________________
આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૪૨૫ હતી. ગૃહસ્થાશ્રમની કે વ્યાપારની પ્રવૃત્તિમાં પણ તેમની આધ્યાત્મિક વૃત્તિ છૂપી રહેતી ન હતી. તેમનાં લખાણો ઉપરથી પણ પહેલી છાપ તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં મોક્ષસુબોધ'થી માંડીને અંતિમ સંદેશ' સુધીનાં સર્વ લખાણમાં તેમની આધ્યાત્મિકતા દૃષ્ટિગોચર થાય છે. તેમાં પણ અધ્યાત્મવિષયની તેમની અણમોલ કૃતિ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં તો તેમની વૃત્તિ સહજપણે અધ્યાત્મ પ્રત્યે હતી એ તથ્ય સ્પષ્ટપણે દેખાય છે. શ્રીમદે આ ગ્રંથમાં અભુત આધ્યાત્મિક ગાંભીર્ય ભર્યું છે. તેમણે આધ્યાત્મિક મર્મને તેમાં સચોટ રીતે ગૂંથી લીધો છે. ગ્રંથના સાઘંત અવલોકન ઉપરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે તેમનું લક્ષ્ય સંપૂર્ણપણે આત્મપ્રાપ્તિના માર્ગને પ્રકાશિત કરવાનું જ હતું અને તેથી જ ગમે તે વિષયનું વર્ણન કરતી વખતે પણ તેમનો ઝુકાવ અધ્યાત્મ તરફ જ હતો એમ ચોક્કસપણે જોઈ શકાય છે. ગ્રંથનો વિષય દાર્શનિક હોવા છતાં શ્રીમદ્દો આધ્યાત્મિક અભિગમ ધ્યાન ખેંચે છે. તેમણે છ પદનું પ્રતિપાદન ખંડન-મંડન માટે નહીં પણ સત્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ કર્યું છે. તેમાં આત્મસ્વરૂપના જ્ઞાન અને તેની સાધનાને અનુલક્ષીને જ મુખ્ય વક્તવ્ય છે, તેમજ તેમણે તેમાં આત્માનું અનેરું માહાભ્ય પ્રગટ કર્યું છે. તેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ, જડ અને ચેતનનું ભેદજ્ઞાન કરવાની રીત, આત્માની ઉચ્ચ દશા પ્રગટ કરવાનો પંથ, જ્ઞાનીદશાનું સ્વરૂપ વગેરેનું સુરેખ નિરૂપણ કરી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને ગહન આધ્યાત્મિક ભાવવાળું બનાવ્યું છે. તેમણે અધ્યાત્મશૈલીએ પ્રારંભથી પૂર્ણતા સુધીના માર્ગને પ્રરૂપ્યો છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અભ્યાસમાં જેમ જેમ ઊંડા ઊતરીએ તેમ તેમ ચોક્કસપણે લાગે છે કે તેમાં માત્ર અધ્યાત્મ જ ઠાંસી ઠાંસીને ભરેલો છે. તેના કેન્દ્રસ્થાને એકમાત્ર આત્મા જ છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એ છે કે તેની ૧૪૨ ગાથાઓમાંથી ગાથા ૧૧, ૧૩, ૪૩, ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૯, ૫૦, ૫૧, પર, ૫૩, પ૬, ૫૭, ૫૮, ૧૯, ૬૦, ૬૧, ૬૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૪, ૭૫, ૭૮, ૭૦, ૮૨, ૮૭, ૯૫, ૯૭, ૧૦૧, ૧૨૫, ૧૨૯, ૧૩૨ એમ કુલ ૩૮ ગાથાઓમાં ‘આત્મા’ શબ્દ અથવા તેનો પર્યાયવાચી શબ્દ વાપરવામાં આવ્યો છે.'
આ ઉપરાંત ગાથા ૪૧, ૧૨૭ જેવી અનેક ગાથાઓમાં ‘આત્મા’ કે તેના પર્યાયવાચી શબ્દના ઉલ્લેખ વિના પણ આત્મા સંબંધી વિચારણા કરવામાં આવી છે. વળી, કેટલાંક સ્થળે આત્મસ્વરૂપ સમજાવવા માટે આત્માના અનેક ગુણોનો ઉલ્લેખ પણ ૧- આ ઉપરાંત ગાથા ૧૫, ૨૨, ૩૧, ૮૩, ૧૦૯માં પણ ‘જીવ' શબ્દ વાપરવામાં આવ્યો છે, પણ ત્યાં તે વ્યક્તિસુચક' અર્થમાં વાપરવામાં આવ્યો હોવાથી ઉપરની ગણતરીમાં તે ગાથાઓનો સમાવેશ કર્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org