________________
નવાંગીવૃત્તિકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિજી મહારાજનું જીવનચરિત્ર
વિક્રમસંવત્ ૧૩૩૪માં આચાર્યશ્રી પ્રભાચંદ્રસૂરિમહારાજે રચેલો પ્રભાવકચરિત્ર નામનો ગ્રંથ થોડી દત્તકથાઓ-કર્ણોપકર્ણ ચાલતી આવતી માહિતીઓથી મિશ્ર હશે તો પણ ઐતિહાસિક ગ્રંથ તરીકે શ્વેત મૂળ જૈન સંઘમાં એનું મહત્ત્વ ઘણું ગણાય છે. એમાં જુદા જુદા ૨૨ પ્રબંધો છે. તેમાં પૂર્વકાલીન અનેક અનેક શાસનપ્રભાવક પૂર્વાચાર્યોના જીવન આદિનું વર્ણન છે. આનો ગુજરાતી અનુવાદ ઈતિહાસવેત્તા સ્વ. પૂd પં. શ્રી કલ્યાણવિજયજી મહારાજે કરેલી અનેક ચર્ચાઓથી સમૃદ્ધ પ્રબંધાર્યાલોચન સાથે વિ. સં. ૧૯૮૭માં ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયો હતો. આનું પુનઃ પ્રકાશન આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિએ કરેલાં ટિપ્પણોમાં થોડાં વિશિષ્ટ સૂચનો સાથે આચાર્યશ્રી ઓંકારસૂરિ જ્ઞાનમંદિર સુરતથી વિક્રમ સંવ ૨૦૫૬માં થયેલું છે. તેમાંથી આ ૧૯મા અભયદેવસૂરિ પ્રબંધનો ૫૦ શ્રી કલ્યાણવિજયજી મહારાજે લખેલો અનુવાદ આપવામાં આવે છે.
શ્રી જિનશાસનના અલંકારરૂપ, વિદ્વાનોને ચમત્કાર પમાડનાર તથા સર્વના મુગટ સમાન એવા શ્રી અભયદેવસૂરિ તમારા કલ્યાણ નિમિત્તે થાઓ. અષ્ટાંગયોગને આદરતાં પોતાનાં અંગનો ઉદ્ધાર કરી શ્રુતના નવ અંગને પ્રકાશિત કરનાર એવા તે સૂરિ આત્મલક્ષ્મીના હેતુ રૂપ થાઓ. માતપિતાની આગળ પ્રગટપણે બોલતાં જેમ બાલક પ્રમોદ પમાડે છે, તેમ ભારે હર્ષ પ્રગટાવવા માટે હું તે આચાર્યના ચરિત્રને કહીશ.
સારી આકૃતિ અને રસથી મનોહર એવો શ્રી માલવ નામે દેશ છે કે જે જંબૂદ્વીપરૂપ સહકારના ફળ સમાન અને શ્રેષ્ઠ વર્ષોથી વિરાજિત છે. ત્યાં તલવારના બળથી ઉન્નતિને પામનાર, રાજલક્ષ્મીના મૂલરૂપ તથા દુરુજનોના નિગ્રહથી શોભતી એવી ધારા નામે નગરી છે. ત્યાં પૃથ્વીનું પાલન કરનાર ભોજ નામે રાજા હતો કે જેની ભુજાઓ વિશ્વના ઉદ્ધારને માટે જાણે શેષનાગની બીજી બે મૂર્તિ હોય તેવી શોભતી હતી. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે મહાધનિક એક વ્યવહારી હતો કે જેની લક્ષ્મીથી પરાભવ પામેલ કુબેર કૈલાસ પર્વતનો આશ્રય લઈને રહ્યો.
એકદા મધ્યદેશના નિવાસી, વેદવિદ્યાના વિશારદોને પોતાના પ્રજ્ઞાબળથી પરાસ્ત કરનાર, ચૌદ વિદ્યાના અભ્યાસી, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણમાં પ્રવીણ તથા યૌવનના ઉદ્યમથી દેશાંતર જોવાને માટે નીકળેલા એવા શ્રીધર અને શ્રીપતિ નામે બ્રાહ્મણો ત્યાં આવી ચડ્યા અને ફરતાં ફરતાં તે લક્ષ્મીપતિના ઘરે આવ્યા, તેમની આકૃતિથી આકર્ષાઈને વ્યવહારીએ ભક્તિથી તેમને ભિક્ષા આપી.
હવે તેના ગૃહની સન્મુખ ભીંત પર વિશ લાખ ટકાનો હિસાબ લખાયેલો હતો, તે પ્રતિદિન પેલા બ્રાહ્મણો જોતા હતા. એમ નિરંતર જોવાથી પ્રજ્ઞાના બળને લીધે જાણે અભ્યાસ કરેલ હોય તેમ તેમને કંઈક સારી રીતે તે યાદ રહી ગયું.
એવામાં “રસોયાની જેમ મારી પાસેથી લોકો લાભ મેળવે છે અને નિષ્ફરની જેમ મને તો કંઈ આપતા નથી. વળી બ્રાહ્મણો પણ મારી મારફતે દેવતાઓને આહૂતિ આપીને તૃપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org