________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 481 જીવનો અહં વિરામ પામે છે, સ્વચ્છંદનો નાશ થાય છે અને સદ્ગુરુ પ્રત્યે ભક્તિ પ્રગટે છે. વિનયવંત શિષ્ય અનેક ગુણોની આરાધના કરીને સર્વોત્તમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે, તેથી વીતરાગ ભગવંતે કહ્યું છે કે શિષ્ય હંમેશાં ગુરુ પ્રત્યે વિનયથી વર્તવું જોઈએ અને મન-વાણી-કાયાથી તેમનો સત્કાર કરવો જોઈએ. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તો શ્રીમદ વિનયની પરાકાષ્ઠા બતાવી છે. તેઓ લખે છે - જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છપ્રસ્થ પણ, વિનય કરે ભગવાન.' (19) એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.” (20) ગુરુ-શિષ્યના સંવાદરૂપે પ્રયોજેલી છ પદની દેશનામાં શ્રીમદે સુશિષ્યનું સ્વરૂપ ખૂબ સુંદર રીતે ઉપસાવ્યું છે. શ્રીમદે શિષ્યનાં લક્ષણો પ્રગટરૂપે નથી બતાવ્યાં, પરંતુ સુશિષ્યના ગુણો તથા તેનો સદ્ગુરુ સાથેનો વ્યવહાર કેવો હોય તે ગર્ભિતપણે ગૂંથી લીધા છે. તેમણે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ સુંદર શૈલીથી ઉપસાવી, ગહન અને ગૌરવવંતી ગુરુ-શિષ્યની પરંપરાનો મહિમા દર્શાવ્યો છે. ગુરુશિષ્યસંવાદની શૈલી અપનાવી શ્રીમદે દર્શાવ્યું છે કે ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાન હોય તો શિષ્યને તત્ત્વજ્ઞાનનો બોધ સરળતાથી થઈ શકે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો શિષ્ય ગુરુના સાનિધ્યમાં જઈને આત્માનાં છ પદને સમજવાનો પ્રયાસ કરે છે. આત્મસ્વરૂપ સંબંધી યથાર્થ નિર્ણય કરવાની તેની તીવ્ર ઇચ્છા હોવાથી તે ગુરુ પાસે જઈ પોતાના હૃદયની વાત કરે છે. આત્મા વિષેની પોતાની માન્યતા સ્પષ્ટ કરવા અર્થે તે પોતાના અંતરમાં જાગેલી આત્મવિષયક શંકા દર્શાવે છે, પ્રશ્નો કરે છે. તેણે ઘણું વાંચ્યું છે તથા શ્રવણ કર્યું છે, પણ નિશ્ચયાત્મકતાને અભાવે તેનું મન ચગડોળે ચડેલું છે. શું ખરું છે અને શું ખોટું છે એવો નિશ્ચયપૂર્વકનો નિર્ણય તે કરી શકતો નથી. તેનું મન શંકાશીલ રહે છે અને તત્ત્વજ્ઞાનનું સાચું રહસ્ય તેને લક્ષગત થતું નથી. શિષ્યની સંશયવાળી, મૂંઝવણભરી, નિશ્ચય વગરની સ્થિતિનું દિગ્દર્શન કરાવતાં શ્રીમદ્ છઠ્ઠા પદની શંકામાં લખે છે - અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક.” (93) આમ, શિષ્યનું ચિત્ત સંશયોથી વિચલિત થયેલું હોવાથી, તે પોતાની તમામ શંકાઓનું નિવારણ કરનાર તથા યોગ્ય માર્ગ દર્શાવનાર સદ્ગુરુના શરણમાં આવે છે. તે તર્કપટુ છે, વિચક્ષણ છે, સમજવા માટે ઉત્સુક છે. તે જાણે છે કે સદ્ગુરુ પાસે શંકાઓનું યથાર્થ સમાધાન થઈ શકે એમ છે, તેથી પોતાની શંકાઓ ટાળવા માટે તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org