________________
નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર
૧૧
વાણીથી સમાનતા પ્રકાશીને આશિષ આપતાં બોલ્યા કે- “હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુ વિના જે જુએ છે, કર્ણ વિના જે સાંભળે છે, વિશ્વને જે જાણે છે, પણ તેને કોઈ જાણી શકતું નથી એવા અરૂપી શિવ તે જ જિનેશ્વર તમારું રક્ષણ કરો.”
- પછી તેમણે પુનઃ જણાવ્યું કે- “વેદ અને જૈનાગમનો અર્થ સમ્યફ પ્રકારે જાણીને અમે દયામાં અધિક એવા જૈનધર્મનો સ્વીકાર કર્યો છે. ત્યારે પુરોહિતે તેમને પ્રશ્ન કર્યો કે - “તમે નિવાસ ક્યાં કર્યો છે ?' એટલે તેમણે કહ્યું કે- “અહીં ચૈત્યવાસીઓને લીધે ક્યાંય પણ સ્થાન મળી શકતું નથી.” આથી ચાંદની સમાન નિર્મળ મનવાળા તે પુરોહિતે તેમને રહેવા માટે પોતાના મકાનનો ઉપલો ભાગ કાઢી આપ્યો. ત્યાં તેઓ પોતાના પરિવાર સહિત રહ્યા અને ભિક્ષાના બેંતાલીશ દોષ તથા ગૃદ્ધિરહિત, તેમજ નવકોટિએ શુદ્ધ લાવેલ આહારનો તેમણે ઉપયોગ કર્યો.
પછી બપોરે પુરોહિતે યાજ્ઞિક, સ્માર્ટ અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા, ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિનોદ ચાલી રહ્યો છે, એવામાં ચૈત્યવાસીઓના પુરુષો ત્યાં આવી ચડ્યા. તેમણે આવીને જણાવ્યું કે - “તમે સત્વર નગરની બહાર ચાલ્યા જાઓ. કારણ કે ચૈત્યબાહ્ય શ્વેતાંબરોને અહીં સ્થાન મળતું નથી.”
એમ સાંભળતાં પુરોહિત કહેવા લાગ્યો કે- “રાજસભામાં એ વાતનો નિર્ણય કરવાનો છે.” એટલે તેમણે આવીને પુરોહિતનું કથન પોતાના ઉપરીઓને નિવેદન કર્યું. આથી પ્રભાતે તેઓ બધા સાથે મળીને રાજા પાસે ગયા, તે વખતે પુરોહિત પણ ત્યાં આવ્યો, અને તેણે રાજાને જણાવ્યું કે- “હે દેવ ! બે જૈન મુનિ પોતાના પક્ષમાં સ્થાન ન પામતાં મારા ઘરે આવ્યા, એટલે ગુણગ્રાહકપણાથી મેં તેમને મારા ઘરે આશ્રય આપ્યો. એવામાં આ ચૈત્યવાસીઓએ ભટ્ટપુત્રોને મારી પાસે મોકલ્યા. માટે આ બાબતમાં મારી કંઈ ગફલત કે અનુચિતતા થઈ હોય, તો આપ મને ઉચિત દંડ કરો.'
એ પ્રમાણે સાંભળી સર્વ દર્શનોમાં સમાન દૃષ્ટિ રાખનાર રાજા હસીને કહેવા લાગ્યો કે “કોઈ પણ દેશથી આવેલા ગુણીજનો મારા નગરમાં રહે, તેનો તમે શા માટે અટકાવ કરો છો ? તેમાં દોષ શો દેખાય છે ?’ એમ રાજાએ પૂછવાથી તે ચૈત્યવાસીઓ બોલ્યા કે- “હે રાજેંદ્ર ! સાંભળો પૂર્વે ધનુષ્ય સમાન ઉત્કટ અને શ્રેષ્ઠ (ચાવડા) વંશમાં વનરાજ નામે રાજા થયો. તેને બાલ્યાવસ્થામાં નાગૅદ્ર ગચ્છરૂપ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં વરાહ સમાન એવા શ્રી દેવચંદ્રસૂરિએ ઉછેરીને મોટો કર્યો. વળી પંચાશ્રય નામના સ્થાનમાં રહેલ ચૈત્યમાં વસતાં તેમણે અહીં નવું નગર વસાવીને તેને રાજ્ય આપ્યું, તેમજ વનરાજવિહાર નામે ત્યાં ચૈત્ય સ્થાપન કર્યું. વનરાજે કૃતજ્ઞપણાથી ગુરુનો ભારે આદર સત્કાર કર્યો. તે વખતે શ્રી સંઘે રાજા સમક્ષ એવી વ્યવસ્થા કરી કે- “સંપ્રદાયના ભેદથી લઘુતા ન થાય તે માટે ચૈત્યગચ્છવાસી યતિઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org