________________
પડ્રદર્શનપરિચય - ન્યાય દર્શન
પ૭૩ શંકા દૂર કરાવવા માટે થતું અનુમાન. આ અનુમાનના પાંચ અવયવો હોવાથી તેને પંચાવયવી અનુમાન પણ કહે છે. અવયવ એટલે બીજાને સમજાવવા માટે ઇચ્છેલો અર્થ; જેટલાં વાક્યોથી સંપૂર્ણ રીતે સમજાવી શકાય તે વાક્યોમાંનું દરેક વાક્ય. પંચાવયવી અનુમાનનો ક્રમ આ પ્રમાણે છે – (i) પર્વત ઉપર અગ્નિ છે. .... પ્રતિજ્ઞા. (ii) કારણ કે ત્યાં ધુમાડો છે. ..... હેતુ. (iii) જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે, જેમ કે રસોડું. ..... ઉદાહરણ. (iv) તેવી જ રીતે આ પર્વત ઉપર અગ્નિથી કદી પણ છૂટો ન પડનાર ધુમાડો છે. .... ઉપનય. (V) તેથી આ પર્વત ઉપર અગ્નિ છે. .... નિગમન.
(B) મધ્યપદ અને સાધ્ય પદના સંબંધને અનુલક્ષીને મહર્ષિ ગૌતમે પ્રાચીન ન્યાય દર્શનમાં અનુમાનના ત્રણ પ્રકારો દર્શાવેલ છે - પૂર્વવત્, શેષવતું અને સામાન્યતઃ દૃષ્ટ – ૧) પૂર્વવત્ અનુમાન – જ્ઞાત કારણ ઉપરથી અજ્ઞાત કાર્યનું અનુમાન કરવું તે. દા.ત. ઘટાટોપ વાદળાં, ગડગડાટ પવન, વીજળીના ચમકારા વગેરે કારણો જોઈ વરસાદરૂપ કાર્યનું અનુમાન કરવું તે. ૨) શેષવતુ અનુમાન – જ્ઞાત કાર્યના આધારે અજ્ઞાત કારણનું અનુમાન કરવું તે. દા.ત. પુત્રને જોઈને તેના માતા-પિતા વિષે અનુમાન બાંધવું અથવા તો સવારે ઊઠીને આસપાસ પાણી ભરાયેલું જોઈ રાત્રે વરસાદ થયો હશે એમ અનુમાન કરવું. ૩) સામાન્યતઃ દષ્ટ – બે વસ્તુઓને એકીસાથે જોઈને પછી તેમાંથી એકને જોયા પછી બીજી વસ્તુ વિષે અનુમાન કરવું તે. દા.ત. હંસ સફેદ જ હોય છે. પછી જ્યારે એમ સાંભળવામાં આવે કે અમુક પક્ષી હંસ છે, તો અનુમાન કરવામાં આવે છે કે તે સફેદ જ હશે .
ઉપરના ત્રણ પ્રકારનાં અનુમાનોનું સ્વરૂપ જોતાં એ ખ્યાલમાં રાખવાનું છે કે તેમાં મધ્યપદ અને સાધ્યપદ વચ્ચે કોઈ વ્યાપ્તિ સંબંધ હોતો નથી કે તેનું પરિણામ અવયંભાવી હોતું નથી. કાર્ય-કારણના નિયત સંબંધની અહીં વાત નથી. કોઈ વાર એવું બને કે વાદળાં વિખરાઈ જાય અને વરસાદ પડે જ નહીં અથવા આસપાસ કોઈ બીજાં જ કારણોને લઈને પાણી ભરાયેલું હોય અને રાત્રે વરસાદ પડ્યો જ ન હોય અથવા હંસનું હોવું અને સફેદ હોવું એ બન્ને વચ્ચે કોઈ કાર્ય-કારણ કે વ્યાપ્તિ સંબંધ નથી. આથી આ પ્રકારનાં અનુમાનોનું વૈજ્ઞાનિક મૂલ્ય ઓછું છે, પરંતુ લૌકિક મૂલ્ય અવશ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org