________________
. નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર
૧૭.
પ્રબંધ પર્યાલોચન (લેખક - પં.શ્રી કલ્યાણવિજયજી મહારાજ) :
આ અભયદેવની કથાનો પ્રારંભ ભોજરાજાના સમયથી થાય છે. ભોજના રાજત્વ કાલમાં ધારામાં એક શ્રીમન્ત શેઠ વસતો હતો, કે જેનું નામ “લક્ષ્મીપતિ’ હતું. એ જ લક્ષ્મીપતિને ત્યાં રહેલ મધ્યદેશના કૃત બ્રાહ્મણના પુત્ર શ્રીધર અને શ્રીપતિ નામના બે વિદ્વાન જુવાન બ્રાહ્મણોએ આચાર્ય વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લીધી અને મુનિ જિનેશ્વર અને મુનિ બુદ્ધિસાગર નામથી પ્રસિદ્ધ થયા હતા.
વર્ધમાનસૂરિ પૂર્વે કૂર્ચપર (કૂચેરા)ના ચૈત્યવાસી આચાર્ય હતા. ૮૪ જિન મંદિરો એમની નિશ્રામાં હતાં, પણ તેમણે ચૈત્યવાસનો ત્યાગ કરી સુવિહિત માર્ગનો સ્વીકાર કર્યો હતો.
આ વખતે પાટણમાં ચૈત્યવાસીઓનું પ્રાબલ્ય હતું, તે એટલા સુધી કે તેમની સંમતિ સિવાય સુવિહિત સાધુ પાટણમાં રહી શકતા નહોતા, આચાર્ય વર્ધમાનસૂરિએ પોતાના શિષ્ય જિનશ્વરસૂરિ અને બુદ્ધિસાગરને ત્યાં મોકલીને પાટણમાં સુવિહિત સાધુઓનો વિહાર અને નિવાસ ચાલુ કરાવવાનો વિચાર કર્યો અને પોતાના ઉક્ત બંને શિષ્યોને પાટણ તરફ વિહાર કરાવ્યો. આ જિનેશ્વર અને શ્રી બુદ્ધિસાગર પાટણમાં ગયા. પણ ત્યાં તેમને ઉતરવા માટે ઉપાશ્રય મળ્યો નહિ,બધે ફરીને તેઓ ત્યાંના સોમેશ્વર નામના પુરોહિતને ત્યાં ગયા અને પોતાની વિદ્વત્તાનો પરિચય આપી પુરોહિતના મકાનમાં રહ્યા. જ્યારે ચૈત્યવાસીઓને એ સમાચાર મળ્યા તો પોતાના નિયુક્ત પુરુષો દ્વારા તેમને પાટણ છોડી જવા જણાવ્યું, પણ પુરોહિતે કહ્યું કે આ બાબતનો ન્યાય રાજસભામાં થશે, આથી ચૈત્યવાસીઓએ રાજાની મુલાકાત લીધી તે વનરાજના સમયથી પાટણમાં સ્થપાયેલ ચૈત્યવાસીઓની સાર્વભૌમ સત્તાનો ઈતિહાસ સમજાવ્યો. જે ઉપરથી પાટણનો નૃપતિ દુર્લભરાજ પણ લાચાર થયો અને પોતાના ઉપરોધથી એ સાધુઓને અહીં રહેવા દેવા માટે આગ્રહ કર્યો જે વાત ચૈત્યવાસીઓએ માન્ય કરી.
એ પછી પુરોહિતે સુવિહિત સાધુઓના ઉપાશ્રય માટે રાજાને પ્રાર્થના કરી, રાજાએ એ કામની ભલામણ પોતાના ગુરુ શૈવાચાર્ય જ્ઞાનદેવને કરી જે ઉપરથી ભાતબજારમાં યોગ્ય જમીન પ્રાપ્ત કરીને પુરોહિતે ત્યાં ઉપાશ્રય કરાવ્યો, ત્યાર પછી સુવિહિત સાધુઓને માટે વસતિઓ થવા માંડી.
બુદ્ધિસાગરસૂરિએ જાલોર-મારવાડમાં રહીને સં.૧૦૮૦માં બુદ્ધિસાગર' નામનું નવું વ્યાકરણ બનાવ્યું કે જેનું શ્લોક પ્રમાણ ૭000 જેટલું છે. કાળાન્તરે જિનેશ્વરસૂરિએ ધારાનગરી
૧. ખરતરગચ્છની બહ૬ ગુર્નાવલીમાં અને દાનસાગર જ્ઞાનભંડાર (બિકાનેર)ની હસ્તલિખિત ગુર્નાવલીમાં
આ પ્રબંધની ઘટનાઓમાં કેટલોક તફાવત છે. જુઓ, જૈન ધર્મકા મૌલિક ઈતિહાસ ભા.૪ પૃ.૧૪૧થી. ૨. અહીં પ્રબંધમાં આઠ હજાર શ્લોક પ્રમાણ જણાવ્યું છે. પરંતુ ગ્રંથકારે વ્યા.ની પ્રશસ્તિમાં ૭૦૦૦ જણાવ્યું
છે. અત્યારે અપૂર્ણ મળતાં આ વ્યાકરણના “શબ્દલક્ષ્યલક્ષ્મ' “પંચગ્રંથી' નામો પણ છે. આ જિનેશ્વરસૂરિએ પણ લીલાવઈકહા, કથાનકકોશ, પંચલિંગી પ્ર., ષટ્રસ્થાન પ્ર.વ. રચ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org