________________
આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન
૪૨૩ તે પૂર્ણપણે યથાર્થ જ છે.
જૈન શાસ્ત્રોને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યાં છે - દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુયોગમાં છ દ્રવ્ય સંબંધી વિચારણા સમાવેશ પામે છે. જીવનું સ્વરૂપ કેવું છે, આત્મા અને પરદ્રવ્યનો સંબંધ કેવો છે, તેની એકબીજા ઉપર શું અસર થાય છે વગેરે અનેક પ્રકારની વિચારણા દ્રવ્યાનુયોગમાં કરવામાં આવે છે. ચરણાનુયોગનો વિષય ક્રિયાકાંડ છે. તેમાં છ આવશ્યક, શ્રાવકનાં બાર વત, સાધુનાં પાંચ મહાવ્રત, બાહ્યાભ્યતર બાર પ્રકારનાં તપ આદિની વિચારણા કરવામાં આવે છે. ગણિતાનુયોગમાં જૈન દૃષ્ટિએ પૃથ્વીની રચના, ચૌદ રાજલોકની વ્યવસ્થા, મનુષ્યલોકની રચના, કર્મસિદ્ધાંત વગેરે વિશ્વવ્યવસ્થાનો સમાવેશ થાય છે. ધર્મકથાનુયોગમાં ચરિત્રો, કથાઓ, પ્રબંધો, રાસા આદિનો સમાવેશ થાય છે. આ ચાર અનુયોગમાં જૈન ધર્મના કુલ સાહિત્યનો સમાવેશ થાય છે.
આ ચારે અનુયોગ ઉપયોગી છે, પરંતુ દ્રવ્યાનુયોગ સિવાયના અનુયોગ આત્મા સાથે આડકતરી રીતે સંબંધ ધરાવે છે, જ્યારે દ્રવ્યાનુયોગ આત્મા સંબંધી સીધો વિચાર કરનારા આત્મસ્વરૂપ, ભેદવિજ્ઞાન આદિ મહત્ત્વના વિષયોની ચર્ચા કરે છે અને તેથી તે જીવને ખૂબ ઉપયોગી થાય છે. ચરણાનુયોગથી જીવ સ્વસ્વરૂપને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં ઉદ્યમવંત થાય છે, ગણિતાનુયોગથી બુદ્ધિનો વિકાસ થતાં તત્ત્વનિરૂપણમાં રહેલા સૂક્ષ્મ ભાવો તે પકડી શકે છે તથા ધર્મકથાનુયોગથી થયેલી શ્રદ્ધા દઢ થાય છે. આ સર્વ બાબતો આત્મિક ઉન્નતિમાં આડકતરો ભાગ ભજવે છે, જ્યારે દ્રવ્યાનુયોગ તો આત્માને સીધી રીતે ઉપયોગી થાય છે, કારણ કે તે તત્ત્વોનું ઉદ્ઘાટન કરે છે. દ્રવ્યાનુયોગની આ મહત્તા, ગહનતા, ગંભીરતા, સૂક્ષમતા અને વિશેષતા જૈન શાસ્ત્રકારોને સુવિદિત હોવાથી તેમણે દ્રવ્યાનુયોગને બહુ ઝળકાવ્યો છે. આત્મા સંબંધી જ્ઞાન મેળવવું, તેના અસ્તિત્વ, નિયત્વ, કર્તુત્વ આદિ ધર્મોનો વિચાર કરવો, તેના ગુણોને સમજવા, આત્મા અને પુલનું મૂળ સ્વરૂપ યથાસ્થિત વિચારવું વગેરે અનેક વિષયોની વિચારણા દ્રવ્યાનુયોગમાં રજૂ થઈ છે. આ તત્ત્વજ્ઞાનથી વંચિત રહેલા જીવની શ્રદ્ધાનો પાયો ઊંડો નથી હોતો. શ્રદ્ધાને સ્થિર રાખવામાં દ્રવ્યાનુયોગ ખૂબ ઉપયોગી નીવડે છે, તેથી આત્માર્થી જીવનું કર્તવ્ય છે કે તે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી, તેનાં ગૂઢ રહસ્યો વિચારી તેનું તાત્પર્ય સમજે. દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ મોક્ષપદ છે. તે નિર્ગથ પ્રવચનનું રહસ્ય છે અને શુક્લધ્યાનનું અનન્ય કારણ છે. આમ, સર્વ પ્રકારનાં શાસ્ત્રોમાં દ્રવ્યાનુયોગ ઉત્તમ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પણ દ્રવ્યાનુયોગપ્રચુર તત્ત્વથી સભર છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે કે –
આત્માને ઓળખવા માટે જે ગ્રંથો લખાયેલા છે તે દ્રવ્યાનુયોગ છે. આત્મસિદ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org