________________
ષડ્રદર્શનપરિચય - ભારતીય દર્શન
૫૦૭ સ્થૂળતા-સૂક્ષ્મતાના તારતમ્ય ઉપર ઘડાયેલી છે. તેમનો ગ્રંથ ચાર્વાકમતથી માંડી કેવલ બહ્માત્મક્ય પ્રતિપાદક શાંકરમત ઉપર વળતો જાય છે. (શ્રી માધવાચાર્યે ‘સર્વદર્શનસંગ્રહ'માં વિસ્તારમયથી ‘શાંકર વેદાંત' ન આપતાં જુદા લેખરૂપે આપ્યું છે.) શ્રી માધવાચાર્યે પૂર્વવિચારશ્રેણીને ઉત્તરવિચારશ્રેણી ખંડિત કરતી ચાલે તેવી શૈલી પ્રમાણે દર્શન વ્યવસ્થા કરી છે. ચાર્વાક, બૌદ્ધ અને આહત - એ ત્રણ દર્શન નિરીશ્વરવાદી છે; રામાનુજ અને પૂર્ણપ્રજ્ઞ વિષ્ણુસંજ્ઞાવાળા સંપ્રદાય ઈશ્વરવાદી છે; પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા, રસેશ્વર, ઔલુક્ય (વૈશેષિક) અને અક્ષપાદ (ન્યાય) એ સર્વ શિવસંજ્ઞાવાળા સંપ્રદાય ઈશ્વરવાદી છે; જૈમિનિ અને પાણિનિનાં દર્શન અપૌરુષેય શબ્દબ્રહ્મવાદી છે; સાંખ્ય અને યોગ ક્રમશઃ વ્યવસ્થાપક અને નિત્ય સિદ્ધ ઈશ્વરવાદી છે અને શાંકર દર્શન (વેદાંત) અભિન્ન નિમિત્ત અને ઉપાદાનકારણરૂપે પરમાત્માનો સદ્દભાવ સ્વીકારનાર હોવાથી પરમેશ્વરવાદી છે.
શ્રી માધવાચાર્ય પછી ૧૪મી શતાબ્દીમાં શ્રી માધવ સરસ્વતીએ “સર્વદર્શનકૌમુદી'માં, શ્રી રાજશેખરે પદર્શનસમુચ્ચય'માં, આચાર્યશ્રી મેરૂતુંગસૂરિએ “ષડ્રદર્શનનિર્ણયમાં અને ૧૬મી શતાબ્દીમાં શ્રી મધુસૂદન સરસ્વતીએ ‘પ્રસ્થાનભેદ'માં પોતાના પુરોગામીઓનો આધાર લઈ ભારતીય દર્શનોની બહુ ઝીણવટભરી છણાવટ કરી છે અને એમાં કેટલીક વિગતોમાં મૌલિક અંશો પણ જોવા મળે છે. ત્યારપછી પણ ભારતીય દર્શનો વિષે અવારનવાર અનેક ગ્રંથો લખાતા રહ્યા છે, પણ તેમાં મૌલિક અર્થઘટનનું પ્રમાણ ભાગ્યે જ જોવા મળે છે. આમ, જુદા જુદા વિચારકોએ જુદી જુદી રીતે દર્શનોનું વર્ગીકરણ કર્યું છે. તેનો અભ્યાસ સુગમતાથી થઈ શકે તે માટે અહીં દર્શનોની બે વિભાગમાં વહેંચણી કરી છે - વૈદિક અને અવૈદિક. તેમાં અવૈદિક પરંપરામાં ત્રણ દર્શનોનો સમાવેશ થાય છે તથા વૈદિક પરંપરાના છ દર્શનોને બબ્બેનાં એક એવાં ત્રણ જોડકામાં વહેંચી શકાય છે. આમ, ત્રણ વૈદિક અને ત્રણ અવૈદિક મળીને છ દર્શનોનો સમૂહ ‘પદર્શન'ની સંજ્ઞા પામે છે – ૧) ચાર્વાક ૨) જૈન ૩) બૌદ્ધ ૪) ન્યાય-વૈશેષિક ૫) સાંખ્ય-યોગ ૬) પૂર્વ મીમાંસા-ઉત્તર મીમાંસા
પ્રત્યેક દર્શનનો તલસ્પર્શી અભ્યાસ સુલભતાથી થઈ શકે તે અર્થે તેની ચર્ચાને નિમ્નલિખિત વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org