________________ 470 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ વાતને ધ્યાનમાં રાખીને શ્રીમદે તત્ત્વવિચારના ક્ષેત્રમાં છ પદનું આગવું સ્થાન બતાવીને તે સંબંધી સહજ જિજ્ઞાસાઓને સંતોષી છે. આત્મવિચાર અર્થે છ પદનું અત્યંત વિશદ, સ્પષ્ટ અને સર્વાગી નિરૂપણ કર્યું છે. છ પદના માધ્યમથી શ્રીમદે આત્મસ્વરૂપ સંબંધી સુંદર પ્રકાશ પાડ્યો છે. નિશ્ચયનયની દષ્ટિએ આત્મા કેવો છે? વ્યવહારનયની દૃષ્ટિએ આત્મા કેવો છે? આત્માની મોક્ષ અવસ્થા કેવી છે? આદિ બાબતો અન્ય ગ્રંથોની સહાય વગર સમજી શકાય તેટલી સરળ રીતે રજૂ કરી છે. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ જીવનું સ્વરૂપ એક જ્ઞાયકભાવ છે, તેમજ તેને સ્વભાવનું કર્તુત્વ અને ભોક્નત્વ છે; પરંતુ જ્યારે જીવ સ્વભાવમાં સ્થિર નથી હોતો ત્યારે તે વ્યવહારનયની દૃષ્ટિથી કર્મનો કર્તા અને ભોક્તા છે - આ સર્વ સિદ્ધાંતો સમજાવવાનો તેમનો પ્રયત્ન અત્યંત સફળ રહ્યો છે. જે વાત પૂર્વાચાર્યોએ કરી છે, તે જ વાત સંક્ષેપમાં તેમણે આ ગ્રંથમાં સમાવી દીધી છે. તેમાં ઊંડા ઊતરવાથી તેનું રહસ્ય પ્રાપ્ત થાય છે. તેમણે આ ગ્રંથમાં વિચારવા યોગ્ય એવા નિશ્ચય-વ્યવહાર, ઉપાદાન-નિમિત્ત આદિ ગહનતમ વિષયોને ગૂંથ્યા છે. મુમુક્ષુઓ માટે તેમાં વિચારવા, મનન કરવા માટે અખૂટ ખજાનો છે. જો શાંત અને વૈરાગ્યયુક્ત ચિત્તથી તેની વારંવાર વિચારણા કરવામાં આવે તો અવશ્ય જીવનું કલ્યાણ થાય. આમ, શ્રીમદે શેનો વિચાર કરવો જોઈએ તેનું, અર્થાત્ વિચારના વિષયનું આલેખન કર્યું છે અને એ વિચારણાનું ફળ બતાવતાં તેઓ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખે છે - “સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.' (1941) વળી, શ્રીમદે સુવિચારનો આધાર, અર્થાત્ સુવિચારણા કોના દ્વારા થાય તે દર્શાવતાં જણાવ્યું છે કે સુવિચારણા જાગૃત કરવા માટે પ્રત્યક્ષ સગુરુનો બોધ તે ઉત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ સાધન છે, પરંતુ તેમનો યોગ ન થયો હોય તો, અથવા યોગ થયો હોય પણ સમાગમ નિરંતર ન રહેતો હોય તો, મહાપુરુષોનો ચૈતન્યસ્વરૂપી આત્મા જેમાં અક્ષરસ્વરૂપે વ્યક્ત થયો છે એવા સતુશાસ્ત્રનું અવલંબન જીવને ઉપકારી નીવડે છે. પ્રત્યક્ષ સગુરુનો વિરહ હોય ત્યારે સતુશાસ્ત્રનો આધાર લેતાં અથવા સગુરુની આજ્ઞાએ સતુશાસ્ત્રનો અભ્યાસ કરતાં જીવને સુવિચારણા પ્રગટે છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્રીમદ્ લખે છે - આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર.” (13) અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.” (14) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org