SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર તે વખતે ચતુર અને ભાવિક શ્રાવકોએ ગંધોદકથી પ્રભુબિંબને હવરાવીને કર્પરાદિકના વિલેપનથી તેની પૂજા કરી. પછી તેમણે ઉજ્જવળ પડદાથી તે બિંબપર છાયા કરી અને ત્યાં શ્રીસંઘે અનિવારિત દાનશાળામાં બધા ગ્રામ્યજનોને ભોજન કરાવ્યું. વળી પ્રાસાદ કરાવવા માટે શ્રાવકોએ ત્યાં દ્રવ્ય એકઠું કર્યું. તેમાં ક્લેશ વિના એક લક્ષ દ્રવ્ય તરત થઈ ગયું, તેમજ ગ્રામ્યજનોએ ભૂમિની અનુમતિ આપી. પછી શ્રી આમેશ્વર નામના શ્રીમલવાદિ આચાર્યના શિષ્ય જે અતિ બુદ્ધિમાન હતા તેમને મહિષપુરથી શ્રાવકોએ બોલાવ્યા. મંદિરના કાર્ય માટે વિચક્ષણ એવા તેમને નિયુક્ત કર્યા. એમણે ચૈત્યનું કામ શરૂ કર્યું અને અલ્પ કાળમાં તેમણે તે કામ સંપૂર્ણ કર્યું. તે કામના મુકાદમ તરીકે તેમનો નિત્ય એક દ્રમ્મ તેમજ ભોજન માટે એક કર્ષ ઘી તથા એક માણું ચોખા પગાર નક્કી કર્યો. તેણે ગોચરી વહોરી ભોજન કરીને બચાવેલ દ્રવ્ય વડે ચૈત્યમાં પોતાના નામની એક દેવકુલિકા કરાવી કે જે અદ્યાપિ ત્યાં વિદ્યમાન દેખાય છે. પછી શુભ મુહૂર્ત આચાર્ય મહારાજે ત્યાં બિંબની પ્રતિષ્ઠા કરી. તે દિવસે રાત્રે ધરણેઢે આવીને તેમને જણાવ્યું કે - “મારા વચનથી તમે એ સ્તવનમાંથી બે ગાથા ગોપવી દ્યો, કારણ કે તેના પાઠથી કેટલાક પુણ્યહીન જનોને મારે પ્રત્યક્ષ થવું પડશે.” આ તેના આદેશથી અદ્યાપિ તે સ્તુતિ ત્રીશ ગાથાની છે અને તે ભણતાં ગણતાં પુણ્યશાળી જનોના અત્યારે ક્ષુદ્ર ઉપદ્રવોનો નાશ કરે છે. ત્યારથી એ તીર્થ મનોવાંછિત પૂરનાર અને રોગ, શોકાદિ દુઃખરૂપ દાવાનળને શાંત કરવામાં મેઘ સમાન પ્રવર્તમાન થયું. વળી જન્મકલ્યાણકના મહામહોત્સવમાં આજે પણ પ્રથમ ધવલક્કના મુખ્ય શ્રાવક જળકળશ લઈને ભગવંતને સ્નાન કરાવે છે. ત્યાં બિંબના આસનના પાછળના ભાગમાં આવી અક્ષરપંક્તિ પૂર્વે લખવામાં આવેલ છે, એમ લોકોમાં સંભળાય છે કે - શ્રીનમિનાથના તીર્થમાં ૨૨૨૨ વર્ષ ગયા પછી ગૌડદેશના આષાડ નામના શ્રાવકે ત્રણ પ્રતિમા કરાવી હતી. શ્રીમાન જિનેશ્વરસૂરિ તથા શ્રીબુદ્ધિસાગરસૂરિ ચિરકાળ આયુષ્ય પાળી પ્રાંતે અનશન કરીને સ્વર્ગે ગયા. વળી શ્રીમાન અભયદેવસૂરિ શાસનની પ્રભાવના કરતા અને ધરણેન્દ્રની ઉપાસનાથી શોભતા તે કર્ણ રાજાની રાજધાની પાટણમાં યોગનિરોધથી વાસનાને પરાસ્ત કરી, ધર્મધ્યાનમાં એકતાન લગાવીને દેવલોક ગયા. એ પ્રમાણે સજ્જનોને માનનીય, કલ્યાણના એકસ્થાનરૂપ, કલિકાલરૂપી, પર્વતને ભેદવામાં વજ સમાન, દુર્ધર અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્યોદય સમાન એવું શ્રીઅભયદેવસૂરિનું ચરિત્ર તમારા કલ્યાણ અને લક્ષ્મીને વૃદ્ધિ પમાડનાર થાઓ, તથા અનંત ઉદયરૂપ પરમ બ્રહ્મઆત્મજ્ઞાનમાં લીન બનાવો. શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના મનપર લેતાં શ્રી પ્રદ્યુમ્નાચાર્યે સંશોધન કરેલ પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીઅભયદેવસૂરિના ચરિત્રરૂપ આ ઓગણીશમું શિખર થયું. ઈતિ શ્રી અભયદેવસૂરિ પ્રબંધ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy