________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 463 કહી શકાય નહીં. મોક્ષમાર્ગમાં કદાહને કે હઠાગ્રહને સ્થાન નથી. મત-પંથ, જાતિવેષના ભેદ વિના જે કોઈ સાધક યથોક્ત મોક્ષમાર્ગને સાધે છે, તે અવશ્ય મોક્ષને પામે છે; તેથી મતભેદોને તિલાંજલિ આપવી યોગ્ય છે, મતની મારામારીમાં મતિને મૂંઝવી દેવી યોગ્ય નથી. શ્રીમદ્ લખે છે - “છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અભ.” (105) જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” (107) સમાજમાં જ્યારે ધર્મના નામે અખાડા થતા હતા, ધર્મના નામે મનુષ્યો અલગ અલગ વાડામાં પુરાઈ ગયા હતા, ત્યારે શ્રીમદે મતમતાંતરમાં મધ્યસ્થતા અને સર્વધર્મસમન્વયની ભાવના દર્શાવી હતી. મોક્ષમાર્ગમાં જાતિ, લિંગ, ઉંમર, વેષ, ચિહ્નો, ભાષા અને બીજી તેવી બહારની વસ્તુઓના કારણે કોઈ ભેદ પડતો નથી; છતાં લોકો પોતાને માન્ય જાતિ, લિંગ, ચિહ્ન જોવા ન મળે તો તેને તરછોડી કાઢે છે. મતદર્શનનો, જાતિ-વેષનો આગ્રહ કરનારા લોકો વાસ્તવમાં ધર્મનો મર્મ સમજ્યા નથી. ધર્મ એટલે અમુક મતમતાંતર નહીં, ધર્મ એટલે અમુક શાસ્ત્રો વાંચી જવા કે અમુક ક્રિયા કરી જવી તે પણ નહીં; ધર્મ એટલે તે કે જેના વડે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ઓળખી શકાય, ધર્મ છે કે જેમાં રાગ-દ્વેષની મંદતા થાય અને અનુક્રમે સર્વાશે રાગવેષરહિત થતાં મુક્તિની પ્રાપ્તિ થાય. તેથી જ શ્રીમદે આ ગ્રંથમાં પ્રેરણા કરી છે કે નાના નાના મતભેદમાં ભૂલા ન પડતાં, શુદ્ધ ચિઘનમય આત્માનું સ્વરૂપ વિચારવું અને તેને પ્રાપ્ત કરવું; ધર્મના નામે ઝગડા કરવા તે મોક્ષમાર્ગ નથી, પરંતુ આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરવું તે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ તો આત્માશ્રિત છે, તેમાં દેહાશ્રિત બાહ્ય લિંગ કારણભૂત નથી, પણ અંતરંગ ભાવલિંગ જ કારણભૂત છે; તેથી જાતિ-વેષના મતભેદ ઉપર ભાર ન મૂકતાં અભેદ મોક્ષમાર્ગ ઉપર જ ભાર મૂકવા યોગ્ય છે. આ જ દર્શાવે છે કે શ્રીમન્ને કોઈ મત-દર્શન-સંપ્રદાય પ્રત્યે અનાદર હતો જ નહીં, તેમના અંતઃકરણમાં કોઈ પ્રત્યે રાગ-દ્વેષપ્રેરિત પક્ષપાતને અવકાશ ન હતો; તેથી તેમનું લખાણ એવી સર્વમાન્ય કક્ષાએ પહોંચ્યું હતું કે સર્વ માટે એમાં કંઈ ને કંઈ જાગૃતિપ્રેરક અને સ્વીકાર્ય તત્ત્વ મળી રહે. વિ.સં. ૧૯૬૬ની કાર્તિકી પૂર્ણિમાએ ‘રાજજયંતી નિમિત્તે મુંબઈમાં દિ. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ પ્રમુખ પદેથી બોલતાં કહ્યું હતું કે - કવિશ્રીના જીવનના ઉચ્ચ આશય, તેમના લેખમાંથી મળી આવતા ઉચ્ચ વિચારો, સ્વીકારવા લાયક શિખામણનાં વચનો અને સ્તુત્ય તથા ફિલસૂફીથી ભરપૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org