________________
નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર
ત્યાં સંસારની અસારતાને જણાવનાર ચતુર્વિધ ધર્મ તેણે ગુરુના મુખથી સાંભળ્યો. ગુરુના ઉપદેશથી અભયકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સંયમ લેવાને ઉત્સુક થતાં તેણે પોતાના પિતાની અનુમતિ માગી. શ્રેષ્ઠીએ અનુજ્ઞા આપતાં ગુરુ મહારાજે અભયકુમારને દીક્ષા આપી. પછી તેણે ગ્રહણ અને આસેવનારૂપ બંને શિક્ષા ગ્રહણ કરી, અને સિદ્ધાંતનો અભ્યાસ તથા તેનું ચિંતવન કરતાં મહાક્રિયાનિષ્ઠ એવા તે મુનિ શ્રી સંઘરૂપ કમળને વિકાસ પમાડવામાં ભાસ્કર સમાન શોભવા લાગ્યા. એટલે શ્રી વર્ધમાનસૂરિના આદેશથી જિનેશ્વરસૂરિએ ગુણના નિધાન એવા તે મુનિને આચાર્ય પદવી આપી અને શ્રીમાન અભયદેવસૂરિ એવું તેમનું નામ રાખ્યું. પછી યશની સાથે હળવે હળવે વિહાર કરતા શ્રી અભયદેવસૂરિ પલ્યપદ્ર નગરમાં આવ્યા. ત્યાં વર્ધમાનસૂરિ આયુષ્ય સમાપ્ત થતાં અનશન લઈને સ્વર્ગે ગયા.
એવામાં તે વખતે દુભિક્ષનો ઉપદ્રવ થતાં દેશની દુર્દશાને લઈને સિદ્ધાંત તથા તેની વૃત્તિનો ઉચ્છેદ થવા લાગ્યો, તેમાં જે કંઈ સૂત્ર રહ્યા, તેમાં પ્રેક્ષાનિપુણ મુનિઓને પણ શબ્દાર્થ દુર્બોધ થઈ પડ્યો. આ બધી સ્થિતિ ઉપસ્થિતિ થઈ, તેવામાં એકદા અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધાન અને મગ્ન રહેલા શ્રી અભયદેવ મુનીશ્વરને નમસ્કાર કરીને શાસનદેવી કહેવા લાગી કે - પૂર્વે કોટ્યાચાર્ય એવા નામથી પ્રસિદ્ધ શ્રીશીલાંક નામના નિષ્પા૫ આચાર્યે અગીયાર અંગની વૃત્તિ બનાવી છે. તેમાં કાલને લઈને બે અંગ વિના બધા વિચ્છેદ ગયા છે. માટે સંઘના અનુગ્રહથી હવે તેની વૃત્તિ રચવાનો ઉદ્યમ કરો.'
ત્યારે આચાર્ય બોલ્યા - “હે માતા ! હું અલ્પમતિ જડ માત્ર છું. શ્રી સુધર્માસ્વામીએ બનાવેલ ગ્રંથો જોવાની પણ મારામાં બુદ્ધિ નથી. એવા અજ્ઞપણાથી ક્યાંય ઉત્સુત્ર કહેવાઈ જાય, તો મહાપાપ લાગે. પ્રાચીન આચાર્યોએ તેવા પાપનું ફળ અનંત સંસારનું ભ્રમણ બતાવેલ છે. વળી તમારી વાણી પણ અલંઘનીય છે. માટે આદેશ કરો, હું શું કરું ?” એમ મનની વ્યામૂઢતાથી કંઈક ઉત્તર સાંભળવાની ઈચ્છાથી તે મૌન રહ્યા.
એવામાં દેવી કહેવા લાગી કે “હે સુજ્ઞ શિરોમણિ ! સિદ્ધાંતના અર્થ વિચારમાં, હું વિના ચિંતાએ કહું છું કે તારામાં યોગ્યતા છે, એમ હું માનું છું. તેમ કરતાં કદાચ સંદેહ પડે તો મને પૂછજો, હું સીમંધર સ્વામી ભ. પાસે જઈને તે પૂછી આવીશ. માટે ધીરજ ધરીને તેનો પ્રારંભ કરો. મારા વચનમાં શંકા લાવીશ નહીં. સ્મરણ માત્રથી હું અહીં આવીને હાજર થઈશ. આ સંબંધમાં હું તમારા ચરણના શપથ લઉં છું.”
એ પ્રમાણે સાંભળતાં અભયદેવસૂરિએ તે દુષ્કર કાર્યનો પણ સ્વીકાર કર્યો, અને ગ્રંથ સંપૂર્ણ ન થાય, ત્યાં સુધી આયંબિલ કરવાની પ્રતિજ્ઞા લીધી. પછી નવે અંગની વૃત્તિઓ તેમણે વિના ક્લેશે સંપૂર્ણ કરી અને દેવીએ પણ જે પૂર્વે પ્રતિજ્ઞા કરી હતી, તે પ્રમાણે તેનો નિર્વાહ કર્યો.. તે વૃત્તિઓને યુદ્ધ મહાશ્રુતધરોએ શુદ્ધ કરી, એટલે શ્રાવકોએ તે પુસ્તકોનું લેખન શરુ કરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org