SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૪) વેદાંતસૂત્રના કર્તા મહર્ષિ બાદરાયણના વખતનું તેમજ શ્રી ઈશ્વરકૃષ્ણની ‘સાંખ્યકારિકા'નું સાંખ્ય. (ઈ.સ. પૂર્વે ૩૦૦ થી ઈ.સ. પૂર્વે ૨૦૦). ૫) શ્રી વિજ્ઞાનભિક્ષુનું સાંખ્ય - તેઓ સેશ્વરવાદી છે. (ઈ.સ.ની ૧૬મી સદી) પંડિત બલદેવ ઉપાધ્યાયના મત પ્રમાણે ‘ઉપનિષદો’ અને ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'નું સાંખ્ય વેદાંત દર્શન જોડે મિશ્રિત છે તથા ઈશ્વરવાદનું સમર્થક છે. ‘મહાભારત' તથા ‘પુરાણો'નું સાંખ્ય વેદાંત દર્શનના સિદ્ધાંતોથી પૃથક્ થઈ સ્વતંત્ર દર્શનના રૂપમાં પ્રગટ થયું છે. સાંખ્ય દર્શનના સિદ્ધાંતોમાં પણ વિશેષ વિકાસ જોવા મળે છે. ‘બહ્મસૂત્રો'માં તથા કારિકા'માં વર્ણિત સાંખ્ય ચોક્કસરૂપે નિરીશ્વરવાદી જણાય છે. તેમાં પુરુષ તથા પ્રકૃતિને અંતિમ તત્ત્વો માની વિશ્વની તાત્ત્વિક વ્યાખ્યા કરવામાં આવી છે. ઈશ્વરનું કોઈ સ્થાન તેમાં જણાતું નથી. શ્રી વિજ્ઞાનભિક્ષુ એક વિશિષ્ટ દાર્શનિક હતા. તેમણે સાંખ્ય દર્શનના નિરીશ્વરવાદની જગ્યાએ ફરી સેશ્વરવાદની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો, વેદાંત દર્શન સાથે સમન્વય સાધ્યો અને લુપ્ત થયેલ ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા કરી. આ ઉપરથી એટલું સમજાય છે કે સાંખ્ય દર્શન એ અતિ પ્રાચીન દર્શન છે. આ દર્શનનાં કેટલાંક મૂળભૂત તત્ત્વોનો ઉલ્લેખ “અથર્વસંહિતા', ‘કઠોપનિષદ્', ‘શ્વેતાશ્વતર ઉપનિષદ્', શ્રીમદ્ ભગવદ્ગીતા', “મહાભારત' તેમજ પુરાણો'માં જોવા મળે છે. ‘શ્રુતિ', “મૃતિ', ‘પુરાણ' આદિ સમસ્ત પ્રાચીન કૃતિઓમાં સાંખ્યવિચારધારાની ઝલક દેખાય છે, એ જ એની પ્રાચીનતા સાબિત કરે છે. સાંખ્ય દર્શનની આચાર્યપરંપરામાં ૨૬ આચાર્યોની ગણના થાય છે અને સાંખ્યસૂત્રના મૂળ રચયિતા તરીકે શ્રી કપિલ મુનિને માનવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણનના મત અનુસાર મહાત્મા બુદ્ધ પહેલાં ૧૦૦ વર્ષ અગાઉ શ્રી કપિલ મુનિ થયા હશે. શ્રી કપિલ મુનિને ‘ભાગવત'માં વિષ્ણુના અવતાર માન્યા છે. “શ્વેતાશ્વતર ઉપનિષદ્દમાં પણ શ્રી કપિલ મુનિનો ઉલ્લેખ આવે છે. “મહાભારત'માં તેમને બહ્મપુત્ર તરીકે નિર્દેશેલ છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'માં શ્રીકૃષ્ણ કહે છે કે - સિદ્ધાંતોમાં કપિલ મુનિ હું છું.' જો કે આ કપિલ મુનિ તે જ સાંખ્ય દર્શનના રચયિતા કે કોઈ બીજા એ વિષે વિદ્વાનો એકમત નથી. (૩) સાહિત્ય સાંગસૂત્રોનો રચનાકાળ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીનો મનાય છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ શ્રી કપિલ મુનિએ કાંઈ લખ્યું જ નથી. તેમણે તેમના શિષ્ય શ્રી આસુરીને અને શ્રી આસુરીએ શ્રી પંચશીખને વિદ્યાદાન કર્યું એમ મનાય છે. તેમની કોઈ કૃતિ ૧- જુઓ : Dr. Radhakrishnan, Indian Philosophy', vol.II, pg.253-254 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy