસૂરિ પત્યપદ્રપુર (પચપદરા) તરફ ગયા, તે સમયે દુર્ભિક્ષના કારણે સિદ્ધાન્ત છિન્નભિન્ન થવા ઉપરાન્ત તેની ટીકાઓ કે જે પૂર્વે શીલાચાર્ય નામના આચાર્યો બનાવી હતી તેમાંથી પણ પહેલા બે અંગસૂત્રોની ટીકાઓને છોડીને બાકીની બધી નાશ પામી હતી, આથી બધાં સૂત્રો કઠિન કૂટ જેવાં થઈ પડ્યાં હતાં, આ વિષયમાં અભયદેવસૂરિને શેષ નવ અંગોની ટીકાઓ બનાવવાનો શાસનદેવીનો આદેશ થયો અને તેમણે તે પ્રમાણે ઠાણાંગઆદિ નવ સૂત્રોની ટીકાઓ બનાવી, જે શ્રુતધરોએ શુદ્ધ કરી પ્રમાણ કરી. તે પછી શ્રાવકોએ તે ટીકાઓની પ્રત લખાવી. પાટણ, ખંભાત, આશાવલ, ધવલકા આદિ નગરોમાં ૮૪ શ્રાવકોએ ૮૪ નકલો કરાવીને આચાર્યોને ભેટ કરી. કહે છે કે આ નવીન ટીકાઓની પહેલી પ્રત પોતાના તરફથી લખવા માટે શાસનદેવીએ ખર્ચ માટે પોતાનું એક ભૂષણ આપ્યું હતું, જે પાટણ જઈ ભીમરાજાને ભેટ કરતાં રાજાએ તેના બદલામાં ૩ લાખ દ્રમ્મ આપ્યા હતા. આ ટીકાઓ બનાવ્યા પછી આ. અભયદેવ ધોળકા ગયા હતા, જ્યાં તેમને લોહીવિકારની બીમારી થઈ હતી, પણ ધરણેન્દ્રના પસાયથી તે પાછળથી મટી ગઈ હતી. થાંભણા ગામ પાસે સેઢી નદીને કાંઠે શ્રી પાર્શ્વનાથ ભ.ની પ્રતિમા પ્રગટ કરીને આ. અભયદેવે સ્તંભનતીર્થની (જિ.ખેડા તા.આણંદ) સ્થાપના કરી હતી. પાટણમાં કર્ણ રાજાના રાજ્યકાળમાં આ. અભયદેવસૂરિ સ્વર્ગવાસ પામ્યા. આ. અભયદેવ એક પ્રાવનિક પુરુષ હતા. એમણે નવાંગવૃત્તિ ઉપરાન્ત પંચાશકઆદિ અનેક પ્રકરણ ગ્રન્થો ઉપર વિવરણો લખ્યાં છે. અને આગમઅષ્ટોત્તરી આદિ પ્રકરણોની રચના કરી છે.' એમના ગુરુ આ. જિનેશ્વરસૂરિ જ્યારે પહેલીવાર પાટણમાં ગયા ત્યારે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય હોવાનું પ્રબન્ધકાર લખે છે. આ. જિનદત્તસૂરિ આદિ ખરતરગચ્છીય આચાર્યો પણ ગણધર સાર્ધશતક આદિમાં તે વખતે પાટણમાં દુર્લભરાજનું રાજ્ય બતાવે છે પણ ખરતર ગચ્છવાળાઓ એ પ્રસંગ સં.૧૦૮૪માં બન્યાનું લખે છે તે બરાબર જણાતું નથી, કારણ કે સં.૧૦૮૪માં પાટણમાં દુર્લભરાજનું નહિ પણ ભીમદેવનું રાજ્ય હતું. ૧. ઔપપાતિક ઉપાંગ પર ટીકા, પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણી, પંચનિગ્રંથી, છઠ્ઠો કર્મગ્રંથ મહાવીરWવો વગેરે મળી કુલ ૬૦૦૦૦ શ્લોકપ્રમાણ સર્જન તેઓએ કર્યું છે. “શ્રતરત્નરત્નાકર'માં “મહાવીરત્થવો, પ્રસિદ્ધ થયેલ છે.' ૨. “પિછી પટ્ટાવતીયાઁ વાદ્ર-વિવા કે સંવત તો તરત દુગા મિતતા હૈ ? વિ.સં.૨૦૨૪ ગૌર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy