________________
પ૦૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જોતાં દર્શનોની વિભક્ત શ્રેણીઓ મહર્ષિ બાદરાયણના ‘બહ્મસૂત્ર'માં (જે ઈ.સ.ના બીજા સૈકામાં રચાયાનું અનુમાન છે) નીચે પ્રમાણે સ્પષ્ટ થયેલી જણાય છે - ૧) જૈમિનીય (પૂર્વ મીમાંસા), ૨) સાંખ્ય (કપિલ), ૩) યોગ (પાતંજલ), ૪) વૈશેષિક (કણાદ), ૫) બૌદ્ધ (જેમાં સર્વાસ્તિવાદી, વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીના અવાંતર ભેદો સમાય છે), ૬) જૈન (આહત), ૭) પાશુપત (શૈવ), ૮) પાંચરાત્ર (ભાગવત અથવા વૈષ્ણવ) અને ૯) ચાર્વાક (લોકાયતિક). આટલી વિચારશ્રેણીઓ (૧૦) વેદાંત અથવા ઔપનિષદ દર્શનની ન્યૂનાધિક અંશે પ્રતિપક્ષી જાણવામાં આવે છે. મહર્ષિ બાદરાયણે જગતકારણ સર્વજ્ઞ બહ્મ છે કે અન્ય કંઈ છે તે અનુસાર વર્ગીકરણ કર્યું છે.
(૨) ઈ.સ.ના સાતમા સૈકામાં થઈ ગયેલા જૈન પરંપરાના મહાન આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ આચાર, વિચાર અને નિમિત્તભેદ અનુસાર દર્શનોનું વર્ગીકરણ કરતાં પોતાના “પદર્શનસમુચ્ચય' નામના ગ્રંથમાં છ દર્શનો બતાવ્યાં છે. ૮૭ શ્લોકપ્રમાણ આ લઘુ દાર્શનિક ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિ બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીયને આર્ય દર્શન ગણાવે છે. જૈમિનીય દર્શનમાં પૂર્વ મીમાંસાનું સ્વરૂપ જ તેઓ બતાવે છે, વેદાંત અથવા ઉત્તર મીમાંસા દર્શન વિષે ટીકામાં સહજ ઉલ્લેખ જ કરવામાં આવ્યો છે, તેને પૃથક્ દર્શન તરીકે તેમણે સ્થાન આપ્યું નથી, કારણ કે તે કાળમાં અન્ય દર્શનોની જેમ વેદાંત દર્શનને પૃથક્ દર્શનના રૂપમાં સ્થાન પ્રાપ્ત થયું ન હતું. વેદાંત દર્શનનું પૃથક સ્થાન શ્રી શંકરાચાર્યની પછી જ પ્રતિષ્ઠિત થયું હતું. આચાર્યશ્રી હરિભદ્રસૂરિના કાળમાં તેનો પ્રચાર બહુ ન હતો. તેમના મત પ્રમાણે જોતાં આસ્તિક મત પાંચ જ છે અને છઠ્ઠો મત લોકાયતિક એટલે ચાર્વાકનો છે, એટલે તે મત ઉમેરાતાં છ દર્શનની સંખ્યાનો બંધ બેસે છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ તેમના ગ્રંથમાં લોકાયતિક (ચાર્વાક) મતનું સ્વરૂપ પણ બતાવ્યું છે. આ જોતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ તેમના ગ્રંથમાં પાંચ આસ્તિક દર્શન અને એક નાસ્તિક દર્શનનું નિરૂપણ કર્યું છે.
(૩) ઈ.સ.ના આઠમા સૈકામાં શ્રી શંકરાચાર્યના નામે મનાતા ગ્રંથ “સર્વવેદાંત સંગ્રહ' (‘સર્વસિદ્ધાંત સંગ્રહ' અથવા ‘સર્વદર્શનસિદ્ધાંત સંગ્રહ)માં દર્શનોની ગણતરી આ પ્રમાણે થઈ છે - ૧) લોકાયતિક, ૨) આહંત, ૩) બૌદ્ધ (ચાર પેટા મત સાથે), ૪) વૈશેષિક, પ) ન્યાય, ૬) પ્રભાકર (પૂર્વ મીમાંસા), ૭) ભટ્ટાચાર્ય (કીરો), ૮) સાંખ્ય, ૯) પતંજલિ, ૧૦) વેદવ્યાસ અને ૧૧) વેદાંત.
(૪) દર્શનશાસ્ત્રોનું વિપુલ વર્ગીકરણ શ્રી માધવાચાર્ય (ઈ.સ. ૧૩૩૧-૧૩૭૧) ‘સર્વદર્શનસંગ્રહમાં કર્યું છે. તેમાં દર્શનોની ગણના ઐતિહાસિક રીતે થઈ નથી, તેવી રીતે આચારો કે વિચારોના ભેદને અવલંબીને પણ થઈ નથી; પરંતુ તે તત્ત્વવિચારણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org