________________ 480 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કાયયોગ સગુરુની સેવામાં પ્રવૃત્ત હોય છે. સદ્ગુરુ પ્રત્યેની ભક્તિમાં મન-વચનકાયાની સમસ્ત શક્તિ લીન બની જાય છે. આત્માથી જીવની સદ્ગુરુ પ્રત્યેની આવી ભક્તિનું નિરૂપણ કરતાં શ્રીમદ્ લખે છે - પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર.” (35) ગ્રીષ્મની ગરમીથી સંતપ્ત યાત્રીને વૃક્ષની શીતળ છાયા શાતારૂપ લાગે છે, તેમ જન્મ-મરણનાં દુઃખથી સંતપ્ત સાધકને સગુરુનો શીતળ સત્સંગ સુખમય લાગે છે. આવા મહામહિમાવાન સદ્ગુરુને પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય અને પરમ સેવ્ય ગણી, આત્માર્થી જીવ તેમની આરાધનામાં, તેમની ઉપાસનામાં અને તેમની સેવામાં શુદ્ધ નિષ્કામ ભાવે લીન થઈ જાય છે. તેમની પાસેથી માર્ગદર્શન મેળવીને તે પુરુષાર્થ કરે છે અને પોતાની વાસનાઓ, સંસ્કારો, સ્વચ્છેદાદિનો નિરોધ કરે છે. સદ્ગુરુના બોધમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી તે અંતરંગ સંશોધનપૂર્વક પોતાના દોષોની નિવૃત્તિ કરે છે. સદ્ગુરુના બોધનું ચિંતન-મનન કરતાં તેને જગતના પદાર્થોની તુચ્છતા ભાસે છે, પરભાવો શમતા જાય છે અને પરિણામની શુદ્ધિ થતાં શુદ્ધ સમકિત પ્રગટે છે. આમ, સગુરુનો યોગ મળતાં, તેમની નિશ્રામાં નિષ્ઠા આવતાં, સ્વચ્છંદ આદિ ટળતાં, બોધભૂમિકાનું સેવન થતાં, સુવિચારણા પ્રગટતાં સમકિતની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુના આશ્રયથી સમકિતપ્રાપ્તિની આ પ્રક્રિયા શ્રીમદે ભિન્ન ભિન્ન ગાથાઓમાં વર્ણવી છે. તેઓ લખે છે - સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” (9) આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. (40) તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. (109) મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્દગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ.” (110) સગુરુના આશ્રયે આત્મપ્રાપ્તિ કરવા માટે શ્રીમદ વિનયનું ખૂબ માહાસ્ય દર્શાવ્યું છે. વિનય વિના અધ્યાત્મસાધનામાં આગળ વધી શકાતું નથી. વિનય એ સાધનાનું પ્રથમ પગથિયું છે. ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે કે જેનાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. જીવમાં જ્યારે વિનય આવે છે ત્યારે તેનામાં શિષ્યત્વ જન્મે છે. વિનય દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org