________________
૫૬૨
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન નામ આપવામાં આવ્યું છે. આ માર્ગનું વર્ણન “દીઘનિકાય' તથા 'મજ્જ-નિકાય'માં જોવા મળે છે. આચારની બાબતમાં મહાત્મા બુદ્ધ મધ્યમ માર્ગ ઉપદેશે છે. તેમના મધ્યમ માર્ગમાં એક બાજુથી અતિશય ભોગનો ત્યાગ કરવાનું તેમજ બીજી બાજુથી દેહદમન ન કરવાનું કહેવામાં આવે છે અને આ માર્ગ વડે જ નિર્વાણ પ્રાપ્ત થઈ શકે છે. સાચા ધર્મપરાયણ જીવનને બૌદ્ધ દર્શનમાં એક તંતુવાદ્યની સાથે સરખાવ્યું છે; એ વાઘના તાર જ્યારે બહુ ઢીલા કે બહુ તંગ ન હોય ત્યારે જ તેમાંથી મધુર સૂરો નીકળે છે. ગૃહસ્થ તથા સંન્યાસીએ સેવવા લાયક અષ્ટાંગમાર્ગના આઠ અંગ આ પ્રમાણે છે – (૧) સમ્યક્ દષ્ટિ – અજ્ઞાનના કારણે જાત અને જગતના સંબંધમાં મિથ્યા દૃષ્ટિ ઉત્પન્ન થાય છે. પરિણામે જે અનિત્ય અને દુ:ખપ્રદ હોય તેને નિત્ય અને સુખપ્રદ માની બેસાય છે. આ દૃષ્ટિકોણનો ત્યાગ કરી યથાર્થ સ્વરૂપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તેને સમ્યક્ દૃષ્ટિ કહે છે. (૨) સમ્યક સંકલ્પ - આર્ય સત્યોની માત્ર જાણકારીથી કોઈ લાભ થતો નથી. જ્યાં સુધી તે આર્ય સત્યોને પચાવી તે પ્રમાણે જીવન વિતાવવાની દેઢ ઇચ્છા ન થાય ત્યાં સુધી એ જાણકારી નકામી છે. શ્રદ્ધા પ્રમાણે નિશ્ચય થાય અને નિશ્ચય પ્રમાણે આચાર થાય, માટે જેમને નિર્વાણની ઇચ્છા હોય તેમણે સાંસારિક વિષયો પ્રત્યે રાગ અથવા વૈષનો ત્યાગ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ પ્રકારના દઢ નિશ્ચયને સમ્યક સંકલ્પ કહે છે. (૩) સમ્યક્ વાણી - માત્ર માનસિક સંકલ્પ કરવાથી કાંઈ વળે નહીં. તેને કાર્યરૂપ વાણીમાં પણ પરિણત કરવો જોઈએ, અર્થાત્ મિથ્યાભાષીપણું, નિંદા તથા અપ્રિય વચનનો ત્યાગ કરી; પ્રિય, પથ્ય અને હિતકારી વાણી બોલવી અથવા મૌન ધારણ કરવું. (૪) સમ્યક્ કર્મ – સમ્યફ સંકલ્પને માત્ર વાણીમાં જ નહીં પણ કાર્યમાં પણ પરિણત કરવો જોઈએ, અર્થાત્ વ્યવહારમાં તે અહિંસા, અસ્તેય, ઇન્દ્રિયસંયમ વગેરે દ્વારા વ્યક્ત થવો જોઈએ. સમ્યક કર્મમાં દસ શીલના નિયમોનો તેમજ વિહારચર્યાના નિયમોના પાલનનો સમાવેશ થઈ જાય છે. (૫) સમ્યક્ આજીવિકા – ખરાબ વચન તથા ખરાબ કાર્યોનો ત્યાગ કરી, શુદ્ધ ઉપાય વડે આજીવિકા ઉપાર્જન કરવી જોઈએ. જીવનનિર્વાહ માટે ઉચિત માર્ગનું અનુસરણ તથા નિષિદ્ધ ઉપાયનું વર્જન કરી સમ્યક્ સંકલ્પને સુદઢ કરવો જોઈએ. (૬) સમ્યક વ્યાયામ – ઉપરના પાંચ માર્ગો ઉપર ચાલવા છતાં જીવ, જૂના દઢીભૂત થયેલા કુસંસ્કારોના કારણે યોગ્ય માર્ગ ગ્રહણ કરવાને બદલે કુમાર્ગે જવા લલચાય છે. નવા નવા અનિચ્છનીય ભાવોનો ભોગ બની જાય છે. આ પ્રમાણે ન થાય તે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org