________________
પદર્શનપરિચય - ન્યાય દર્શન
૫૭૫ ‘ધ્વનિ નિત્ય છે, કેમ કે તે અમૂર્ત છે. અહીં અમૂર્તતા ઉપરથી નિત્યતાનું અનુમાન કરવું અયોગ્ય છે, કેમ કે તેમાંથી તો અનિત્યતા પણ ફલિત થાય છે. દા.ત. બુદ્ધિ અમૂર્ત છે અને અનિત્ય છે. આ દોષને દૂષિત મધ્ય પણ કહી શકાય. ૨) વિરુદ્ધ – એટલે એવો હેતુ જે હકીકતની વિરુદ્ધ જતો હોય છે. દા.ત. માણસ મર્ય છે, કારણ કે તે દિવ્ય છે.' અહીં દિવ્યતા તો મર્યતાની વિરુદ્ધ જાય છે. ૩) સમ્પ્રતિપક્ષ (પ્રકરણસમ) – એટલે એવો હેતુ જે તર્કને તટસ્થ બનાવી દે છે અને જેમાં મધ્યપદ ખોટું પડે છે. નિગમન સ્થાપવા માટે આપેલો હેતુ નિગમન સ્થાપવાને બદલે માત્ર સંદેહ ઉત્પન્ન કરે છે. તે સાધ્યને સિદ્ધ કરવાને બદલે સાધ્યના પ્રશ્નમાં માત્ર ફેરફાર જ કરે છે. દા.ત. “માનવ મત્સ્ય છે, કેમ કે તે ઉત્તેજનશીલ છે.' બીજી અપ્રસ્તુત બાબતોનો ટેકો લઈને મધ્યપદને ખોટું પાડી શકાય છે, એટલે આખરે તો એમાંથી કંઈ પણ સિદ્ધ થતું નથી, માત્ર સંદેહ જ રહે છે. ૪) અસિદ્ધ (સાધ્યમ) – એટલે કે એવો હેતુ જે પોતે જ (સાધ્યની જેમ) અસિદ્ધ છે. આ પ્રકારના હેતુને પોતાને જ સાબિતીની જરૂર છે. દા.ત. “પડછાયો પદાર્થ છે, કારણ કે તે હાલે છે.” અથવા “માનવ મઢ્યું છે, કેમ કે તે નરાશ્વ (અડધો માણસ અને અડધો ઘોડો) છે. અહીં નરાશ્વપણું પોતે જ અસિદ્ધ છે, તેથી તે કંઈ સિદ્ધ કરી શકે એમ નથી. ૫) કાલાતીત – એટલે જેમાં હેતુ તરીકે રજૂ કરાયેલી ઘટના સમય પસાર થઈ જવાના કારણે હેતુ રહેતી નથી. દા.ત. “ધ્વનિ નિત્ય છે, કેમ કે તે રંગની જેમ સંયોગથી ઉત્પન્ન થાય છે. અહીં રંગ તો પ્રકાશ અને ઘડાના સંયોગની સાથે સાથે જ દેખાય છે, જ્યારે ધ્વનિ તો લાકડી અને ઢોલકના સંયોગ પછી ઉત્પન્ન થાય છે; એટલે રંગ નિત્ય હોય તો ધ્વનિ પણ નિત્ય હોવો જ જોઈએ એવું ફલિત થતું નથી, કેમ કે આપેલો હેતુ કાલાતીત છે. ૬) બાધિત – એટલે એવો હેતુ જેને અનુમાન સિવાયના પ્રમાણ વડે ખોટો સિદ્ધ કરી શકાય. દા.ત. ‘અગ્નિ ઠંડો છે, કેમ કે તે દ્રવ્ય છે.' પ્રત્યક્ષ અનુભવમાં અગ્નિ તો બાળે છે, તેથી તે બાધિત છે. (૩) ઉપમાન (સાદશ્ય)પ્રમાણ
ઉપમાન દ્વારા મેળવેલા જ્ઞાનને ઉપમિતિ જ્ઞાન કહે છે. ન્યાયસૂત્રો અનુસાર સંજ્ઞા (word) તથા સંજ્ઞી(denotation)ના સંબંધનું જ્ઞાન થવું તેને ઉપમિતિ કહે છે અને ૧- જુઓ : શ્રી વિશ્વનાથતર્કપંચાનન, ‘કારિકાવલી' ની ‘પ્રભા' સંવલિતા, શ્લોક ૮૦
સંજ્ઞાસંજ્ઞિસંવન્થજ્ઞાત્વિમુપતિ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org