________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 465 એ ખરેખર વિકટ કાર્ય છે, પરંતુ વિદ્ગોના વિષમ અને ભીષણ વંટોળની જરા પણ દરકાર કર્યા વિના સત્ત્વશાળી, સામર્થ્યવાન શ્રીમદે મેરુ જેવી ધીરતા અને સિહ સમી વીરતા બતાવીને ભવ્યાત્માઓને મોક્ષમાર્ગનું દર્શન કરાવ્યું છે. તેમની મહાનતા તો મહંતો માટે પણ મહનીય-પૂજનીય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તેમણે કરેલું મોક્ષમાર્ગનું સચોટ અને સ્પષ્ટ કથન - મોક્ષમાર્ગ માટેની તેમની શ્રદ્ધાનું, તે માર્ગના તેમના અનુભવનું અને તેમની આધ્યાત્મિક ઉચ્ચતમ સ્થિતિનું પરિચાયક બની જાય છે. તેમણે સરળ ભાષા અને હૃદયંગમ શૈલીમાં કરેલું મોક્ષમાર્ગનું વર્ણન - તેમનું જ્ઞાન ઉપરછલ્લું, વાણીવિલાસરૂપ કે બુદ્ધિવિલાસરૂપ નહીં પણ કેવું જીવનસ્પર્શી અને મર્મસ્પર્શી હતું એનો ખ્યાલ આપે છે. તેમનું વચન કેવું નિર્વિરોધ અને પરમ નિર્દોષ હતું, તેમનું જ્ઞાનસામર્થ્ય કેવું અદ્ભુત હતું, તેમનો મોક્ષમાર્ગનો નિશ્ચય કેવો દઢ હતો એની સહજ પ્રતીતિ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અધ્યયનથી થાય છે. તેમાં તેમની આત્મજ્ઞાનની ખુમારી, તેમને ઉપલબ્ધ આત્મસાક્ષાત્કારની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમણે કરેલ મોક્ષમાર્ગનું નિરૂપણ દર્શાવે છે કે તેઓ અધ્યાત્મમાં ઊંડા ઊતરી ગયા હતા, અધ્યાત્મવિકાસ પામવા પ્રચંડ પુરુષાર્થ કરી રહ્યા હતા અને તે જ ભાવોમાં નિરંતર ઝૂલતા હતા. તેમણે આત્માનુભૂતિના આધારે મોક્ષમાર્ગને શબ્દદેહ આપી, જગતના જીવો સમક્ષ મૂક્યો છે. જિનેશ્વરનાં વચનોના આધારે સ્વયં સ્વરૂપ રમણતારૂપ ચારિત્રમાં સ્થિર થઈ તેમણે મોક્ષમાર્ગ પ્રરૂપ્યો છે. તેમણે જિનેશ્વર પ્રભુની દેશનાને ચિંતન, મનન અને નિદિધ્યાસનપૂર્વક જીવનમાં ઉતારી, પોતાના મનોભાવોને શબ્દનું રૂપ આપી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના દ્વારા વીતરાગ શાસનની મહાપ્રભાવના કરી છે. ચૌદ પૂર્વનો સાર જેમાં ગર્ભિત છે તેવું અધ્યાત્મભાવોને જાગૃત કરનાર ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ તેમના આધ્યાત્મિક વિકાસને સૂચિત કરનારો અણમોલ ગ્રંથ છે. શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતા લખે છે કે - શ્રીમાન રાજચંદ્રની આત્મસિદ્ધિ શ્રી મહાવીર દેવના પવિત્ર માર્ગનું ભાન કરાવનાર, દિશા દેખાડનાર, મોક્ષમાર્ગ બતાવનાર પરમ શાસ્ત્ર છે. ..... મોક્ષમાર્ગ લોપ થવાનાં શું કારણો છે, એ બતાવી તે કેમ ટળે? એ આદિ શ્રી મહાવીરદેવે પ્રકાશેલ માર્ગનું સત્ત્વ આ નાના ગ્રંથમાં આપ્યું છે. વિચારશીલ જીવોને આ પરમ કલ્યાણના હેતુરૂપ થશે.” આ અમૂલ્ય ગ્રંથ સર્વ આરાધકો માટે માર્ગદર્શકરૂપ બની રહે એમ છે. અધ્યાત્મવિકાસને ઇચ્છતા સાધકને માટે મોક્ષમાર્ગના સ્વરૂપની સ્પષ્ટતા અનિવાર્ય બની જાય છે. સાધકને જે પંથે આગળ વધવું હોય, તે પંથના સ્વરૂપથી જો તે યથાર્થપણે પરિચિત 1- ‘શ્રીમાનું રાજચંદ્રની જન્મજયંતી પ્રસંગે થયેલાં વ્યાખ્યાનો', પૃ.૧૦૧-૧૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org