________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 471 સાધનાક્ષેત્રે વિકાસ સાધતો સુપાત્ર જીવ શાસ્ત્રના આધારે આગળ વધી શકે છે. શાસ્ત્રો જીવને મોક્ષમાર્ગ સંબંધી શાસન (આજ્ઞા) કરે છે અને ભવભયથી ત્રાણ (રક્ષણ) કરે છે. શાસ્ત્રોથી તેનો સાધનામાર્ગ પ્રકાશિત થાય છે અને તે તેને વિચારજાગૃતિ, વિવેક, વૈરાગ્યમાં કારણભૂત થાય છે. સતુશાસ્ત્રનું અવલંબન જીવને દુર્ગતિમાં પડતો અટકાવે છે અને તેને સદ્ધર્મમાં ધારી રાખી, આત્મોન્નતિના પંથે ચઢાવે છે. ભવરોગનું નિવારણ ઇચ્છનારે તે પરમ શાંતરસમૂળ વીતરાગ વચનામૃતોનું નિરંતર સેવન કરવા યોગ્ય છે. સતુશાસ્ત્રને પ્રમાણભૂત ગણી તદુક્ત વિધિ અનુસાર આદરથી પ્રવર્તતાં તે આત્મહિતનો હેતુ થાય છે. વીતરાગના વદનહિમાદ્રિમાંથી નીકળેલી, શાંતસુધારસના કલ્લોલો ઉછાળતી શ્રુતગંગાના નિર્મળ નીરમાં જે આત્મા નિમજ્જન કરે છે, તે શીતળ, શુદ્ધ અને શાંત થાય છે. શાસ્ત્રનો મહિમા દર્શાવવાની સાથે સાથે શાસ્ત્રોના દુરુપયોગ સામે શ્રીમદે ચેતવણી પણ આપી છે. કેટલાક જીવો શાસ્ત્રો વાંચી, પોતાની મતિકલ્પનાએ તેના મનફાવતા અર્થ કરી, ક્રિયાઓ ઉત્થાપી શુષ્કજ્ઞાની બની જાય છે. તેઓ પોતાને જ્ઞાની માને છે અને મનાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ અનેક શાસ્ત્રો વાંચે છે, પણ તત્ત્વના અનુભવનો તેમને સ્પર્શ થતો નથી, તેથી તે શાસ્ત્રો તેમને બોજારૂપ બને છે. તેવા જીવોનું સ્વરૂપ દર્શાવતાં શ્રીમદ્ લખે છે - અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સવ્યવહારને, સાધન રહિત થાય.” (29) મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” (137) શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ્ઞાનયોગ માટેની સાધનદશા, અર્થાત્ સાધક માટે જરૂરી અધિકારીપણું પણ વર્ણવ્યું છે. સૂર્યોદય થતાં પહેલાં જેમ પરોઢ થાય છે, તેમ આત્મજ્ઞાન પ્રગટતાં પહેલાં જીવમાં સાધકપણાનાં લક્ષણ ખીલી ઊઠે છે. આ પાત્રતા કેળવાયા વિના જ્ઞાનયોગ સિદ્ધ થતો નથી. સગુણોની પ્રાપ્તિ વિના સર્વ શ્રેયના હેતુભૂત એવા સદ્ધર્મની પ્રાપ્તિ થતી નથી, તેથી જ શ્રીમદે મતાર્થી-આત્માર્થીનાં લક્ષણોનું વિશદ નિરૂપણ કર્યું છે. મતાર્થ વિદ્યમાન હોય ત્યાં સુધી સાધકના જીવનમાં કેવી હોનારતો સર્જાઈ શકે છે તેનું સ્પષ્ટીકરણ શ્રીમદે કર્યું છે. આ બધા જ વિષયો સાધકના જીવનમાં પરિવર્તન લાવવામાં સહાયક બને છે. શ્રીમદ્ સ્વયં જ્ઞાનયોગના ક્ષેત્રમાં ઊંડા ઊતર્યા હોવાથી તેની પૂર્વભૂમિકારૂપ જે સાધનદશાની આવશ્યકતા તેમને જણાઈ તેનો ઉલ્લેખ તેમણે કર્યો છે. આટલું સૂક્ષ્મતાથી કરેલું સ્પષ્ટીકરણ અનુભવ વિના શક્ય નથી. તેમણે દર્શાવ્યું છે કે સાધકમાં કષાયોનું શમન થયેલું હોય છે, મોક્ષની અભિલાષા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org