________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 467 છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી સાધકને સાધનામાર્ગનું સાદ્યત માર્ગદર્શન મળી રહે છે. શ્રીમદે પ્રબોધેલો માર્ગ સ્વયંની આત્મચિકિત્સા કરીને જ પ્રબોધાયેલો હોવાથી તે પરમાર્થનો સાક્ષાત્ હેતુભૂત છે અને તેથી તે નિઃસંશય સર્વથા સેવવા યોગ્ય છે, એકનિષ્ઠપણે અનુસરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે. વિવેકી પુરુષો તેનું સ્વરૂપ જાણીને, શ્રદ્ધીને આરાધશે તો કર્મબંધન ટાળી અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશે. આ રીતે મોક્ષમાર્ગના મહાપ્રભાવક શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ધર્મનું સસ્વરૂપ સમજાવ્યું છે. તેમણે મોક્ષમાર્ગને દર્શાવનાર અદ્ભુત શાસ્ત્રોના વિશાળ અર્થરહસ્યને એક એક ગાથામાં સમાવી દઈ, શાસ્ત્રોના સારને સંક્ષેપમાં પ્રગટ કરી, પોતાના મહાસામર્થ્યનો પરિચય કરાવ્યો છે. તેની એક એક ગાથા પરમપદ પ્રાપ્ત કરાવવા માટે પરિપૂર્ણપણે સમર્થ છે. તેમના એક એક વચનમાં અનુભવજ્ઞાનનો, જીવન સાથે એકરસ બની ગયેલા બોધનો મધુર રણકો સાંભળવા મળે છે, જે સહૃદય અને તત્ત્વજિજ્ઞાસુ જીવોના અંતરને સહજપણે સ્પર્શી જાય છે. આમ, માર્ગપ્રકાશનના દુષ્કર કાર્યને પણ સુકર કરનાર શ્રીમદ્ જેવા સાહસવીરો આ જગતમાં અવતરે છે ત્યારે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના નિર્માણ જેવાં શ્રેષ્ઠ કાર્યો કરી જગતને આશ્ચર્યમુગ્ધ કરી દે છે અને એ રીતે મોક્ષમાર્ગને પામવાની ઇચ્છાવાળા જીવો ઉપર મહાન ઉપકાર કરે છે. મોક્ષમાર્ગના પ્રતિપાદનને સ્વપરકલ્યાણનું પરમ કારણ સમજી, કરુણાસાગર શ્રીમદે અજ્ઞાન-અંધકારમાં અથડાતા-કુટાતા આત્માઓને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરીને, તેમને સન્માર્ગના સાચા પથિક બનાવવાના પરમ સુકૃતનું ઉપાર્જન કર્યું છે. આવા ભવ્ય પુરુષાર્થનું દર્શન કરીને સજ્જનોનાં નેત્રો આનંદનાં અશ્રુઓથી સજળ બને છે, હૃદય ભાવવિભોર બની ગદ્ગદિત થાય છે અને તે મહાપુરુષ પ્રત્યે અહોભાવથી નમ બનેલાં મસ્તકો તેમના ચરણોમાં મૂક્યા વિના રહી શકતાં નથી. (7) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જ્ઞાનયોગ મહાન પૂર્વાચાર્યોએ જુદાં જુદાં રૂપે ગદ્ય-પદ્યમાં જ્ઞાનયોગનું સ્વરૂપ વર્ણવ્યું છે. શ્રીમદે પણ અધ્યાત્મવિકાસમાં જ્ઞાનયોગની આવશ્યકતાને લક્ષમાં રાખી, પૂર્વાચાર્યોની પરંપરાનો આધાર રહી, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તેનું નિરૂપણ કર્યું છે. તેમણે અગાધ શાસ્ત્રસમુદ્રનું દોહન કરીને આ ગ્રંથમાં સારરૂપ તત્ત્વ નિરૂપિત કર્યું છે. તેમણે જ્ઞાનયોગનો અદ્ભુત મહિમા કાવ્યાત્મક શૈલીથી સાધકો સમક્ષ નિદર્શિત કર્યો છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના માનવભવનું સાર્થકપણું નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સ્વરૂપનો નિર્ણય તથા નિશ્ચય અને સ્વરૂપાનુસંધાનનો અભ્યાસ આવશ્યક છે. હું કોણ છું?', ‘મારું સ્વરૂપ કેવું છે?', ‘મારો આત્મવૈભવ કેવો મહાન છે?’, ‘મારામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org