________________
ષડ્દર્શનપરિચય - જૈન દર્શન
૫૨૫
iii) તેરાપંથી. દિગંબર સંપ્રદાયમાં પણ મુખ્ય બે પેટા સંપ્રદાયો થયા i) બીસપંથી અને ii) તેરાપંથી. વખત જતાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયમાં બીજા પણ ઘણા નાના નાના ગચ્છ-મત વગેરે ઊભા થયા છે.
ચરમ તીર્થંકર ભગવાન મહાવીર, દીક્ષાગ્રહણ પછી છદ્મસ્થાવસ્થા વખતે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકર તરીકે નિર્વાણ સુધી નગ્નાવસ્થામાં વિચર્યા હતા એ શ્વેતાંબર અને દિગંબર બન્ને સંપ્રદાયો માન્ય રાખે છે. પરંતુ શ્વેતાંબરો એમ કહે છે કે ભગવાન મહાવીરસ્વામીના સાધુસમુદાયમાં જિનકલ્પી સાધુઓ નગ્નાવસ્થામાં હતા અને સ્થવિરકલ્પી સાધુઓ વસ્ત્ર સહિત હતા, પરંતુ જિનકલ્પનો વિચ્છેદ થયા પછી સાધુઓને નગ્નાવસ્થામાં રહેવાનું પ્રયોજન રહ્યું નહીં. દિગંબર સંપ્રદાય એમ કહે છે કે ભગવાન મહાવીરના બધા જ સાધુઓ નગ્નાવસ્થામાં જ હતા, એ રીતે જ તેઓ દીક્ષિત થયા હતા અને એ રીતે જ પરંપરા ચાલી આવે છે. પરંતુ ત્યારપછી ૧૨ વર્ષના દુકાળ વખતે નગરમાં ગોચરી લેવા જવાના બહાને કેટલાક સાધુઓએ વસ્ત્ર ધારણ કરી લીધું હતું અને એ રીતે વસ્ત્રયુક્ત સાધુની - શ્વેતાંબરની પરંપરા ચાલુ થઈ છે. અલબત્ત આ જે કાંઈ વિભાજન થયું તે આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી પછી થયું હોવાનું મનાય છે.
-
ભગવાન મહાવીરની સાતમી પાટે ચૌદપૂર્વધર આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી આવ્યા. આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીના સમય સુધીમાં જૈન ધર્મમાં કોઈ વાદવિવાદ ઊભો થયો ન હતો. તેમના સમયમાં મગધમાં નંદ રાજાનું રાજ્ય હતું. એ વખતે મગધમાં ઉપરાઉપરી ૧૨ વર્ષ સુધી દુકાળ પડ્યો. મગધની સમૃદ્ધિ જોતજોતામાં ઘટી ગઈ. તે દુકાળમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોવાથી અને ઘણા લોકો સ્થળાંતર કરી ગયા હોવાથી વસ્તી પણ ઘટતી ગઈ. સાધુઓને પોતાની ગોચરી મેળવવાનું તથા સમાચારી સાચવવાનું પણ કઠિન થઈ ગયું. તે વખતે આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી પોતાના શિષ્યસમુદાય સાથે દક્ષિણ ભારત બાજુ સ્થળાંતર કરી ગયા અને નગ્નાવસ્થામાં જ રહ્યા, જે દિગંબર કહેવાયા. આમ, દક્ષિણમાં દિગંબરપરંપરા વધુ ફૂલીફાલી, જ્યારે એમના પટ્ટધર આચાર્યશ્રી સ્થૂલિભદ્રજી મગધમાં જ રોકાયા, તેથી મગધ તરફ્ના સાધુઓ વસ્ત્ર સહિત રહ્યા, જે શ્વેતાંબર કહેવાયા.
શ્વેતાંબર અને દિગંબર એ બન્ને પરંપરાઓ મોક્ષમાર્ગ માટે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપી રત્નત્રયની આરાધના, ૫ મહાવ્રત, ૭ અથવા ૯ તત્ત્વ, ૮ કર્મ અને તેની ઉત્તર પ્રકૃતિઓ, ૨૪ તીર્થંકરો અને તેમના અતિશયો, ગુણસ્થાનક, અનેકાંતવાદ વગે૨ે મોક્ષમાર્ગની આરાધનાને લગતી લગભગ બધી જ બાબતો સ્વીકારે છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય વચ્ચે મહત્ત્વના મુખ્ય ત્રણ ભેદ છે. મોક્ષપ્રાપ્તિ માટે નગ્નાવસ્થા અનિવાર્ય છે કે કેમ એ વિષે તથા સ્ત્રી મુક્તિ પામી શકે કે કેમ એ વિષે તથા કેવલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org