SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ 464 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સિદ્ધાંતો, એકલા જૈન સમૂહને ઉપયોગી છે તેમ નથી, પરંતુ સર્વમાન્ય છે. અને તે સર્વ માન્યતાને લીધે તે જેમ પ્રસિદ્ધિમાં આવે તેમ સારું.' અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે શ્રીમદ્ કોઈ પણ મત-પંથનો કિંચિત્માત્ર આગ્રહ ન હતો, પરંતુ તેમની શ્રદ્ધા તો પૂર્ણપણે જૈન દર્શન અનુસાર જ હતી. તેમના અંતરમાં પવિત્ર વીતરાગદર્શનપ્રણેતાઓ પ્રત્યે ભક્તિનિર્ભર પરમ ગૌરવ, બહુમાન વસ્યું હતું. શ્રીમદ્ભા ઉદ્ગારોમાં ઠેર ઠેર જિનેશ્વર ભગવાનની સાધના, એમની અપૂર્વ સિદ્ધિ, એમની વાણી, એમની ધર્મદેશના, એમનો પ્રભાવ, એમણે પ્રરૂપેલ ધર્મ, એમનાં આગમશાસ્ત્રો, એમણે અપનાવેલ નયવાદ અને અનેકાંતવાદની પદ્ધતિ, એમનું સ્વરૂપ વગેરે તીર્થકર ભગવાનની સર્વદેશીય વિશેષતાઓનું ભક્તિભાવભર્યું વર્ણન શ્રીમની જિનેશ્વર ભગવાન પ્રત્યેની દઢ આસ્થાની પ્રતીતિ કરાવે છે. તેમણે કુળશ્રદ્ધાથી જૈન ધર્મને અંગીકાર કર્યો ન હતો, પરંતુ અનુભવના બળ ઉપર તેને સત્યસિદ્ધ કરી અપનાવ્યો હતો. તેઓ જૈન દર્શનને જ સર્વથા અવિરુદ્ધ માનતા હતા, કારણ કે વિશ્વના સર્વ પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું જ બતાવીને આત્મકલ્યાણનો સત્ય ઉપાય જૈન દર્શન બતાવે છે. આમ, શ્રીમદ્ શ્રી જિનના જ ચુસ્ત અનુયાયી હતા, જિન દર્શનના પરમ શ્રદ્ધાળુ હતા; પરંતુ તેમને તેનો આગ્રહ ન હતો. જે કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ સાધતો હોય તેને તેઓ સમ્મત કરતા, તેથી હૃદયની મહાનુભાવતાથી તેઓ અન્યદર્શની વ્યક્તિનો આદરથી ઉલ્લેખ પણ કરતા. તેમણે જૈન ધર્મને એક સંપ્રદાયરૂપ ન આપતાં તેની વિચારધારાને સર્વસમ્મતરૂપ આપ્યું. - શ્રીમદ જિનપ્રરૂપિત આગમોનું અધ્યયન કરી, તેના સિદ્ધાંતોને કેવળ બુદ્ધિની જ નહીં પણ અનુભવની એરણે ચઢાવી, વિશિષ્ટ તત્ત્વગ્રાહી બુદ્ધિ દ્વારા સંપૂર્ણ સત્ય શોધ્યું અને પોતાના અંતર્મુખ પુરુષાર્થથી, સ્વાનુભવ દ્વારા સાધકો માટે પરમ કરુણાબુદ્ધિથી તે માર્ગને પ્રગટ કર્યો. શ્રી જિનના મૂળભૂત સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારી, મુમુક્ષુઓને પણ તદનુરૂપ વર્તવા માટે બોધ આપ્યો. આમ, શ્રીમદે શ્રી મહાવીર ભગવાને બોધેલ શુદ્ધ સનાતન માર્ગને પૂર્ણપણે આત્મસાત્ કરી, અન્ય જીવોને પણ તે માર્ગે ગમન કરવા સદુપદેશ કર્યો. શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' દ્વારા શ્રી મહાવીર ભગવાનના વિશુદ્ધ મોક્ષમાર્ગને વિશદ રીતે સમજાવી, મુમુક્ષુ જીવોને વીતરાગ શાસનના રંગી બનાવવા તેમણે ભગીરથ પુરુષાર્થ કરી જૈન શાસનની અભિવૃદ્ધિ કરી છે. સન્માર્ગ સમજવો જેટલો દુષ્કર છે, તેનાં કરતાં પણ વિશેષ દુષ્કર તે સન્માર્ગને જગત સમક્ષ યથાર્થ રૂપમાં પ્રકાશિત કરવો તે છે. અજ્ઞાનના અંધકારને જ જ્ઞાનનો મહાપ્રકાશ માનતા જીવોને સન્માર્ગ દર્શાવવો 1- શ્રી નેમચંદભાઈ ગાલા, ‘શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી', પૃ.૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy