________________
પ૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. (પ્રથમ કે દ્વિતીય શતાબ્દી) આચાર્યશ્રી કુંદકુંદદેવના ‘સમયસાર’, ‘પ્રવચનસાર', ‘પંચાસ્તિકાય', નિયમસાર પ્રમુખ ગ્રંથો છે. તેમણે કેટલાક પાહુડગ્રંથો પણ રચ્યા છે, જેમાં જૈન ધર્મપ્રણીત તત્ત્વની અત્યંત સ્પષ્ટ અને સૂક્ષ્મ વ્યાખ્યા છે. (પ્રથમ કે ચતુર્થ શતાબ્દી) આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ રચેલ ગ્રંથ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં અહીં તહીં વિખરાયેલા જૈન દર્શનના સિદ્ધાંતોનો સમન્વય કરવામાં આવ્યો છે, જે ગ્રંથ દિગંબર તથા શ્વેતાંબર બન્ને સંપ્રદાયોને માન્ય છે. (બીજી શતાબ્દી) આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજીકૃત “રત્નકરંડ શ્રાવકાચાર', “આપ્તમીમાંસા'; (ત્રીજી-ચોથી શતાબ્દી) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત ‘સમાધિતંત્ર', ‘ઇબ્દોપદેશ'; (પાંચમી શતાબ્દી) આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત ‘ન્યાયાવતાર', ‘સન્મતિતક પ્રકરણ', ‘ધાત્રિશતું તાáિશિકા'; (સાતમી શતાબ્દી) આચાર્યશ્રી જિનભદ્રજીકૃત ‘વિશેષાવશ્યકભાષ્ય'; આચાર્યશ્રી પ્રભાસચંદ્રજીકૃત ‘પ્રમાણમીમાંસા'; (આઠમી શતાબ્દી) આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત ‘પદર્શનસમુચ્ચય', ‘યોગદષ્ટિ સમુચ્ચય', “યોગબિંદુ', યોગશતક', યોગવિંશિકા', “અષ્ટક પ્રકરણ'; (સાતમ-આઠમી શતાબ્દી) આચાર્યશ્રી અકલંક ભટ્ટજીકૃત ‘તત્ત્વાર્થવાર્તિકમ્', ‘લવીયસ્ત્રીયી', ન્યાયવિનિશ્ચય', ‘પ્રમાણસંગ્રહ'; (દસમી શતાબ્દી) આચાર્યશ્રી વાદિદેવસૂરિજીકૃત ન્યાયવિનિશ્ચયવિવરણ’, ‘પ્રમાણનિર્ણય’, ‘પ્રમાણનયતત્ત્વલોક'; (અગિયારમી શતાબ્દી) આચાર્યશ્રી અમિતગતિજીકૃત ‘પંચસંગ્રહ', ‘સામાયિક પાઠ, ‘યોગસાર'; (અગિયારમી-બારમી શતાબ્દી) શ્રી વિદ્યાનંદજીકૃત ‘જૈનશ્લોકવાર્તિક'; આચાર્યશ્રી ગુણભદ્રજીકૃત ‘આત્માનુશાસન'; (બારમી શતાબ્દી) કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત યોગશાસ્ત્ર”, “વીતરાગસ્તોત્ર', 'ત્રિષષ્ઠિ શલાકા પુરુષ', “અન્યયોગ-વ્યવચ્છેદદ્વાર્નાિશિકા'; આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત ‘સ્યાવાદ મંજરી'; સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીકૃત ‘દ્રવ્યસંગ્રહ', “ગોમ્મદસાર'; આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજીકૃત કર્મગ્રંથ', કર્મપ્રકૃતિ'; (અઢારમી શતાબ્દી) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ‘જ્ઞાનસાર', ‘જ્ઞાનબિંદુ', ‘અધ્યાત્મોપનિષદ્’, ‘અધ્યાત્મસાર' વગેરે અનેક ગ્રંથો પ્રસિદ્ધ છે. (૪) સંપ્રદાયો
દુનિયાના દરેક ધર્મમાં એના મૂળ સ્થાપક પછી કે મુખ્ય પ્રવર્તક પછી કાળક્રમે એના અનુયાયીઓમાં મતભેદ ઊભા થાય છે અને ભિન્ન ભિન્ન સંપ્રદાયો સ્થપાય છે. ક્યારેક આવા સંપ્રદાયો વચ્ચે હિંસક અથડામણો પણ થાય છે. જૈન ધર્મમાં અહિંસા મહાવ્રતને સર્વોપરી સ્થાન અપાયું હોવાના કારણે હિંસક ઘટનાઓ બની નથી, પણ સંનિષ્ઠ મતભેદોના કારણે ભિન્ન ભિન્ન સંપ્રદાયો અવશ્ય થયા છે. જૈન ધર્મમાં મુખ્ય બે સંપ્રદાય છે - ૧) શ્વેતાંબર સંપ્રદાય અને ૨) દિગંબર સંપ્રદાય. શ્વેતાંબર સંપ્રદાયમાં વખત જતાં મુખ્ય ત્રણ પેટા સંપ્રદાયો થયા - i) મૂર્તિપૂજક, ii) સ્થાનકવાસી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org