________________
પદર્શનપરિચય - વૈશેષિક દર્શન
૫૮૯ (૨) ન્યાય દર્શનમાં ૧૬ પદાર્થો માનેલા છે, જ્યારે વૈશેષિક દર્શનમાં સાત પદાર્થો માનેલા છે. (૩) ન્યાય દર્શનમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ ચાર પ્રમાણો સ્વીકારેલાં છે, જ્યારે વૈશેષિક દર્શન માત્ર પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણોનો જ સ્વીકાર કરે છે; બાકીનાં બે પ્રમાણોનો તે અનુમાનમાં જ સમાવેશ કરે છે. (૪) નૈયાયિકો 'શિવ'ના, જ્યારે વૈશેષિકો મહેશ્વર' કે પશુપતિ’ના ઉપાસકો છે.
વિદ્વાનોના મત પ્રમાણે ન્યાય દર્શનની વ્યાખ્યા વૈશેષિક દર્શન વગર અધૂરી છે અને વૈશેષિક દર્શનની વ્યાખ્યા ન્યાય દર્શન વગર અધૂરી છે. બન્ને મળીને જ એક સંપૂર્ણ દર્શન બને છે. વૈશેષિક દર્શન ન્યાય દર્શનથી પ્રાચીન હોવાનું જણાય છે, કારણ કે તેના તત્ત્વશાસ્ત્રનો પ્રભાવ ન્યાય દર્શન ઉપર પડેલો જણાય છે; પરંતુ વૈશેષિકસૂત્રો ઉપર ન્યાય દર્શનની પ્રમાણમીમાંસાનો પ્રભાવ પડ્યો હોય તેમ જણાતું નથી.
(II) પ્રમાણમીમાંસા
વૈશેષિક દર્શનમાં જ્ઞાનના બે પ્રકાર સ્વીકારેલા છે - સ્મૃતિ અને અનુભવ. અનુભવના બે પ્રકાર છે - (૧) પ્રમા કે સત્યજ્ઞાન અને (૨) અપ્રમા કે મિથ્યાજ્ઞાન. જે વસ્તુ જેવી છે તેને તે પ્રકારે જાણવી તે યથાર્થ પ્રમાં અને જે વસ્તુ ખરેખર અસ્તિત્વ ધરાવતી નથી તેનું અસ્તિત્વ માનવું એ અયથાર્થ પ્રમાં છે. પ્રમાના બે પ્રકાર છે - પ્રત્યક્ષ અને અનુમિતિ. અપ્રમાના બે પ્રકાર છે - સંશય અને વિપર્યય.
ન્યાય દર્શન ચાર પ્રમાણને સ્વીકારે છે - પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. વૈશેષિક દર્શન માત્ર બે જ પ્રમાણને સ્વીકારે છે - પ્રત્યક્ષ અને અનુમાન. આ બાબતમાં બન્નેનો મત એક જ છે. દ્રવ્ય, ગુણ અને કર્મ પ્રત્યક્ષગમ્ય છે. પરમાણુ અને દ્વયણુક પ્રત્યક્ષગમ્ય નથી. ત્યણુક અને સ્થૂળ વસ્તુઓ પ્રત્યક્ષગમ્ય છે. યોગીઓને પરમાણુઓ પ્રત્યક્ષ થઈ શકે છે. ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુઃખ અને જ્ઞાન ગુણનો આધાર આત્મા છે. આ ગુણો દ્વારા જ આત્માનું અનુમાન થઈ શકે છે. ન્યાય દર્શન આત્માને માનસ પ્રત્યક્ષનો વિષય માને છે, પરંતુ વૈશેષિક દર્શનને એ માન્ય નથી. તેઓ એમ માને છે કે યૌગિક પ્રત્યક્ષથી આત્માનું જ્ઞાન થતું હોય છે. વૈશેષિકોએ ઉપમાન અને શબ્દને અનુમાનમાં જ સમાવેલ છે. શબ્દના પ્રામાણ્યનું અનુમાન વક્તાના આપ્તત્વથી થાય છે. શાસ્ત્રોનું પ્રામાણ્ય તેમના રચયિતાઓની વિશ્વસનીયતાથી અનુમિતિ થાય છે. વેદોનું પ્રામાણ્ય એ વાત ઉપર નિર્ભર છે કે તેના વક્તા ઋષિ હતા. એ ઋષિઓએ સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો. શબ્દનો અનુમાનમાં અંતર્ભાવ મનાયો છે, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org