________________
આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૪૩૧ સાંખ્ય અને ન્યાય દર્શનપ્રણીત આત્માના અબંધપણાની દલીલો રજૂ કરી છે. ચોથું પદ ‘આત્મા કર્મનો ભોક્તા છે' ની શંકામાં ન્યાય દર્શનના પ્રભાવથી ઉત્પન્ન થતી આશંકા શિષ્યના મુખે રજૂ કરી છે. પાંચમું પદ “મોક્ષ છે'ની શંકામાં અમોક્ષવાદીની દલીલોમાં પૂર્વ મીમાંસા દર્શનની છાયા દેખાય છે. છઠ્ઠ પદ મોક્ષનો ઉપાય છે' ની શંકામાં મોક્ષના સર્વસમ્મત અવિરુદ્ધ ઉપાય તથા મોક્ષસાધક મત, દર્શન, જાતિ, વેષ અંગે રહેલી ભિન્નતાનો ઉલ્લેખ કર્યો છે. આ છએ શંકાના સમાધાનમાં શ્રીમદે જૈન દર્શનની માન્યતા રજૂ કરી છે.
આ પ્રકારે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં જૈન, બૌદ્ધ, સાંખ્યયોગ, ન્યાય-વૈશેષિક, પૂર્વ મીમાંસા - ઉત્તર મીમાંસા (વેદાંત) અને ચાર્વાક એ છએ દર્શનો સમાઈ જાય છે. શ્રીમદે અન્ય દર્શનોની માન્યતાઓને બહુ સુંદર અને માર્મિક રીતે પૂર્વપક્ષ તરીકે રજૂ કરી છે. પૂર્વપક્ષની રજૂઆત એટલી સચોટ થઈ છે કે કેટલીક વાર તો વાચકને પૂર્વપક્ષની રજૂઆતથી પૂર્વપક્ષી સાચો છે એવી ભાંતિ પણ થઈ જાય છે; પણ જ્યારે તે ઉત્તરપક્ષ - સમાધાનની સચોટ, તર્કપુર:સર દલીલો વાંચે છે ત્યારે પૂર્વપક્ષીની અપૂર્ણતા તથા એકાંતિકતાની તેને પ્રતીતિ થાય છે. સમાધાન કરતી વખતે પણ અન્ય દર્શન માટે નિમ્ન સ્તરના શબ્દપ્રયોગો નથી કર્યા એ શ્રીમની ઉચ્ચ આત્મદશાનું દ્યોતક છે. તેમણે જે રીતે પ્રત્યેક દર્શનની વાતને યથાતથ્ય સ્વરૂપે શબ્દબદ્ધ કરી છે એ શ્રીમન્ની તે વિષયની સજ્જતા તથા મધ્યસ્થતા દર્શાવે છે. કોઈ પણ દર્શનનું નામ મૂક્યા વિના તેમણે જે રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, તે જ દર્શાવે છે કે શ્રીમનો આશય અત્યંત શુદ્ધ હતો. તેમનો લક્ષ ખંડન-મંડનનો ન હતો, પરંતુ તેમનું લક્ષ્યબિંદુ તો છે પદની સમજણ આપી, જડ-ચેતનના ભેદજ્ઞાન વડે સ્વમાં સ્થિત થવાની પ્રેરણા આપવાનું હતું. મિથ્યાદષ્ટિ જીવો દર્શનભેદના કારણે પરસ્પર વિવાદ કરે છે, જ્યારે સમ્યગ્દષ્ટિ જીવોના મનમાં દર્શનભેદ વસતો નથી અને તેથી તેઓ વિવાદ ન કરતાં આત્મશ્રેય માટે જે વસ્તુ યોગ્ય લાગે તે જ વસ્તુ જણાવે છે. શ્રીમદ્ જેવા મહાપુરુષો પ્રાકૃત જનોની જેમ મત-દર્શનનાં ખંડન-મંડનમાં કે વાદવિવાદમાં તણાઈ જતા નથી. શ્રીમની દૃષ્ટિ અને કથનપદ્ધતિ અલૌકિક, પારમાર્થિક અને તત્ત્વગ્રાહી હતી. શ્રીમની આ સુંદર શૈલી વિષે તેમના લઘુભાતા શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા લખે છે કે –
શ્રીમાન્ આનંદઘનજી મહારાજ, પરમતખંડન અને સ્વમતમંડનની પદ્ધતિથી, એટલા માટે દૂર રહ્યા છે કે, જે મતનું ખંડન કરવામાં આવે છે તે મતના અનુયાયીઓ સત્ય સ્વીકારવાને બદલે ઊલટા વિમુખ થાય છે, તેમ શ્રીમાન રાજચંદ્ર આ “આત્મસિદ્ધિશાસ્ત્રમાં આ વાદવિવાદનાં સ્થળોએ પણ એવી સૂક્ષ્મ કાળજી રાખી છે કે, કોઈ પણ મતનું એક અક્ષર પણ પ્રત્યક્ષ ખંડન ન કરતાં, જે અભિપ્રાયો પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org