________________ 468 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન કેવાં ગુણરત્નોનો ભંડાર છે?' ઇત્યાદિનો વિચાર કરી જીવ સ્વસ્વરૂપનો નિશ્ચય કરે તો નિજસ્વરૂપની પ્રાપ્તિ માટે ઝૂરણા થાય, ચૈતન્યપદનો અપૂર્વ મહિમા જાગે અને તેનો ઉપયોગ અંતરમાં વળે. સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ વધુ દઢ થતાં આત્મચિંતનમાં ઊંડાણ વધે. વિકલ્પો ઉત્તરોત્તર સૂમ થતા જઈ, કોઈ ધન્ય પળે સર્વ વિકલ્પોનો અભાવ થઈ નિર્વિકલ્પ સ્વસંવેદન થાય અને જીવ આત્માનંદનો અનુભવ કરે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવગાહન કરતાં કહી શકાય કે શ્રીમદે જ્ઞાનયોગની સમસ્ત પ્રક્રિયાને તેમાં ગૂંથી લીધી છે. તેમણે તેમાં જ્ઞાનયોગના બહુમૂલ્ય સિદ્ધાંતોનું સ્પષ્ટ અને સુરેખ પ્રતિપાદન કર્યું છે, જ્ઞાનયોગને લગતા અનેક વિષયોને આવરી લીધા છે. તેમણે જ્ઞાનયોગ સાધવાની વિધિ, વિચારનું માહાભ્ય, તત્ત્વવિષય, જ્ઞાનયોગ ગ્રહણ કરવા માટે પાત્ર તથા અપાત્ર જીવોનાં લક્ષણ, જ્ઞાનયોગને સિદ્ધ કરનારા જીવોની દશા આદિ વિષયોનું તેમાં નિરૂપણ કર્યું છે. તેમણે જીવને સંસારથી વૈરાગ્ય જાગે, વસ્તુસ્વરૂપ સમજાય અને ભેદજ્ઞાન થાય તે અર્થે જુદા જુદા વિષયોની ચર્ચા કરી, જ્ઞાનયોગનાં ઉત્તમ રહસ્યોને તેમાં ગૂંથી લીધાં છે. સંસારગ્રીષ્મના તાપથી આકુળ થયેલા જીવોને આ પવિત્ર બોધ મેઘની જળધારા સમાન શીતળકારી છે. સંસારરૂપી ખારા પાણીના સમુદ્રમાં પ્રવાસ કરતા તરસ્યા જીવોને આ ગ્રંથ શીતળ અમૃતરસના ઝરણા સમાન છે. તેની એક એક ગાથા અતિ માર્મિક અને ગંભીર ભાવોથી ભરેલી છે. જ્ઞાનયોગની ગહનતા ગ્રંથની ગરિમાને વધારે છે. શ્રીમદ્ જ્ઞાનયોગનું માહાત્મ જાણતા હોવાથી તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ્ઞાનવિચારણા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. જ્ઞાનવિચાર દ્વારા આત્મા ઉપર લક્ષ કેન્દ્રિત થાય છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એક આત્મજ્ઞાન છે અને તે આત્મવિચાર વિના ઉદ્ભવતો નથી, તેથી આત્મજ્ઞાનના કારણરૂપ એવી અપૂર્વ આત્મવિચારણાને જાગૃત કરવા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અમૂલ્ય સદ્બોધ આપવામાં આવ્યો છે. તેમાં દર્શાવાયેલો સર્વિચારનો મહિમા તરત ધ્યાન ખેંચે છે. શ્રીમદે તેમાં તત્ત્વવિચારણા કરવા પ્રેરણા કરી છે અને આત્મસ્વરૂપની વિચારણામાં સ્થિર રહી, આત્માની ઉન્નતિ કરવાનો ઉપદેશ આપ્યો છે. આત્મવિચારને તેમણે આપેલ પ્રાધાન્યનો પ્રત્યક્ષ પુરાવો એ છે કે તેમણે ગાથા ૨માં “વિચારવા આત્માર્થીને', ગાથા ૧૧માં “ઊગે ન આત્મવિચાર', ગાથા ૧૪માં “તે તે નિત્ય વિચારવા', ગાથા ૨૨માં “સમજે એક વિચાર’, ગાથા ૩૭માં “એમ વિચારી અંતરે', ગાથા ૪૦માં “તે બોધે સુવિચારણા', ગાથા ૪૧માં જ્યાં પ્રગટે સુવિચારણા', ગાથા ૪૨માં “ઊપજે તે સુવિચારણા', ગાથા પ૯માં “અંતર કર્યો વિચાર', ગાથા ૭૪માં “જુઓ વિચારી ધર્મ', ગાથા ૧૦૬માં “પૂજ્યાં કરી વિચાર', ગાથા ૧૧૭માં “કર વિચાર તો પામ', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org