________________
ભૂમિકા
ભારતીય તત્ત્વચિંતકોએ પોતાના સંસ્કૃત તેમજ પ્રાકૃત ગ્રંથોનાં નામમાં ‘ષદર્શન’ શબ્દનો પ્રયોગ અનેક વાર કર્યો છે, જેમ કે ‘ષદર્શનસમુચ્ચય’, ‘ષદર્શનવિચાર’, ‘ષડ્દર્શનનિર્ણય ’ વગેરે. આ ઉપરાંત સંત કવિ અખો, અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જેવા સંતો અને મર્મીઓએ પણ પોતાનાં પદો અને કાવ્યોમાં આ શબ્દનો પ્રયોગ વારંવાર કર્યો છે. ષડ્દર્શન શબ્દ બે શબ્દોનો બનેલો છે ષટ્ (ડ્) અને દર્શન. ષટ્ એટલે છ અને દર્શન એટલે તત્ત્વજ્ઞાન. તેથી ષડ્દર્શન શબ્દનો અર્થ છે છ તત્ત્વજ્ઞાન, એટલે કે તત્ત્વજ્ઞાનની છ વિચારધારાઓ. પરંતુ સંદર્ભ ભારતનો હોવાથી, વિશ્વની નહીં પણ માત્ર પ્રાચીન ભારતમાં ઉદ્ભવેલી તત્ત્વજ્ઞાનની છ વિચારધારાઓ એવો ‘ષદર્શન' શબ્દનો અર્થ થાય છે.
-
પારમાર્થિક ક્ષેત્રે આચારની જેમ વિચારનું પણ સ્વતંત્ર મૂલ્ય છે. વિચારસરણી ઉપર આધારિત વાદને જ શિષ્ટ પુરુષોએ દર્શન એવું નામ આપ્યું છે અને એ દર્શન એટલે જીવ (આત્મા), જગત (વિશ્વ) અને જગદીશ(પરમાત્મા)ને જોવાનો પોતપોતાનો આગવો દષ્ટિકોણ અને તે પ્રમાણે બંધાયેલી માન્યતા. આ આધારશિલા ઉપર જે વિચારસરણી સાંગોપાંગ પ્રસ્તુત થઈ તેવાં છ દર્શનોને સર્વસ્વીકૃતિ મળી છે. તે છ દર્શનો છે જૈન, બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક, મીમાંસા અને ચાર્વાક,
Jain Education International
-
શ્રીમદે પોતાના ક્ષયોપશમના અસાધારણ ઉઘાડથી ષડ્દર્શનની તુલનાત્મક વિચારણા કરી હતી. સત્યતત્ત્વગવેષક શ્રીમદ્દ્ન ચિત્ત તેર વર્ષની ઉંમરથી જ ષડ્દર્શનની મધ્યસ્થ પર્યાલોચના કરવારૂપ તત્ત્વમંથનમાં લાગી ગયું હતું. ષડ્દર્શનનું સ્વરૂપ દર્શાવનારા ગ્રંથોમાંથી જે કોઈ ગ્રંથ ઉપલબ્ધ હોય તે મેળવી, ષડ્દર્શનનું મંથન કરી, તત્ત્વનવનીત પ્રાપ્ત કરવાનું ભગીરથ કાર્ય પરીક્ષાપ્રધાની શ્રીમદે આદર્યું હતું. તે સર્વ ગ્રંથોનું ઊંડું અવગાહન તેમણે ખૂબ જ અલ્પ સમયમાં કર્યું હતું. શ્રીમનાં અમુક પત્રો, લેખો તથા હાથનોંધોના ઉલ્લેખ ઉ૫૨થી તેમણે ષડ્દર્શનનું કેવું તલસ્પર્શી મંથન કર્યું હતું તે જણાઈ આવે છે. તદુપરાંત મહાત્મા ગાંધીજી આદિ ઉપરના તેમના પત્રોમાં તથા શ્રી મનસુખભાઈ કિરતચંદ સાથેના તેમના સત્સંગપ્રસંગોમાં સ્થળે સ્થળે ‘ષડ્દર્શનસમુચ્ચય' આદિ દાર્શનિક ગ્રંથોનો વારંવાર ઉલ્લેખ આવે છે. તે ઉપરથી જણાય છે કે શ્રીમદે આ દર્શનોની ઘણી ઊંડી વિચારણા કરી હતી અને એ ગંભીર તત્ત્વમીમાંસાનો પરિપાક શ્રીમદ્ગુણીત ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની આ બે ગાથાઓમાં જોવા મળે છે
‘ષસ્થાનક
સમજાવા
સંક્ષેપમાં,
પરમાર્થને,
ષટ્કર્શન કહ્યાં
પણ તેહ; એહ.’
જ્ઞાનીએ
For Private & Personal Use Only
www.jainelibrary.org