________________
સાહિત્યિક દષ્ટિએ મૂલ્યાંકન
૪૦૩ ગૌરીબાઈએ ગુરુશિષ્ય પ્રશ્નોત્તરીની ગદ્યમાં રચના કરી છે. શ્રી જીવણદાસની ‘નવચાતુરી', ‘જીવનમરણ' આદિ અનેક કૃતિઓ ગુરુશિષ્યસંવાદરૂપે વેદાંતનો સાર, આત્મજ્ઞાનરહસ્ય તથા યોગમાર્ગની પ્રક્રિયાઓ સમજાવે છે. ગુરુમહિમા' એ શ્રી કેવળપુરીની ગુરુશિષ્યસંવાદરૂપે રચેલી ઉત્પત્તિ આદિ પ્રક્રિયાનું તેમજ બહ્મજ્ઞાનનું નિરૂપણ કરતી કૃતિ છે. તેમના શ્રેષ્ઠ ગ્રંથ ‘તત્ત્વસાર' (ખંડ ૧-૪)માં શ્રી કેવળપુરીએ આત્મજ્ઞાનના સર્વ સિદ્ધાંતોના વિશદ નિરૂપણ માટે આ જ શૈલીનો આશ્રય રહ્યો છે. વિશ્વભરશિષ્ય શ્રી વસ્તાએ ૫૦૭ સાખીઓ અને ૧૦ કડવાપ્રમાણ ‘વસ્તુવિલાસ' તથા ૭૧૫ સાખીપ્રમાણ ‘અમરપુરી ગીતા' જેવી ઊંચી કક્ષાની અદ્વૈતમાર્ગી કૃતિઓ આ જ માધ્યમમાં રચી છે. શ્રી દયારામકૃત ‘રસિકવલ્લભ' ગ્રંથ ગુરુશિષ્યસંવાદશૈલીમાં લખાયેલો ઉત્તમ કક્ષાનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. તદુપરાંત, તેમણે ગદ્યમાં ‘પ્રશ્નોત્તરમાલા' રચી અનેક કૂટ પ્રશ્નોના સુંદર ઉત્તરો આપ્યા છે. સંવાદની શૈલીમાં શ્રી દયારામે ‘મનમતિસંવાદ', ‘બાહ્મણ ભક્ત સંવાદ', ‘હરિહરસંવાદ' તથા શ્રી ગુરુ-શિષ્ય-સંવાદ' જેવાં અન્ય કાવ્યો પણ લખ્યાં છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પૂર્વે ગુજરાતી ભાષામાં ગુરુશિષ્યસંવાદરૂપે રચાયેલી ઉપરોક્ત કૃતિઓમાંથી બે મહત્ત્વની કૃતિઓની સ્પર્શના અત્રે અસ્થાને નહીં લેખાય.
(૧) વિ.સં. ૧૭૦૧માં સંતકવિ અખાએ ‘ગુરુ-શિષ્ય-સંવાદ'ની રચના કરી હતી. આશરે ૩૨૫ દોહરા-ચોપાઈમાં રચાયેલી આ છંદોબદ્ધ સુદીર્ઘ કૃતિ ચાર ખંડમાં વિભાજિત થયેલી છે - ૧) ભૂતભેદ, ૨) જ્ઞાનનિર્વેદયોગ, ૩) મુમુક્ષુ મહામુક્ત લક્ષણ અને ૪) તત્ત્વજ્ઞાન નિરૂપણ.
‘ગુરુ-શિષ્ય-સંવાદ'ના પ્રારંભમાં શ્રી અખાએ વિનીત શિષ્યનો ઉલ્લેખ કરી દર્શાવ્યું છે કે -
ગુરુચરણે શિષ્ય આદરે, પ્રેમે કરી પ્રણામ;
પદપંકજ પાવન સદા, નમો નમો પરધામ.૧ ઉપરોક્ત કડી અને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું મંગલાચરણ - એ બન્ને વચ્ચેનું સામ્ય સ્પષ્ટ જણાઈ આવે છે –
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” શ્રી અખો અને શ્રીમદ્ બન્નેના કાળમાં સમાજમાં મતમતાંતર, કદાહ, સાંપ્રદાયિક અનાચાર, આડંબર વગેરે ખૂબ વધી ગયાં હતાં, તેથી તે પ્રત્યેનો વિરોધ તેમનાં ૧- સંતકવિ અખો, ‘અખાકૃત કાવ્યો', ભાગ-૧, ગુરુ-શિષ્ય-સંવાદ', ખંડ ૧, પૃ.૯૭, દોહો ૧ ૨- ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org