________________
૪૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દાર્શનિક વિષયયુક્ત ગ્રંથની રચના કરી છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પણ દાર્શનિક વિષયનો અધ્યાત્મ સાથે સમન્વય કરતો ઉત્તમ ગ્રંથ છે.
અધ્યાત્મમાર્ગે આગળ વધતા સાધકના ચિત્તમાં આત્મા સંબંધી કોઈ પણ પ્રકારનો સંશય કે શલ્ય હોય ત્યાં સુધી તે એ માર્ગે પ્રગતિ કરી શકતો નથી. ભારતીય દર્શનોની તત્ત્વવિચારણામાં મતભેદ આવે છે. આ મતભેદોમાં ગૂંચવાઈ જવાથી જો શંકા રહી જાય તો જીવ આગળ વધી શકતો નથી. થોડો સંશય પણ જ્ઞાનરૂપી વેલીને કોતરી ખાય છે, જ્ઞાનનો વિકાસ દબાવી દે છે, એટલું જ નહીં પણ જેટલું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને પણ ધીમે ધીમે નષ્ટ કરે છે. થોડો ઘણો સંશય પણ રહી ન જાય તે રીતે જ્ઞાનને દઢ કરવું જોઈએ. જિજ્ઞાસુ જીવ જે વિષયનું જ્ઞાન મેળવવા આકર્ષાયો હોય, તેમાં તેને થતા સંદેહની નિવૃત્તિ થાય તો જ તેને તેમાં વિશ્વાસ બેસે છે, તેથી આત્મસ્વરૂપને યથાર્થપણે જાણવા સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતે દર્શાવેલ સ્થાનકના સ્વરૂપને અવિરુદ્ધ ભાવે, નિઃશંકપણે જાણવું જરૂરી છે. તેની યથાર્થ શ્રદ્ધાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
દરેક દર્શનમાં જુદી જુદી રીતે આ છ પદની વિચારણા કરવામાં આવી છે. છ પદનાં સ્વરૂપને પ્રાચીન કાળથી જુદા જુદા દર્શનકારો ભિન્ન ભિન્ન રીતે સમજાવે છે. આમ, પદર્શન આ છ પદ ઉપર જ નિર્મિત થયેલાં હોવાથી છ પદનો યથાર્થ બોધ થવા માટે અને પોતાનો માર્ગ નિઃશલ્ય બનાવવા માટે અન્ય દર્શનોના વિચારો જાણવા આવશ્યક બની જાય છે. શ્રીમદ્ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ની ૧૨૮મી ગાથામાં પ્રકાશે છે –
દર્શન ષટે સમાય છે, આ ષટું સ્થાનક માંહી;
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ.' (૧૨૮) શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં પડ્રદર્શનની માન્યતાઓને દૃષ્ટિ સમક્ષ રાખી, આત્માનાં છ પદની સાચી સમજણ શંકા-સમાધાનરૂપે રજૂ કરી છે. તેમાં શ્રીમદે અન્ય દર્શનોનો મત શિષ્યમુખે શંકારૂપે રજૂ કર્યો છે અને જૈન દર્શનનો મત સદ્ગુરુમુખે સમાધાનરૂપે રજૂ કર્યો છે. છ પદ સંબંધીની ૭૪ ગાથામાંથી ૨૦ ગાથા શંકારૂપે છે અને ૫૪ ગાથા સમાધાનરૂપે રચી છે. શંકાની ૨૦ ગાથાઓમાં તેમણે અન્ય દર્શનની માન્યતા અને સમાધાનની ૫૪ ગાથામાં જૈન દર્શનની માન્યતા આપી, છએ દર્શનની તત્ત્વવિચારણાનું નિરૂપણ કર્યું છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં છએ દર્શનોનો સમાવેશ કઈ રીતે થયો છે તે જોઈએ.
પ્રથમ પદ ‘આત્મા છે' ની શંકામાં નાસ્તિક એવા ચાર્વાક દર્શનનો પ્રભાવ દેખાય છે. બીજું પદ ‘આત્મા નિત્ય છે'ની શંકામાં ભૂતચેતનવાદી ચાર્વાક તથા ક્ષણિકવાદી બૌદ્ધ દર્શનનો અભિપ્રાય રજૂ કર્યો છે. ત્રીજું પદ “આત્મા કર્મનો કર્તા છે' ની શંકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org