________________
ષદર્શનપરિચય સાંખ્ય દર્શન ઉત્તરોત્તર જ્ઞાનનું વિતરણ થતું રહ્યું.
અત્યારે ઉપલબ્ધ નથી. આમ,
શ્રી ઈશ્વરકૃષ્ણ કે જેઓ ઈ.સ.ની બીજી કે ત્રીજી સદીમાં થઈ ગયા, તેમની રચેલી ૭૨ કારિકાઓમાં સાંખ્ય શાસ્ત્રનું વિદ્વતાપૂર્ણ વિવેચન છે. ઈ.સ.ની સાતમી કે આઠમી સદીમાં થયેલા શ્રી ગૌડપાદનું ‘સાંખ્યકારિકાભાષ્ય', આઠમી કે નવમી સદીમાં થયેલ મિથિલાનિવાસી શ્રી વાચસ્પતિ મિશ્રની ‘સાંખ્યકૌમુદી’, સોળમી સદીમાં થયેલા શ્રી વિજ્ઞાનભિક્ષુના ‘સાંખ્યપ્રવચનભાષ્ય' અને ‘સાંખ્યસાર' જેવા ગ્રંથો પણ પ્રસિદ્ધ છે. ત્યારપછી એ વિષયના મૌલિક ચિંતનના કોઈ ગ્રંથો ઉપલબ્ધ નથી. શ્રી નર્મદાશંકર મહેતાના કહેવા પ્રમાણે શ્રી વિજ્ઞાનભિક્ષુ પછી સાંખ્ય શાસ્ત્રના કોઈ પ્રસિદ્ધ તત્ત્વચિંતક થયા નથી અને તેથી સાંખ્ય દર્શનના વિચારો વેદાંત દર્શનમાં અંતર્ગત થઈ ગયા.
૧
(II) પ્રમાણમીમાંસા
સાંખ્યમત ત્રણ પ્રમાણોનો સ્વીકાર કરે છે - પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. અન્ય પ્રમાણો જેવાં કે ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ વગેરેને સાંખ્ય દર્શનમાં સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્થાન નથી અપાયું, પરંતુ તેને ઉપરનાં ત્રણે પ્રમાણોમાં સમાવી લેવામાં આવ્યાં છે. પ્રમાણના પેટાપ્રકાર નીચે પ્રમાણે છે
પ્રમાણ વિચાર
(૨) અનુમાન
(૧) પ્રત્યક્ષ
નિર્વિકલ્પ
પ્રકાર છે.
સવિકલ્પ
–
Jain Education International
પૂર્વવત્
વીત
અવીત
સામાન્યતઃ દૃષ્ટ
૧૯૯
(૩) શબ્દ
(૧) પ્રત્યક્ષપ્રમાણ
ઇન્દ્રિયગમ્ય પ્રત્યેક વિષયનો નિશ્ચય તે પ્રત્યક્ષપ્રમાણ છે. પ્રત્યક્ષપ્રમાણના બે ૧) નિર્વિકલ્પક અને ૨) સવિકલ્પક.
લૌકિક
For Private & Personal Use Only
વૈદિક
૧) નિર્વિકલ્પક
ઇન્દ્રિયોનો જ્યારે વિષય સાથે સંયોગ થાય છે ત્યારે જે વિષયાકાર વૃત્તિ થાય છે તે નિર્વિકલ્પક પ્રત્યક્ષપ્રમાણ છે. માનસિક વિશ્લેષણ પૂર્વેની આ અવસ્થા છે. અહીં વિષયની માત્ર ‘આ કાંઈક છે' એવી પ્રતીતિ થાય છે. પરંતુ ‘તે શું છે?’ તેવા પ્રકારનું જ્ઞાન થતું નથી. આથી શબ્દ દ્વારા તે પ્રગટ કરી શકાતું નથી. ૧- જુઓ : શ્રી નર્મદાશંકર મહેતા, હિન્દુ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ', પૃ.૧૦૩
www.jainelibrary.org