________________
૧૨
નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર
સંમત હોય, તે મુનિ અહીં રહી શકે. પણ તેમને સંમત ન હોય તેવા મુનિઓ આ નગરમાં આવીને રહી ન શકે. તો હે રાજન્ ! પૂર્વજ રાજાઓની વ્યવસ્થા પાશિમાત્ય રાજાઓએ માન્ય રાખવી જોઈએ. આવી સ્થિતિ છે, માટે હવે તમે આદેશ કરો તે પ્રમાણે કરીએ.”
ત્યારે રાજાએ જણાવ્યું કે - “પૂર્વ રાજાઓના નિયમને અમે દૃઢતાથી પાળીએ છીએ, પરંતુ ગુણી જનોની પૂજાનું ઉલ્લંઘન અમે કરવાના નથી. તમારા જેવા સદાચારનિષ્ઠ પુરુષોની આશિષથી રાજાઓ પોતાના રાજ્યને આબાદ બનાવે છે, તેમાં કોઈ જાતનો સંશય નથી. તો અમારા ઉપરોધથી એમને નગરમાં રહેવાનું તમે કબૂલ રાખો.” એમ સાંભળતાં તેમણે રાજાનું વચન માન્ય રાખ્યું.
એવામાં પુરોહિત કહેવા લાગ્યો કે – “હે સ્વામિન્ ! એમના આશ્રય માટે આપ પોતે નિવાસભૂમિ આપો.” આ વખતે જ્ઞાનદેવ નામે શૈવ દર્શનનો પૂજ્ય પુરુષ ત્યાં આવ્યો કે જે મોટા અક્ષરે ફૂરસમુદ્ર બિરૂદને ધારણ કરતો હતો. એટલે રાજાએ અભ્યત્યાનપૂર્વક સત્કાર કરીને તેને પોતાના આસન પર બેસાર્યા પછી જણાવ્યું કે - “હે પ્રભો ! આજે તમને કંઈક નિવેદન કરવાનું છે, તે એ કે જૈન મુનિઓ અહીં આવેલા છે, તેમને ઉપાશ્રય આપો. ત્યારે તે શૈવદર્શની હસતા મુખે કહેવા લાગ્યો કે – “નિષ્પાપ ગુણી જનોની તમે અવશ્ય પૂજા કરો. અમારા ઉપદેશનું એ જ ફળ છે. બાલભાવનો ત્યાગ કરી પરમ પદમાં સ્થિર થનાર શિવ એ જ જિન છે. દર્શનોમાં ભેદ રાખવો એ મિથ્યામતિનું લક્ષણ છે. નિસ્તુષ ડાંગરની દુકાનોના મધ્ય ભાગમાં રહેલ અને ત્રિપુરુષના દેવાલય પાસે આવેલી એવી ભૂમિ પુરોહિત ઈચ્છાનુસાર ઉપાશ્રયને માટે લઈ લે. તેમાં સ્વ-પર પક્ષથી થતા સમસ્ત વિપ્નનું હું નિવારણ કરીશ.”
એટલે પુરોહિતે તે વાતનો સ્વીકાર કરીને ત્યાં ઉપાશ્રય કરાવ્યો. ત્યારથી વસતિ (ઉપાશ્રય) ની પરંપરા ચાલુ થઈ, કારણ કે મહાપુરુષોએ જે સ્થાપન કરેલ હોય, તે વૃદ્ધિ પામે છે, તેમાં કંઈ સંશય નથી. ત્યાં શ્રી બુદ્ધિસાગરસૂરિએ “આઠ હજાર શ્લોક પ્રમાણ બુદ્ધિસાગર નામનું નવું વ્યાકરણ રચ્યું.
હવે એકદા વિહાર કરતા શ્રી જિનેશ્વરસૂરિ પુનઃ ધારા નગરીમાં પધાર્યા, કારણ કે તેવા પુરુષરત્નોનું દર્શન પુણ્યવંત જનો જ પામી શકે. ત્યાં ત્રણ પુરુષાર્થથી આબાદ એવો મહીધર નામે શ્રેષ્ઠી હતો કે જે પોતાના ધનની સંખ્યા સિવાય સર્વત્ર વિચક્ષણ હતો. ધનદેવીથી ઉત્પન્ન થયેલ અભયકુમાર નામે તે શેઠનો પુત્ર હતો કે જેના ગુણગાન કરવામાં શેષનાગ પણ સમર્થ ન હતો. તે પુણ્યવાન શ્રેષ્ઠી પોતાના પુત્ર સહિત, આચાર્ય મહારાજને વંદન કરવા ગયો.
૧. આ વ્યાકરણ અત્યારે પૂર્ણ રૂપે મળતું નથી. પરંતુ, એની પ્રશસ્તિમાં (પત્ર ૧૬૮) ગ્રંથપ્રમાણ સાત હજાર શ્લોક પ્રમાણ અને વિ.સં.૧૦૮૦માં રચના થયાનું જણાવ્યું છે.
श्रीविक्रमादित्यनरेन्द्रकालात् साशीतिके याति समासहस्रे । શ્રીનાવાતિપુરે તાદ્ય દૃષ્ય મા સરસદાવ૫૬ શા (‘કથાકોષ' પ્રસ્તાવના પૃ.૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org