________________
૧૦
નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર
પધારેલ સાંભળતાં લક્ષ્મીના સ્વામી એવો લક્ષ્મીપતિશેઠ પ્રદ્યુમ્ન અને શાબની સાથે લક્ષ્મીપતિ (કૃષ્ણ) ની જેમ તે બંને બ્રાહ્મણોને લઈને ગુરુ મહારાજને વંદન કરવા ગયો. ત્યાં સર્વ અભિગમપૂર્વક આચાર્યને પ્રણામ કરી શ્રેષ્ઠી ઉચિત સ્થાને બેઠો અને તે બંને વિપ્રો પણ અંજલિ જોડીને ત્યાં બેઠા. એવામાં શ્રેષ્ઠ લક્ષણયુક્ત તેમની આકૃતિને જોઈને ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે - “એમની અસાધારણ આકૃતિ સ્વ-પરને જીતનારી છે. ત્યાં જાણે પૂર્વભવના સંબંધી હોય તેમ અનિમેષ લોચનથી તે બંને ગુરુના મુખને જોઈ રહ્યા. આથી ગુરુ મહારાજે તેમને વ્રત યોગ્ય સમજી લીધા. પછી ઉપદેશના કિરણથી જેમનું અંદરનું અંધારું દૂર થયું છે અને પ્રતિબોધ પામેલા એવા તે બન્નેને લક્ષ્મીપતિ શેઠની અનુમતિથી ગુરુએ દીક્ષા આપી અને તપના નિધાન એવા તેમને યોગના વહનપૂર્વક સિદ્ધાંતનો અભ્યાસ કરાવ્યો. સિદ્ધાંતના અભ્યાસથી તેમને યોગ્ય જાણીને ગુરુએ તેમને સૂરિપદ પર સ્થાપન કર્યા. કારણ કે મધુકર સુગંધી કમળને જ અનુસરે છે. તેઓ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા. એટલે ગુરુ મહારાજે તેમને વિહારને માટે અનુજ્ઞા આપી, અને શિક્ષા આપતાં જણાવ્યું કે “શ્રીપત્તન (પાટણ) માં ચૈત્યવાસી આચાર્યો સુવિહિત સાધુઓને ત્યાં રહેવા ન દેતાં વિઘ્ન કરે છે. શક્તિ અને બુદ્ધિથી તમારે તેનું નિવારણ કરવું. કારણ કે આ કાળમાં તમારા સમાન કોઈ પ્રાજ્ઞ નથી.”
એટલે “આપની આજ્ઞા અમને પ્રમાણ છે.” એમ કહીને તેમણે ગુર્જરભૂમિ તરફ વિહાર કર્યો, અને હળવે હળવે આનંદપૂર્વક તેઓ પાટણમાં પહોંચ્યા. ત્યાં સારા ગીતાર્થના પરિવાર
બો ઘરે ઘરે ભમવા લાગ્યા પણ શુદ્ધ ઉપાશ્રય ન મળ્યો, એવામાં પોતાના ગુરુનું વચન તેમને યાદ આવ્યું.
હવે ત્યાં શ્રીમાન દુર્લભરાજ નામે રાજા હતો કે જે નીતિ અને પરાક્રમના શિક્ષણથી બૃહસ્પતિનો પણ ઉપાધ્યાય થાય તેવો હતો. ત્યાં સોમેશ્વર દેવ નામે પુરોહિત હતો. અશ્વિની કુમાર જેવા તે બંને આચાર્યો તેના ઘરે ગયા. ત્યાં તેના ઘરના દ્વાર પર પિતૃ-દેવતા સંબંધી બ્રાહ્મતીર્થને સત્યપણે જાણે સ્થાપન કરતા હોય તેમ તેમણે દ્વાર પર સંકેતપૂર્વક વેદનો ઉચ્ચાર કર્યો એટલે દેવતાના અવસરે સારણીની શુદ્ધિપૂર્વક ચતુર્વેદીના રહસ્યને પ્રગટ કરતા તેઓ પુરોહિતના સાંભળવામાં આવ્યા. આથી તેમના ધ્વનિના ધ્યાનમાં જાણે સ્તંભાઈ ગયેલ હોય તેમ એકાગ્ર મનથી તેણે સમગ્ર ઇંદ્રિયોના બળને પોતાના બંને કર્ણમાં સ્થાપન કરી દીધું. પછી તે વિચારશીલ પુરોહિતે અમૃત જેવા વચનથી સંતુષ્ટ કરીને ભક્તિપૂર્વક તેમને બોલાવવા માટે પોતાના બંધુને મોકલ્યો, કારણ કે તેમના વચનામૃતથી તે ભારે સંતુષ્ટ થયો હતો. એવામાં તે બંને આચાર્ય ઘરમાં આવ્યા. તેમને જોતાં પુરોહિતે વિચારવા લાગ્યો કે - “આ શું બ્રહ્મા પોતે પોતાનાં બે રૂપ કરીને મને દર્શન દેવા આવેલ છે?' એમ ધારી તેણે આપેલ ભદ્રાસનાદિકનો ત્યાગ કરીને તેઓ પોતાની શુદ્ધ કાંબળ પર બેઠા, અને વેદ ઉપનિષદ તેમજ જૈનાગમની ૧. આ સોમેશ્વર બન્ને આચાર્યનો મામો થતો હતો એવું “શાસનપ્રભાવક શ્રમણ ભગવંતો' ભા. ૨ પૃ.૨૨૭માં જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org