________________
પડ્રદર્શનપરિચય - ભૂમિકા
૪૯૭ શાસ્ત્રમાં શ્રીમદે છએ દર્શનોનો તાત્ત્વિક સમન્વય સાધ્યો છે.
આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' તત્ત્વજ્ઞાન સંબંધી મહત્ત્વની સમસ્યાઓની ચર્ચાવિચારણા કરે છે. તે એક દાર્શનિક ગ્રંથ હોવા છતાં તેનો આશય કોઈ પણ એક દર્શનનું સમગ્ર પરીક્ષણ કરવાનો નથી. આત્મસિદ્ધિ અર્થે જે જે વિષયોની ચર્ચા આવશ્યક છે, તેનું જ પરીક્ષણ તેમાં થયું છે. શ્રીમદે છ પદ સંબંધી જૈન દર્શનની માન્યતા સ્પષ્ટ કરવા અર્થે, પૂર્વપક્ષરૂપે અન્ય દર્શનોની માન્યતા તે દર્શનોનાં નામનિર્દેશ વિના મૂકી, તત્પશ્ચાતું તેની અયથાર્થતા બતાવી, જૈન દર્શનની માન્યતા શી છે તેનું નિરૂપણ કર્યું છે.
આમ, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પદર્શનનો વિષય ગૂંથાયો હોવાથી, ગ્રંથમાં આવતા દાર્શનિક વિષયોને યોગ્ય રીતે સમજવા માટે તે વિષયોની ચર્ચા સવિશેષપણે ઉપયોગી થાય તે અર્થે આ પ્રકરણની યોજના કરવામાં આવી છે. પદર્શન સંબંધિત વિભિન્ન વિષયોની ચર્ચા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ગહન સંદેશને ઝીલવામાં સવિશેષ ઉપયોગી થશે. આ પ્રકરણમાં પ્રથમ ભારતીય દર્શનોનો સામાન્ય પરિચય, ‘દર્શન' શબ્દનો અર્થ, દર્શનશાસ્ત્રોનું પ્રયોજન તથા દર્શનોનું કાળાનુક્રમે વર્ગીકરણ આપી, દરેક દર્શનની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org