________________
૫૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે. એમાં દસ અધ્યાય છે. પહેલા અધ્યાયમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ એ પાંચ પદાર્થોની ચર્ચા છે. બીજા અધ્યાયમાં દ્રવ્યના પ્રકારો વર્ણવ્યા છે. ત્રીજા અધ્યાયમાં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. ચોથા અધ્યાયમાં અણુઓથી વિશ્વ શી રીતે ઘડાયું છે તે બતાવ્યું છે. પાંચમા અધ્યાયમાં કર્મની મીમાંસા છે. છઠ્ઠા અધ્યાયમાં ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સાતમા અધ્યાયમાં સમવાયની સમજણ આપી છે. આઠમા અધ્યાયમાં જ્ઞાન, તેનું સ્વરૂપ તથા મૂળ વગેરેની વિચારણા છે. નવમા અધ્યાયમાં વિશેષની વાત છે અને દસમા અધ્યાયમાં આત્માના ગુણો વર્ણવ્યા છે તથા તાર્કિક પ્રશ્નોની ચર્ચા છે.
આ સૂત્રો ઉપર શ્રી પ્રશસ્તપાદે (ઈ.સ. ૪00) પદાર્થધર્મસંગ્રહ' નામનું ભાષ્ય રચ્યું છે. ‘પદાર્થધર્મસંગ્રહ' ઉપર અનેક ટીકાઓ રચાઈ છે, જેમાં શ્રી શ્રીધરની (ઈ.સ. ૧૦૦૦) ન્યાયકંદલી', શ્રી ઉદયનની (ઈ.સ. ૧૦૦૦) ‘કિરણાવલિ', શ્રી શ્રીવત્સની “ન્યાય લીલાવતી' તથા શ્રી વ્યોમશિવાચાર્યની “વ્યોમવતી' ટીકા આગવું સ્થાન પામેલ છે. ન્યાય દર્શન તથા વૈશેષિક દર્શન એ બન્નેના મિશ્રણનું ગણી શકાય એવું સાહિત્ય પણ રચાયેલું છે. એમાં શ્રી શિવાદિયકૃત (ઈ.સ. ૧૦00) “સપ્તપદાર્થી', શ્રી વરદરાજની (ઈ.સ. ૧૨00) ‘તાર્કિકરક્ષા', શ્રી કેશવમિશ્રકૃત (ઈ.સ. ૧૩૦૦) ‘તર્કભાષા', શ્રી અન્નભટ્ટકૃત (ઈ.સ. ૧૭૦૦) તર્કસંગ્રહ', શ્રી વિશ્વનાથકૃત (ઈ.સ. ૧૭૦૦) ‘ભાષાપરિચ્છેદ' તથા તેની ટીકા ‘સિદ્ધાંતમુક્તાવલિ' નોંધનીય છે. શ્રી લૌગાક્ષિ ભાસ્કરકૃત ‘તર્કકૌમુદી', શ્રી જયનારાયણકૃત (ઈ.સ. ૧૭00) કણાદસૂત્રવિવૃત્તિ' તથા શ્રી શંકર મિશ્રકૃત (ઈ.સ. ૧૫00) ‘ઉપસ્કાર' નામક ટીકા ઉલ્લેખનીય છે. (૪) ન્યાય - વૈશેષિક દર્શન વચ્ચે સંબંધ
પદર્શન પૈકી વૈદિક દર્શનોમાં બન્નેનું એક એમ ત્રણ જોડકાં બને છે. ન્યાયવૈશેષિક દર્શન પરસ્પર સંબંધ ધરાવતું હોવાથી તેનું એક જોડકું બને છે. મોક્ષ એ જીવનનો ઉદ્દેશ છે અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ તે મોક્ષ છે એમ બન્ને દર્શનો સ્વીકારે છે. દુઃખનું કારણ અજ્ઞાન હોવાથી તત્ત્વજ્ઞાન દ્વારા મોક્ષ મેળવવાની વાત બન્નેને સ્વીકાર્ય છે. તદુપરાંત પરમાણુવાદ, આત્માનું સામાન્ય સ્વરૂપ, વાસ્તવવાદ બાબતમાં પણ બને દર્શનો વચ્ચે સામ્ય છે. બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન, પ્રત્યક્ષ, સંશય, વિપર્યય વગેરેની વ્યાખ્યા તથા પ્રત્યક્ષપ્રમાણ અને અનુમાનપ્રમાણની બાબતમાં બન્નેનો મત સરખો છે. કર્મનું સ્વરૂપ, તેના પ્રકારો, જગતનું સ્વરૂપ વગેરે બાબતમાં પણ બને મળતાં આવે છે. બન્ને દર્શનોમાં જે તફાવત છે, તે આ પ્રમાણે છે – (૧) ન્યાય દર્શન પ્રમાણમીમાંસા ઉપર વધુ ભાર મૂકે છે, જ્યારે વૈશેષિક દર્શન તત્ત્વમીમાંસા ઉપર વધુ ભાર મૂકે છે. ૧- ભાષ્ય એટલે ક્રમાનુસાર અર્થ કરી, તે અર્થની યોગ્ય વ્યાખ્યા લખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org