________________
પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન
પ૬૩ મનને સ્વચ્છ રાખવું જોઈએ. ચિત્તમાં હંમેશાં શુભ વિચારો આવે અને અશુભ વિચારો પ્રવેશે નહીં તેની જાગૃતિ રાખવી તેને સમ્યક્ વ્યાયામ કહે છે. (૭) સમ્યફ સ્મૃતિ – જે વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું હોય તેને બરાબર સ્મૃતિમાં રાખવું જોઈએ. અહીં સ્મૃતિ એટલે યાદગીરી ઉપરાંત સાવધાની, અપ્રમાદ કે જાગૃતિ. કોઈ પણ વસ્તુને જેવી છે તેવી - તેના યથાર્થ રૂપમાં જ ગ્રહણ કરવાની ટેવ પાડવી જોઈએ, જેથી તેના પ્રત્યેની આસક્તિ ઓછી થાય અને પરિણામે કષ્ટના ભોગ બનાય નહીં. (૮) સમ્યક સમાધિ – ઉપર જણાવેલ સાત માર્ગો દ્વારા જેણે પોતાની જાતને સજ્જ બનાવી છે તે જ સમાધિમાર્ગમાં પ્રવેશ કરવા માટે લાયક ગણાય છે અને તે ક્રમશ: સમાધિની ચાર અવસ્થાઓ પાર કરી નિર્વાણની પ્રાપ્તિ કરે છે. સમાધિના મુખ્ય બે પ્રકાર છે - ઉપચાર અને અર્પણા. ઉપચાર સમાધિ થોડો સમય ટકે છે. અર્પણા સમાધિ જેટલો સમય ટકાવવી હોય તેટલો સમય અભ્યાસથી ટકાવી શકાય છે. તેની ચાર ભૂમિકા છે. પ્રથમમાં વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને એકાગ્રતા હોય છે. બીજીમાં વિતર્ક અને વિચાર જતાં રહે છે. ત્રીજીમાં પ્રીતિ જતી રહે છે અને ચોથીમાં સુખ પણ રહેતું નથી, માત્ર એકાગ્રતા જ રહે છે. આ અવસ્થામાં ચિત્તની સામ્યવસ્થા હોય છે. આ પૂર્ણ પ્રજ્ઞાની અવસ્થા છે.
આ અષ્ટાંગમાર્ગે પ્રયાણ કરવામાં કેટલાંક બંધનો નડે છે તેને બૌદ્ધ દર્શન ‘દસ સંયોજન' કહે છે, જે આ પ્રમાણે છે - સત્કાય દષ્ટિ, વિચિકિત્સા, શીલવત પરામર્શ, કામ, પ્રતિઘ, રૂપરાગ, અરૂપરાગ, માન, ઉદ્ધતપણું તથા અવિદ્યા. આ વિનોને શિક્ષાત્રય દ્વારા છેદી શકાય છે. શિક્ષાત્રય એટલે શીલ સ્કંધ, સમાધિ સ્કંધ અને પ્રજ્ઞા સ્કંધ. ત્રણ સ્કંધોમાં આર્ય અષ્ટાંગિક માર્ગ કઈ રીતે વિભક્ત થઈ જાય છે, તે જોઈએ – (i) શીલસ્કંધ – શીલ ધર્મનો પાયો છે. સર્વ પાપથી વિરતિ તે શીલ છે. શીલમાં સમ્યક્ વાણી, સમ્યક કર્મ અને સમ્યક આજીવિકાનો સમાવેશ થાય છે. ભિક્ષુ તથા ગૃહસ્થ માટે પંચશીલનું સેવન અનિવાર્ય છે. અહિંસા, અસ્તેય, સત્યભાષણ, બ્રહ્મચર્ય તથા મદ્યપાન નિષેધરૂપ પંચશીલ ઉપરાંત ભિક્ષુઓ માટે બીજા પાંચ શીલ બતાવ્યાં છે - અપરાન્ન ભોજન, માલાધારણ, સંગીત, સુવર્ણ-રજત તથા મહાધે શય્યાનો ત્યાગ. ભિક્ષુઓએ આ દસ શીલનું ચુસ્ત અને કડકપણે પાલન કરવાનું હોય છે. (ii) સમાધિ સ્કંધ – કુશળ ચિત્તની એકાગ્રતા એ સમાધિ છે. જેનું શીલ જેટલું નિર્મળ એટલું એનું ચિત્ત સમાધિમાં વધુ એકાગ્ર બને છે. ચિત્તની એકાગ્રતા જેમ વધુ તેમ પ્રજ્ઞાની પ્રાપ્તિ જલ્દી થાય છે. સમાધિમાં સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ અને સમ્યફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org