________________
૫૮૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કક્ષાનો સાક્ષાત્કાર છે, અપરોક્ષાનુભૂતિ છે. તે ચૈતન્યનો અભાવ નહીં પણ સર્વોત્કૃષ્ટ ચૈતન્ય છે. પરંતુ ન્યાય દર્શનને આ સ્વીકાર્ય નથી. તેમના મત અનુસાર શરીર વગેરે સાથેનો સંયોગ હંમેશને માટે છૂટી જતાં આત્મા મુક્ત બને છે. આવા મુક્ત આત્મામાં જ્ઞાન વગેરે વિશેષ ગુણો ઉત્પન્ન થઈ શકે જ નહીં, કારણ કે આત્માના વિશેષ ગુણોની ઉત્પત્તિ માટે શરીર સાથે આત્માનો સંયોગ અત્યંત જરૂરી છે. આત્માના નવ વિશેષ ગુણોનો અત્યંત ઉચ્છેદ એ જ મુક્તિ છે. શરીરથી મુક્ત થયા પછી માત્ર આત્માનાં દુ:ખનો જ નહીં પરંતુ સુખનો પણ અંત આવે છે. આમ, મુક્ત આત્માનું સ્વરૂપ ન્યાય દર્શનમાં સુખ-દુઃખથી પર, તદ્દન અનુભૂતિરહિત કલ્પેલ છે. (૨) મોક્ષ ઉપાય
મનુષ્યનું ધ્યેય આત્માનું સાચું સ્વરૂપ જાણી મોહ કે મિથ્યાજ્ઞાનના બંધનમાંથી મુક્તિ મેળવવાનું હોવું જોઈએ. મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ માટે તત્ત્વજ્ઞાનની આવશ્યકતા છે. આત્માનો સાક્ષાત્કાર જ સાચું તત્ત્વજ્ઞાન છે. આત્મ-અનાત્મનો વિવેક તત્ત્વજ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તત્ત્વજ્ઞાનનો ઉદય થતાં મિથ્યાજ્ઞાન દૂર થાય છે. પરિણામે રાગ, લેષ, મોહ વગેરે પણ દૂર થાય છે. ત્યારપછી કોઈ પ્રવૃત્તિ દોષપૂર્વક થતી નથી. આવી દોષરહિત પ્રવૃત્તિ પુનર્ભવનું કારણ નથી. નવાં કર્મો બંધાતાં નથી. જીવન્મુક્તિ અથવા અપરામુક્તિની આ અવસ્થા છે. છતાં આવી જીવન્મુક્ત વ્યક્તિને પણ તેનાં પૂર્વકૃત કર્મોનાં બધાં ફળો ભોગવાઈ ન જાય ત્યાં સુધી જીવવાનું હોય છે. પૂર્વકર્મો છેલ્લા જન્મમાં ભોગવાઈ જતાં રાગ આદિ દોષથી રહિત થતી પ્રવૃત્તિ પણ અટકી જાય છે, અર્થાત્ શરીર છૂટે છે ત્યારે ભોગવવાનાં કોઈ કર્મ શેષ ન હોવાથી તે જીવ નવું શરીર
રણ કરતો નથી. દેહ સાથેનો તેનો સંયોગ નાશ પામે છે. આ પરામુક્તિ અથવા નિર્વાણમુક્તિ છે.
તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે પ્રથમ ધર્મગ્રંથોમાંથી આત્મવિષયક ઉપદેશોનું શ્રવણ કરવું જોઈએ. પછી મનન દ્વારા આત્મવિષયક જ્ઞાનને સુદઢ બનાવવું જોઈએ અને પછી નિદિધ્યાસન દ્વારા, અર્થાત્ યોગાભ્યાસ દ્વારા આત્માનું નિરંતર ધ્યાન કરવું જોઈએ. આમ કરવાથી મનુષ્ય આત્માને શરીરથી ભિન્ન સમજતો થાય છે. તેના મિથ્યાજ્ઞાનનો અંત થઈ જાય છે અને વાસનાઓ તથા પ્રવૃત્તિઓથી તે પરિચાલિત થતો નથી. આ રીતે મનુષ્ય વાસનાઓ અને પ્રવૃત્તિઓથી મુક્ત થતાં વર્તમાન કર્મોનો તેના ઉપર કોઈ પણ પ્રભાવ પડતો નથી, કારણ કે તે પ્રત્યેક કર્મ બિલકુલ નિષ્કામભાવથી કરે છે. સંચિત કર્મોનું ફળ ભોગવી લેવાથી તે જન્મ-મરણના ચક્રમાં પડતો નથી અને આ રીતે પુનર્જન્મનો અંત થઈ જવાથી શરીરનાં બંધનો તથા દુઃખનો અંત થઈ જાય છે. આ સ્થિતિ તે અપવર્ગ અથવા મોક્ષ કહેવાય છે. આમ, સર્વ દુઃખ અને ક્લેશનો નાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org