SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લખાણોમાં સ્પષ્ટતઃ ઝળકે છે. આ સાથે એ વાત પણ સ્પષ્ટ છે કે તેમણે ઢોંગી ધર્મગુરુઓનો તેમજ પાખંડી કુપંથનો જ વિરોધ કર્યો હતો, સદ્ગુરુ પ્રત્યે તો તેમને બનેને સંપૂર્ણ આદરભાવ હતો જ. લોકાતુરંજનનું નહીં પણ લોકોદ્ધોધન કરવાનું કર્તવ્ય સ્વીકારી, પોતાની પરિણત પ્રજ્ઞાના પરિપાકરૂપે તેમણે લોકોને ઘટતો બોધ આપ્યો છે. બન્નેની કૃતિમાં મુમુક્ષુનાં લક્ષણો તથા તત્ત્વજ્ઞાનનાં રહસ્યોનું સુંદર રીતે ઉદ્ઘાટન થયું છે. બને જ્ઞાનમાર્ગી કવિઓએ પોતાની લાક્ષણિક ભાષાશૈલીના બળ વડે તત્ત્વજ્ઞાનનો કઠિન વિષય સુગમ બનાવ્યો છે. અર્થઘન સંક્ષિપ્ત શૈલી, વિપુલ શબ્દભંડાર તથા શબ્દલાઘવના પરિણામે પોતાને જે કહેવું હોય તે તેઓ સચોટતાપૂર્વક કહી શકે છે. બનેની કૃતિ છંદોબદ્ધ છે. બન્નેએ યોજેલા નવા શબ્દપ્રયોગો આજની ગુજરાતી ભાષામાં રૂઢ પ્રયોગ કે સુભાષિતનું સ્થાન પામવા માંડ્યા છે. આવશ્યક શબ્દને શોધવાનો પ્રયત્ન બન્નેમાંથી કોઈને કરવો પડ્યો હોય એમ જણાતું નથી. એવું જ અલંકાર અંગે પણ છે. પ્રાસ અને યમક સહજપણે ગોઠવાય છે. આમ, બન્નેની કૃતિમાં નિરભિમાની નિરાડંબર સંતની સહજસ્કુરિત વાણીનું પ્રતિબિંબ પડે છે. - શ્રી અખાની વાણીમાં ક્વચિત્ ઝનૂન અને ઉગ્રતા જણાય છે, તો શ્રીમદ્ગી ભાષા શાંત અને ઋજુ છે. આખાબોલાપણું, કડક ટીકા અને કેટલીક વાર બોલચાલની ભાષાના પ્રયોગના કારણે શ્રી અખાની લેખિની ક્યારેક માધુર્ય ગુમાવી બેસે છે, તો સંકેતાત્મક ટકોર અને સૌમ્ય, મિષ્ટ, હળવી ભાષાથી શ્રીમદ્ માધુર્ય જાળવીને પણ ધાર્યું લક્ષ્ય વધે છે. (૨) ભક્તકવિ શ્રી દયારામે વિ.સં. ૧૮૮૪માં ચાણોદમાં ‘રસિકવલ્લભ' નામક ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં ઉપસંહારનું પદ બાદ કરતાં ૧૦૮ પદની ૧૦૮૦ કડીઓ છે. દરેક પદમાં પ્રથમ ચાર ચરણ ચોપાઈનાં છે, પછી ઢાળ છે, જેમાં બે ચરણ હરિગીતનાં અને બાકીનાં ‘શંકરા' છંદનાં છે. દરેક પદમાં સોળ સોળ પંક્તિઓ છે. આમ, ગર્જર ગિરામાં રચાયેલ આ ગ્રંથ પદબદ્ધ, છંદબદ્ધ, ઢાળબદ્ધ, રાગબદ્ધ અને તાલબદ્ધ સર્જનમાં ગણના પામે છે. શ્રી દયારામનું આ સરળ, સરસ અને સર્વોત્તમ સર્જન શુદ્ધાદ્વૈતના સિદ્ધાંતોને સમજાવા માટેનું એક પરમ સાધન ગણાય છે; વળી ભક્તિમાર્ગના આચારો પણ તેમાં જણાવ્યા છે, તેથી ભાગવત ધર્મના સંક્ષિપ્ત સારરૂપે પણ એ છે. ‘રસિકવલ્લભ'માં શ્રી દયારામે ગુરુશિષ્યસંવાદશૈલીમાં શુદ્ધાદ્વૈત તત્ત્વજ્ઞાનના વિષયને અન્ય મતોના ખંડનપૂર્વક સમજાવ્યો છે. સામાન્ય રીતે તત્ત્વજ્ઞાનનાં કાવ્યો શુષ્ક અને કંટાળાજનક હોય છે, પણ કવિએ એવી હૃદયંગમ શૈલીમાં લખ્યું છે કે વાંચનારને તે રસિક અને પ્રિય લાગે છે. બ્રહ્મવાદ ઉપરાંત આ ગ્રંથ કવિના ચારિત્ર્યને પણ આલેખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy