________________
૪૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છ પદનો પત્ર એ વગેરે બધાં દ્રવ્યાનુયોગ છે. મોહથી જે છૂટ્યા છે તે મુમુક્ષુ છે અને તેઓને માટે જ એ દ્રવ્યાનુયોગ છે. ભગવાનની વાણીમાં દ્રવ્યાનુયોગ મુખ્ય છે."
શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં દ્રવ્યાનુયોગનું નિરૂપણ સુંદર, માર્મિક, હાર્દિક પદ્ધતિથી કર્યું છે. તેમણે તેમાં છ પદનું તાદશ સ્વરૂપ દર્શાવી આત્માનું ગૂઢ રહસ્ય ખોલી નાખ્યું છે. આત્મસ્વરૂપ અને આત્મપ્રાપ્તિના માર્ગ સંબંધીના પ્રશ્નોનું તેમણે નિઃશંકતાપ્રેરક સમાધાન આપ્યું છે. આ ગ્રંથ અન્ય દર્શનનાં ખંડન-મંડન માટે રચાયેલ નથી, પરંતુ છ પદના સ્વરૂપને જાણીને, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચે ભેદજ્ઞાન કરીને સ્વરૂપમાં સ્થિત થવા માટે રચાયેલ છે. શ્રીમદ્ તત્ત્વજ્ઞાનને બુદ્ધિવિલાસનો વિષય માનતા ન હતા. તેમણે તો આત્માની ખોજ કરતાં કરતાં જે તથ્યો પોતાને અનુભવમાં આવ્યાં છે, તેનું વિશદતાથી અને સુગમતાથી નિરૂપણ કર્યું છે. તેમની વિચારધારા પ્રવાહી છે અને તેમનું લક્ષ્યબિંદુ સ્પષ્ટ છે. ગમે તે વિષયનું વર્ણન કરતાં પણ તેમનો ઝોક અધ્યાત્મ તરફ જ છે એમ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
અધ્યાત્મ એટલે આત્મા સંબંધી. અધ્યાત્મનો અર્થ આત્મા સંબંધી વિવેચન કરનાર વિષય પણ થાય છે. અધ્યાત્મનું નિવાસસ્થાન આત્મા છે. ‘નાત્મનમfધન્યત્વધ્યત્મિમ્ અથવા ‘નાત્મની–ધ્યાત્મમ્'. આત્માને લગતા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન કહેવાય છે. વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરનારી શૈલીના આગમશૈલી અને અધ્યાત્મશૈલી એમ બે પ્રકાર છે. તેમાં આગમશૈલીનો વિષય છએ દ્રવ્યો છે, જ્યારે અધ્યાત્મશૈલીનો વિષય માત્ર આત્મા જ છે. આત્મા શું છે? તેનું સ્વરૂપ શું છે? તેનો પૌદ્ગલિક વસ્તુઓ સાથેનો સંબંધ કેવો છે? કેટલા વખત સુધીનો છે? સતુનું સ્વરૂપ ખોટી રીતે સમજાવાનું કારણ શું છે? આમ, આત્માના ગુણ-પર્યાય આદિની વિચારણા એ સર્વ અધ્યાત્મના વિષયો છે. એના સમર્થનમાં અનેક પ્રકારની શિક્ષાઓ, સદ્ગુણ ગ્રહણ કરવાના પ્રસંગો, કર્મમળને દૂર કરવાના ઉપાયો અને હૃદયને વૈરાગ્યવાસિત કરવાનાં અનેક સાધન અધ્યાત્મમાં દર્શાવ્યાં છે. આમ, જે દ્વારા આત્મશુદ્ધિ થાય, નિજસ્વરૂપસ્થિરતા થાય તે અધ્યાત્મ છે. અધ્યાત્મજ્ઞાનની સહાયતાથી આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમજાતાં નિજસ્વરૂપમાં તન્મય થવાની રુચિ જાગૃત થાય છે, રુચિ અનુસાર પુરુષાર્થ થાય છે અને પુરુષાર્થના સાતત્યથી શુદ્ધાત્મસ્વરૂપ પ્રાપ્ત કરીને જીવ શાશ્વત સુખનો ભોક્તા બને છે. અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કર્યા વિના અનુભવરસનું પાન થઈ શકે નહીં, તેથી મુમુક્ષુ જીવે અધ્યાત્મબોધ મેળવવા અર્થે પુરુષાર્થી બનવું જોઈએ અને તે માટે અધ્યાત્મશાસ્ત્રોનું પરિશીલન કરવું અત્યંત આવશ્યક બને છે.
આત્મચિંતનસભર અને આત્મગામી પ્રવૃત્તિરૂપ આધ્યાત્મિકતા શ્રીમમાં જન્મસિદ્ધ ૧- ‘બોધામૃત', ભાગ-૨, બીજી આવૃત્તિ, પૃ.૩૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org