________________
૪૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દર્શન ષટે સમાય છે, આ ષટું સ્થાનક માંહિ;
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. શ્રીમના મત પ્રમાણે આત્માનાં “અસ્તિત્વ', 'નિત્યત્વ', “કત્વ', 'ભોસ્તૃત્વ', “મોક્ષ' અને “મોક્ષનો ઉપાય' એ છ પદમાં છ દર્શનોના આત્માદિ સંબંધી જે કોઈ અભિપ્રાયો છે તે સર્વનો સમાવેશ થઈ જાય છે. બધાં દર્શનશાસ્ત્રો આ છ પદનાં ખંડન કે મંડન અર્થે જ રચાયાં છે. સૌની સમજાવવાની શૈલી જુદી જુદી છે, સૌએ પોતપોતાના મતના સમર્થન માટે અનેક દલીલો મૂકી છે, પણ જો તે બધાનો સાર કાઢવામાં આવે તો તે દર્શનો આ છ પદની સમજણમાં સમાઈ જાય છે. એ રીતે જોતાં આત્માનાં છે પદમાં છ દર્શનોનો સમાવેશ થઈ જાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આ છે પદનો વિસ્તાર કર્યો હોવાથી તેને પ્રદર્શનના સારરૂપ કહી શકાય. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
જેમાં પદ્દર્શનનો સાર સમાવ્યો છે અને જેમાં શ્રુતસમુદ્ર મથી તત્ત્વ-નવનીત જમાવ્યું છે, એવી અનુભવરસગંગા શ્રીમદ્દ્ગી આત્મસિદ્ધિ તો આ અવનિ પરનું સાક્ષાત્ અમૃત છે.”
છએ દર્શનોએ આત્મા વિષે જે અભિપ્રાયો ઉચ્ચાર્યા છે, તે સર્વ અભિપ્રાયોનો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમાવેશ કરી, તે તે દર્શનોનાં નામનિર્દેશ વિના શ્રીમદે ગુરુ-શિષ્યના સંવાદરૂપે તેને પ્રગટ કર્યા છે. છએ દર્શનોના સિદ્ધાંતોમાં નિપુણ એવા સદ્દગુરુને કોઈ પ્રદર્શનનો અભ્યાસી શિષ્ય, જગતમાં પ્રચલિત હોવા છતાં અસમ્મત થાય તેવી દલીલો કરી, તે સંબંધી પ્રશ્નો કરે છે અને શ્રીગુરુ તેનું સચોટ સમાધાન આપે છે. તે સમાધાનમાં શિષ્યની દલીલો કઈ રીતે અયોગ્ય છે તે સમજાવી, તર્કયુક્ત દલીલો દ્વારા સત્ય સિદ્ધાંતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તત્ત્વનું શ્રદ્ધાન યથાર્થપણે થઈ શકે અને મોક્ષમાર્ગ યથાર્થ રીતે સમજી શકાય એ પવિત્ર હેતુથી શ્રીમદે શંકાસમાધાન દ્વારા પપદનું પ્રતિપાદન કર્યું છે. વાદવિવાદનાં સ્થળોએ તેમણે એવી સૂક્ષ્મ કાળજી રાખી છે કે કોઈ પણ મતની અવમાનના ન થાય અને જે અભિપ્રાયોનું પ્રતિપાદન કરવામાં પોતે આત્મશ્રેય માન્યું છે તે અભિપ્રાયો સરળતાપૂર્વક જણાવાય. તેથી શ્રીમદે ભિન્ન ભિન્ન દર્શનના પ્રભાવથી ઉત્પન્ન થતી દલીલો, તે દર્શનોનાં નામનિર્દેશ વિના શિષ્યના મુખે પ્રગટ કરી, શ્રીગુરુ દ્વારા શિષ્યની તે દલીલમાં રહેલ એકાંતિક માન્યતાનું ખંડન કરી, તે સર્વનો સ્યાદ્વાદ દ્વારા સમન્વય સાધ્યો છે. દર્શનોમાં જે પરસ્પર મતભેદ છે તેમાં ન પડતાં, શુદ્ધાત્મતત્ત્વ સમજાય તે અર્થે ‘શ્રી આત્મસિદ્ધિ ૧- ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૪૪, ૧૨૮ ૨- શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org