________________
૫૦૮
(I) પ્રાસ્તાવિક
(૧) દર્શન પરિચય
(૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક
(૩) સાહિત્ય
(૪) સંપ્રદાયો
(II) પ્રમાણમીમાંસા
(III) તત્ત્વમીમાંસા
(૧) આત્મા વિષે વિચાર (જીવમીમાંસા) (૨) વિશ્વ વિષે વિચાર (જગતમીમાંસા) (૩) ઈશ્વર વિષે વિચાર (જગદીશમીમાંસા) (IV) આચારમીમાંસા
(૧) મોક્ષ
(૨) મોક્ષ ઉપાય
(V) ઉપસંહાર
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
Jain Education International
-
***
૧- પ્રમાણમીમાંસા એ તત્ત્વજ્ઞાનનું અવિભાજ્ય અંગ છે. પ્રમાણમીમાંસાએ આપેલી આધારશિલા ઉપર તત્ત્વમીમાંસાની ઇમારતનું ચણતર થાય છે. ભારતીય દાર્શનિકો તત્ત્વની ચર્ચા કરતાં પહેલાં, તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનાં સાધનોની, અર્થાત્ પ્રમાણોની ચર્ચા અવશ્ય કરે છે, જેને પ્રમાણમીમાંસા અથવા જ્ઞાનમીમાંસા કહેવાય છે. દરેક દાર્શનિક તત્ત્વ વિષેનું પોતાનું મંતવ્ય પ્રમાણના બળ વડે જ રજૂ કરે છે. પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ આદિ પ્રમાણના વિવિધ પ્રકાર છે. તત્ત્વજ્ઞાનની જુદી જુદી શાખાઓએ જુદાં જુદાં પ્રમાણોનો સ્વીકાર કરેલો છે. પ્રમાણોની સંખ્યા અંગે તેઓ એકમત નથી. દા.ત. ચાર્વાકમતવાદીઓ માત્ર એકને - પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. વૈશેષિકો અને બૌદ્ધો માત્ર બેને પ્રત્યક્ષ અને અનુમાનને સ્વીકારે છે. સાંખ્ય અને જૈન દર્શન ત્રણ પ્રમાણોને પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દને સ્વીકારે છે. ન્યાય દર્શન કુલ ચાર પ્રમાણોને પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ પ્રમાણનો સ્વીકાર કરે છે. મીમાંસકોમાં પ્રભાકર-શાખાના મીમાંસકો પાંચ પ્રમાણોને પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થાપત્તિને સ્વીકારે છે, જ્યારે શ્રી કુમારિલ ભટ્ટના મીમાંસકોએ તથા વેદાંતીઓએ આ પાંચ ઉપરાંત વધારાનું છઠ્ઠું - અનુપલબ્ધિ પ્રમાણ પણ સ્વીકાર્યું છે. આ ઉપરાંત સંભવ અને ઐતિહ્ય પ્રમાણને પણ
પૌરાણિક સંપ્રદાયમાં સ્વીકાર્યા છે.
–
-
–
વિવેચન
For Private & Personal Use Only
www.jainelibrary.org