________________
પ૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમાધિનો સમાવેશ થાય છે. (iii) પ્રજ્ઞા સ્કંધ – કુશળ ચિત્તથી યુક્ત વિપશ્યના જ્ઞાન એ જ પ્રજ્ઞા છે. પ્રજ્ઞા એટલે પ્રકૃષ્ટ જ્ઞાન, અજ્ઞાનનો નાશ, ક્લેશોનું ઉપશમન, અપરોક્ષ અનુભવ. જ્ઞાનને આત્મસાતું કરી પોતીકું બનાવવું તે જ પ્રજ્ઞાની પ્રાપ્તિ. પ્રજ્ઞામાં સમ્યક્ દૃષ્ટિ અને સમ્યક્ સંકલ્પનો સમાવેશ થાય છે. આ ત્રણ સ્કંધ મળીને બૌદ્ધ ધર્મ સાધનાના સ્વરૂપનું પૂરતું નિદર્શન કરાવે છે.
આમ, શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણેની સાધના ઉપર બૌદ્ધ દર્શનમાં બહુ ભાર મૂકવામાં આવ્યો છે.
(V) ઉપસંહાર
બૌદ્ધ સિદ્ધાંતે નિરૂપેલા જગત અને જીવાત્મા વિષયક કોઈ પણ પ્રકારની તાત્વિક સ્થિરતા વિનાનો સતત પરિણામશીલતાનો ક્ષણભંગવાદ, નિર્વાણ એટલે તદન લુપ્ત થઈ જવું એવો તેણે કરેલો ઉચ્છેદવાદી અર્થ, ભિક્ષુ જીવન ઉપર તેણે મૂકેલો વધુ પડતો ભાર અને ઈશ્વરપૂજન અથવા કોઈ પણ પ્રકારની ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો અભાવ વગેરેના કારણે હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે ઘણું અંતર પડી ગયું.
મહાત્મા બુદ્ધ જેવી તેજોમય વ્યક્તિએ આપેલ નવા સ્વાંગવાળો ધર્મ પાછળથી ભારતમાં નિંદાસ્પદ બન્યો. તેનાં પતનનાં કારણો મુખ્યત્વે આ પ્રમાણે હતાં - ઈશ્વરના અસ્તિત્વનું ખંડન, નિત્ય એવા આત્માનો અસ્વીકાર, સંન્યાસ ઉપર અતિશય ભાર અને વર્ણાશ્રમ ધર્મની અવહેલના; મહાત્મા બુદ્ધના ઉપદેશોને લિપિબદ્ધ ન કર્યા તથા સંસ્કૃત ભાષાના સ્થાને પાલી ભાષા અપનાવી; સંઘમાં પ્રવેશ માટેના નિયમોમાં શિથિલતા, વિહારને બદલે મઠાધિપતિઓ અને ભિખ્ખઓની સ્થિરતા વધવા સાથે માલિકીની ભાવના આવી; સ્ત્રીઓને ભિક્ષુણી બનાવવાના કારણે બૌદ્ધ વિહારોમાં વ્યભિચાર અને અનિષ્ટો પ્રવેશ્યાં; ભિક્ષુઓએ સાદા જીવનને બદલે રાજસી જીવન અપનાવ્યું; છત્રી, પગરખાં વગેરે ઉપકરણોનો તથા વાહનોનો ઉપયોગ વગેરે વધતાં ગયાં; રોકડ નાણું નહીં પણ સોનું, ચાંદી, રત્નો વગેરે રાખવાની છૂટ લેવાવા લાગી; સંઘના સભ્યોમાં અસંતોષ તથા રાજ્યાશ્રયની લાલસા; સાંપ્રદાયિકતાની વધુ પડતી ભાવનાના કારણે તેમની વિદ્વત્તાએ પણ સમય જતાં સાંપ્રદાયિકતાનું રૂપ ધારણ કર્યું; શ્રી શંકરાચાર્યે હિન્દુ ધર્મને ફરી સજીવન કર્યો અને બૌદ્ધ ધર્મના કેટલાક સિદ્ધાંતો હિન્દુ ધર્મમાં સમાવી લીધા; આથી સામાન્ય હિન્દુ માટે બૌદ્ધ ધર્મમાં કાંઈ વિશેષ આકર્ષણ ન રહ્યું.
ઉપર્યુક્ત કારણોને લીધે એક મહાન માનવધર્મનાં મૂળ ખવાઈ ગયાં અને અંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org