________________ 472 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે, સંસારનો થાક લાગ્યો હોય છે, સર્વ જીવો પ્રત્યે અનુકંપા હોય છે, હર્ષ-શોકમાં સમતા હોય છે, ક્ષમાશીલતા હોય છે, તન-મન-વચનથી સાચી સત્યપરાયણતા હોય છે, ત્યાગબુદ્ધિ હોય છે, ચિત્તમાં વૈરાગ્યનો રંગ લાગ્યો હોય છે. જીવમાં જેમ જેમ આ ગુણોની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં આત્મજ્ઞાન પામવાની યોગ્યતા ઉત્તરોત્તર વધતી જાય છે અને પ્રાંતે તે આત્મજ્ઞાનને પામી કૃતાર્થ બને છે. આમ, શ્રેયાર્થીએ અવશ્ય પ્રગટાવવા યોગ્ય એવા સદ્ગુણોનું તેમણે નિરૂપણ કર્યું છે કે જે સદ્ગુણો દ્વારા જ્ઞાનયોગની સિદ્ધિ કરી શકાય છે. જ્ઞાનદશાની આગાહી કરતી સાધનદશાનું નિરૂપણ કરતાં શ્રીમદ્ લખે છે - કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.' (38) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.” (108) દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” (138) જેમણે જ્ઞાનયોગ સિદ્ધ કર્યો છે તેવા પુરુષોની દશાનું નિરૂપણ પણ શ્રીમદે કર્યું છે. તેમણે પૂર્ણ જ્ઞાની - કેવળજ્ઞાની કે જેમને નિરંતર આત્માનું જ્ઞાન વર્તે છે, તેમનું વર્ણન તો કર્યું જ છે, પણ તેમણે આત્મજ્ઞાનીની દશાનું વર્ણન પણ સ્પષ્ટપણે કર્યું છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી જીવને આત્મસ્વભાવનાં અનુભવ, લક્ષ, પ્રતીતિ રહે છે તથા વૃત્તિ આત્મસ્વભાવમાં વહે છે. જેમ જેમ આત્માનો અનુભવ વધે છે, સમ્યકત્વ ઉજ્વળ બને છે; તેમ તેમ મિથ્યાભાસ ટળે છે અને સ્વચારિત્રનો - આત્મચારિત્રનો ઉદય થાય છે. શ્રીમદે જ્ઞાની પુરુષ અને વાચાજ્ઞાની-શુષ્કજ્ઞાની વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટપણે દર્શાવ્યો છે. અમોહરૂપ જ્ઞાનદશા ઊપજી નથી એવા શુષ્કજ્ઞાનીઓ ભલે પોતાને જ્ઞાની ગણાવે, પરંતુ તે તેમની ભાંતિ જ છે. જ્ઞાનપ્રકાશ સાંપડ્યો ન હોવાથી તેઓ મોહઅંધકારમાં ગોથાં ખાધા કરે છે. જ્યાં સુધી તેમણે સઘળા જગતને એઠવત્ તથા સ્વપ્ન સમાન જાણ્યું નથી, ત્યાં સુધી તે સર્વ વાચાજ્ઞાન છે. સર્વ બાહ્ય સંયોગોનું અનિત્યપણું અને તુચ્છપણું જાણ્યું છે એવા જ્ઞાની પુરુષો તો કશે પણ અહંત્વ-મમત્વ કરતા નથી, રાગ-દ્વેષ ધરતા નથી, ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ચિતવતા નથી; તેમને તો સર્વત્ર અદ્ભુત સમતા જ વર્તે છે. જ્ઞાનીપુરુષ તો માનથી તલવારની જેમ, વસ્ત્રથી દેહની જેમ, દેહાદિ સમસ્ત પરથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્યમય આત્મતત્ત્વનો અનુભવ કરે છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org