________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
(C) નવ્યનૈયાયિકો અનુમાનના ત્રણ પ્રકારો દર્શાવે છે વ્યતિરેકી અને અન્વયવ્યતિરેકી.
૫૭૪
૧) કેવલાન્વયી જ્યારે વ્યાપ્તિની સ્થાપના ભાવાત્મક છે ત્યારે તેને કેવલાન્વયી અનુમાન કહે છે. (અન્વય બીજાની હાજરી તે અન્વય કહેવાય છે.)
ઉદાહરણ તરીકે
-
-
બધા જ્ઞેય પદાર્થો નામધારી છે. ઘટ શેય પદાર્થ છે.
તેથી ઘટ નામધારી છે.
૨) કેવલવ્યતિરેકી જે અનુમાનમાં વ્યાપ્તિની સ્થાપના નિષેધાત્મક ઉદાહરણો દ્વારા કરવાની સંભવિતતા રહે તે અનુમાન કેવલવ્યતિરેકી કહેવાય છે.
ઉદાહરણ તરીકે
-
Jain Education International
કેવલાન્વયી, કેવલ
ઉદાહરણો વડે કરવામાં આવે સાહચર્ય, એકની હાજરીથી
-
જે અનુમાનમાં વ્યાપ્તિના સ્થાપનની શક્યતા અન્વય તથા
૩) અન્વયવ્યતિરેકી વ્યતિરેક એમ બન્ને પ્રકારે રહેતી હોય તેને અન્વયવ્યતિરેકી અનુમાન કહેવાય છે.
બધી આત્મારહિત વસ્તુઓ ચેતનરહિત છે. બધા જીવ ચેતન છે.
તેથી બધા જીવોમાં આત્મા છે.
ઉદાહરણ તરીકે - (i) બધા ધુમાડાવાળા પદાર્થો અગ્નિવાળા છે. પર્વત ધુમાડાવાળો છે.
આથી પર્વત અગ્નિવાળો છે.
(ii) બધા અગ્નિરહિત પદાર્થો ધુમાડારહિત છે. પર્વત ધુમાડાવાળો છે.
તેથી પર્વત અગ્નિયુક્ત છે.
અનુમાનમાં થતાં દોષો (તર્કદોષો, હેત્વાભાસો)
ન્યાય દર્શનમાં તર્કદોષોની મીમાંસા ઉપર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમાંના ઘણા દોષો તાર્કિક દોષો નહીં પણ વાદવિવાદને અંગેના છે. પક્ષપદનો ખોટો ઉપયોગ ક૨વાથી, ખોટા દૃષ્ટાંતથી કે ખોટા મધ્યપદના કારણે તર્કદોષો ઉદ્ભવે છે. તેને હેત્વાભાસ પણ કહે છે. સવ્યભિચાર, વિરુદ્ધ, સત્પ્રતિપક્ષ, અસિદ્ધ, કાલાતીત, બાધિત એમ છ પ્રકારના તર્કદોષો - હેત્વાભાસો ન્યાય ગ્રંથોમાં ગણાવવામાં આવે છે. તે હવે સંક્ષેપમાં જોઈએ
૧) સવ્યભિચાર
એટલે એવો હેતુ જે એક કરતાં વધુ નિગમન ત૨ફ દોરે છે. દા.ત.
For Private & Personal Use Only
www.jainelibrary.org