________________
પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન
૫૬૫ તેની જન્મભૂમિમાં જ તેનો અંત આવ્યો. ઈ.સ. ૧૨૦૦-૧૨૫૦ સુધીમાં પોતાની જન્મભૂમિ ભારતમાંથી આ ધર્મ લુપ્તપ્રાય થઈ ગયો, છતાં પણ ભારતની બહાર શ્રીલંકા, નેપાળ, ટિબેટ, બહ્મદેશ, ચીન, કોરિયા, જાપાન વગેરે અનેક દેશોમાં તે ફેલાયો અને હજી ઉજ્વળ રીતે પ્રવર્તમાન છે.
બૌદ્ધ ધર્મ તેમાં રહેલાં કેટલાંક નિમ્નલિખિત વિશિષ્ટ લક્ષણોના કારણે સર્વ દેશકાળના લોકોને આકર્ષી શક્યો છે – (૧) આ ધર્મ, બુદ્ધિનું મહત્ત્વ પિછાની તેને પ્રતિષ્ઠાભર્યું સ્થાન આપે છે, તેમાં વ્યક્તિને શરણે નહીં પણ યુક્તિ કે બુદ્ધિને શરણે જવાની વાત છે. (૨) આ ધર્મે માણસ માણસ વચ્ચે ઊભા કરવામાં આવતા કૃત્રિમ ભેદો ઉપર કુઠારાઘાત કર્યો અને સમાનતાની ભાવનાની સ્થાપના કરી. તેણે સ્ત્રીઓને પણ સાધનાના ક્ષેત્રે પૂર્ણપણે યોગ્ય ગણી તેમને પણ સમાન અધિકાર આપ્યો અને તેમનો સંઘપ્રવેશ પણ કરાવ્યો. બૌદ્ધ સંઘના ભિક્ષુઓમાં પણ જાતિભેદ પળાતો નહીં. ભગવાન મહાવીરની જેમ મહાત્મા બુદ્ધના સંઘમાં તમામ જાતિના માણસોને પ્રવેશ અપાતો, કારણ કે મહાત્મા બુદ્ધના ઉપદેશનો ઝોક ગુણ અને કર્મ પ્રત્યે હતો. (૩) આ ધર્મે નૈતિક સદાચરણ ઉપર પણ વિશેષ ભાર મૂક્યો. ઉપદેશમાં વ્યાપકતા અને સર્વગ્રાહ્યતાના ગુણોના કારણે તે સર્વસ્વીકાર્ય બન્યો. ખોખલી તાત્ત્વિક ચર્ચા નહીં પણ સદાચાર દ્વારા જ દુઃખમુક્તિ થઈ શકે છે એમ તેનું માનવું છે. (૪) આ ધર્મે એક બાજુથી દેહને કષ્ટ આપવાની તથા ઇન્દ્રિયદમનની વાતને મધ્યમપણે સ્વીકારી અને બીજી બાજુ કામોપભોગને નકાર્યો. અને અંતિમ છેડાનો ત્યાગ કરી, મધ્યમ માર્ગનું અનુસરણ કરવાની લોકોને શીખ આપી અને તેથી તે લોકપ્રિય બન્યો. (૫) આ ધર્મ જ તેમને યોગ્ય માર્ગે વાળી શકશે એમ લોકોમાં આસ્થા થવા લાગી, કારણ કે મૈત્રી, કરુણા અને મુદિતા જેવા ગુણો કેળવી, સંઘનાં શરણે જવાની મહાત્મા બુદ્ધ વાત કરી. દબાયેલી, કચડાયેલી અને પીડિત જનતાને મહાત્મા બુદ્ધમાં અને તેમણે પ્રવર્તાવેલ ધર્મમાં એક ઉદ્ધારકના દર્શન થયા.
આમ, પ્રજ્ઞા, પ્રેમ અને આત્મનિયંત્રણના પ્રચારક એવા ગૌતમ જગત ઉદ્ધારક બુદ્ધ તરીકે પ્રખ્યાત થયા. તેમણે જીવનફિલસૂફી આપી છે અને તેથી તેમનો સંદેશ ક્રાંતિકારી છે.
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org