________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 479 જેઓ સુદેવતત્ત્વ તેમજ સુધર્મતત્ત્વનું સ્વરૂપ બતાવે છે, તેમજ જેમનો સર્વોકષ્ટ મહિમા અને ઉપકાર છે, તેવા સગુરુની ઓળખાણ કરવી તે અધ્યાત્મમાર્ગનું અગત્યનું કાર્ય છે. સદ્દગુરુની ઓળખાણ કરવામાં જીવ થાપ ખાઈ જાય તો સત્ય માર્ગની પ્રાપ્તિ તેને માટે દુર્લભ બની જાય છે, તેથી સદ્દગુરુની ઓળખાણ કરવામાં જીવ ભૂલ કરે નહીં તે માટે સદ્ગુરુનાં લક્ષણોને જણાવીને શ્રીમદે આત્માર્થી જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. ગુરુતત્ત્વ કેવા મહાન ગુણોવાળું હોય છે તે તેમણે સ્પષ્ટપણે અસંદિગ્ધ ભાવે જણાવ્યું છે. તેવાં લક્ષણોથી સંપન્ન એવા સદુગર સ્વ-પરનું આત્મકલ્યાણ કરવાને સમર્થ હોય છે. તેઓ આત્મપ્રાપ્તિના માર્ગની શુદ્ધ પ્રરૂપણા કરી, અનેક જીવોના હૃદયમાં ધર્મબીજની સ્થાપના કરતા હોય છે. કેવળ બાહ્ય ભાવથી તેમજ લોકરંજન અર્થે ધર્મક્રિયાઓ કરી, લોકપ્રસિદ્ધિ પ્રાપ્ત કરનારા અસદ્ગુરુઓમાં એવા કોઈ આત્મિક ગુણ હોતા નથી તે તેમણે સ્પષ્ટ જણાવ્યું છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું' કહીને, તેમણે સાચી સાધુતાનું લક્ષણ દર્શાવ્યું છે. માત્ર બાહ્ય વેષ ધરાવનાર પુરુષ માર્ગને યથાર્થપણે પ્રબોધી શકતો નથી. માર્ગના અનુભવી માર્ગ બતાવી શકે, ભૂલો પડેલો કે માર્ગનો અજાણ સાચો રસ્તો ન બતાવી શકે; માટે જ અનુભવી પુરુષો જ સદ્ગુરુસ્થાને બિરાજી શકે છે. સદ્ગુરુ આત્મજ્ઞાની હોય છે; શત્રુ-મિત્ર, માન-અપમાન આદિમાં સમદર્શી હોય છે; તેમના મન-વચન-કાયાના યોગ ઉદય અનુસાર પ્રવર્તે છે; તેમનાં વચનો પૂર્વાપર અવિરોધી તથા પ્રત્યક્ષ સ્વાનુભવજન્ય હોવાથી સામાન્ય ઉપદેશકોનાં વચનો કરતાં જુદાં પડે છે અને તેઓ પ્રદર્શનના યથાસ્થિત જાણકાર, અર્થાત્ પરમશ્રત હોય છે. સદ્ગુરુનું સ્વરૂપ પ્રકાશતાં શ્રીમદ્ લખે છે - આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” (10) “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.” (34) આમ, શ્રીમદે ગુરુતત્ત્વનું તાદશ ચિત્ર સામાન્ય જન પણ સમજી શકે તેવી રીતે રજૂ કર્યું છે. આત્માર્થી જીવ આવાં તથારૂપ લક્ષણોથી યુક્ત સદ્દગુરુને શોધી, તેમની ઓળખાણ કરી, તેમનું શરણું સ્વીકારે છે. પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સદ્ગુરુ વિના ક્યારે પણ થતી નથી એ વાત આત્માર્થી જીવ કદી પણ વિસ્મૃત કરતો નથી. તે પ્રત્યક્ષ સદ્ગુરુનું અવલંબન આધારભૂત માને છે અને તેમના યોગની પ્રાપ્તિને પરમ ઉપકારક ગણે છે. સદ્ગુરુની સેવા અને તેમની આજ્ઞાનું પાલન જ તેને કર્તવ્યરૂપ લાગે છે. તેનો આત્મા સહજ સ્વભાવે ભક્તિભાવથી સદ્ગુરુના ચરણકમળમાં ઢળી પડે છે. તેનો મનોયોગ સદ્ગુરુના ગુણચિંતનમાં રમે છે, વચનયોગ સદ્ગુરુનું ગુણસ્તવન કરે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org