________________
૨ ૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
હતા. અનુભવપૂર્ણ સુજાણ સદ્ગુરુ જ આ મહારોગમાંથી જીવોને મુક્ત કરી શકે છે.
રોગના ઇલાજમાં પરેજી અને દવા બન્નેની આવશ્યકતા રહે છે. પથ્યનું સેવન કરવાથી રોગ વધતો અટકે છે અને ઔષધ લેવાથી રોગ નિર્મૂળ થાય છે. વ્યાધિનું ભાન થાય અને એ વ્યાધિ દૂર કરી શકે એવા વૈદ્ય પણ મળે, તે છતાં પણ રોગી જો પથ્ય સેવે નહીં તો એ વ્યાધિ વધતો અટકતો નથી. તેથી આત્મભ્રાંતિરૂપ રોગ જેણે મટાડવો હોય તેણે પથ્યનું સેવન કરવું જરૂરી છે. એ પથ્ય છે ગુરુઆજ્ઞા. શ્રીગુરુએ સમ્મત કરેલું સર્વ પૂર્ણ રીતે સમ્મત કરવું અને તેમણે જેનો નિષેધ કર્યો છે એનો નિષેધ કરી, તેમના જણાવ્યા પ્રમાણે આચરણ કરવું એ પરેજી છે, તેથી કહ્યું છે કે સદ્ગુરુની આજ્ઞા અનુસાર ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી. એ પથ્યનું પાલન કરતાં આત્મભ્રાંતિરૂપ રોગ પહેલાં તો આગળ વધતો અટકે છે, પછી મંદ પડતો જાય છે અને ઔષધસેવનથી એનો નાશ થાય છે. એ રોગના ઔષધ તરીકે અહીં શ્રીમદે વિચાર અને ધ્યાન દર્શાવ્યાં છે, અર્થાત્ સ્વરૂપનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કહ્યાં છે. જે જીવ શ્રીગુરુ પાસે આત્મસ્વરૂપનું શ્રવણ કરી, મનન અને નિદિધ્યાસન (વિચાર અને ધ્યાન) કરે છે, તેનો આત્મબ્રાંતિરૂપ રોગ ટળે છે. આમ, શ્રીમદે રોગચિકિત્સાના રૂપક દ્વારા આત્મરોગ ટાળવા માટેનો ઉપાય સંક્ષેપમાં જણાવ્યો છે.
સંસારી જીવો અનાદિ કાળથી રખડે છે અને ક્ષણે ક્ષણે ભાવમરણ કરી વિશેષાર્થ
દુઃખી થાય છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં દુ:ખની બાહુલ્યતા છે. કોઈને એક વાતનું દુઃખ તો કોઈને બીજી વાતનું દુઃખ, પણ દુઃખનો અનુભવ પ્રાણીમાત્રને છે. સર્વ જીવોને તે દુ:ખ મટે એવી ઇચ્છા વ્યક્તપણે કે અવ્યક્તપણે રહે છે. દુ:ખ કોઈને ગમતું નથી. દુઃખ ન ગમતું હોવા છતાં, દુઃખ દૂર કરવાના પ્રયત્ન પણ કરતો હોવા છતાં દુઃખનું કારણ ટાળતો ન હોવાથી જીવ દુઃખી જ રહે છે.
અપ્રિય એવા જે દુ:ખનો અનુભવ સર્વ જીવને કરવો પડે છે, તે દુ:ખ સકારણ છે. દુઃખનું તે કારણ ટળી શકે એમ છે. કારણ ટાળી દુઃખથી મુક્ત થઈ શકાય છે. દુઃખ એ જીવનો સ્વભાવ નથી અને તેથી તેનાથી મુક્ત થઈ શકાય છે. જીવ દુ:ખને ટાળવાનો ઉપાય તો કરે છે, પરંતુ દુઃખનું મૂળ કારણ જાણ્યું ન હોવાથી દુઃખ ટાળવાના તેના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડે છે. દુઃખનું મૂળ કારણ જાણવામાં ન આવે તો દુઃખનો ક્ષય થઈ શકતો નથી.
જેમ કોઈ મનુષ્ય કોઈક રોગથી અત્યંત દુઃખી છે, તેનાથી એ દુઃખ સહન થતું નથી, દુ:ખથી તેને છૂટવું પણ છે; પરંતુ દુઃખના મૂળ કારણને તે જાણતો નથી અને તેથી તેમાંથી મુક્ત થવાના સાચા ઉપાયથી પણ તે અજાણ રહે છે. તે પોતાને સમજાય તેવા ઉપાય કર્યા કરે છે, પણ તેનાથી દુઃખ દૂર થઈ શકતું નથી અને પરવશતાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org