SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપરોક્ત પ્રકારોમાંથી મહદંશનાં દૃષ્ટાંતો આ શાસ્ત્રમાં સરળતાથી દષ્ટિગોચર થાય છે; પરંતુ આ શાસ્ત્રની સર્વસ્વીકૃત રોચકતાના વશમાં આ સર્વપ્રશંસનીય અંગો ઉપરાંત એક અન્ય આધારભૂત પરિબળ પણ સહભાગી છે; અને તે છે શ્રીમદે પ્રયુક્ત કરેલી ગુરુશિષ્યસંવાદશૈલી. શિષ્યની જિજ્ઞાસાજન્ય તર્કસંગત શંકાઓનું શ્રીગુરુએ કરેલું તર્કબદ્ધ યુક્તિસંગત અણિશુદ્ધ સમાધાન આ શાસ્ત્રને માર્મિકતા, આહલાદકતા અને સચોટતા પ્રદાન કરે છે. સંવાદ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા વિષય સહજપણે હૃદયંગમ બની જાય છે અને તેથી જ શ્રીમદે સંવાદનું માધ્યમ ગ્રહણ કર્યું છે. ગુરુશિષ્યસંવાદ શૈલીમાં આત્મસિદ્ધિને ઉપદેશતું આ શાસ્ત્ર પદ્યમાં હોવા છતાં પણ તત્ત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્યોને સરળ, સચોટ, રસાવહ તથા હૃદયસ્પર્શી રીતે પ્રકાશી શકે છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જોતાં શ્રીવીર-ગૌતમસંવાદ તથા ગણધરવાદની, શ્રીમદ્ ભગવદ્ગીતા તથા ઉપનિષદોની સ્મૃતિ સહેજે થઈ આવે છે. દૂરસુદૂરના ભૂતકાળથી આગમકારો તથા મૂર્ધન્ય મહર્ષિઓ સામાન્યજનસમાજમાં ધર્મ, દર્શન અને અધ્યાત્મના ગહન સિદ્ધાંતોને લોકગમ્ય રીતે પ્રસારિત કરવા સંવાદનો સહારો લેતા આવ્યા છે અને તેથી તેમની રચનાઓ સફળ અને લોકભોગ્ય રહેવા પામી છે. વાચકને તત્ત્વની ચર્ચાથી કંટાળો ન આવે તે માટે સંવાદશૈલી સાહિત્યમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વળી, તત્ત્વની ચર્ચા યથાર્થ અને સમ્યકપણે થઈ શકે એ માટે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ બને ન્યાયપૂર્વક રજૂ થવો જોઈએ. આ પ્રયોજનની પૂર્તિ માટે એક પ્રશ્નકર્તા અને બીજો ઉત્તરદાતા હોય તો જ દરેક પક્ષનું નિવેદન પૂર્ણપણે મૂકી શકાય. આ રીતે સંવાદશૈલીથી વિષયની છણાવટ સ્પષ્ટ અને સુયોગ્ય બને છે અને તેથી અર્થગ્રહણમાં મુશ્કેલી નડતી નથી. શ્રી શંકરાચાર્યે ‘ઉપદેશસાહસી'માં ગુરુ-શિષ્યના સંવાદરૂપે વેદાંતતત્ત્વનું ગદ્યમાં વિશદ વર્ણન કર્યું છે. ગુરુશિષ્યસંવાદશૈલીના માધ્યમથી કૃતિઓ રચનારા અન્ય મહાનુભાવો છે સર્વશ્રી અખો, ગોપાલદાસ, જગજીવનદાસ, ગૌરીબાઈ, જીવણદાસ, કેવળપુરી, વસ્તો, દયારામ વગેરે. શ્રી અખાની સુપ્રસિદ્ધ કૃતિ ‘ગુરુ-શિષ્ય-સંવાદ', શીર્ષકાનુસાર શૈલી અપનાવી તત્ત્વજ્ઞાનનું સુંદર નિરૂપણ કરે છે. સંવાદશૈલીનો આશ્રય લઈ અખાએ ‘ચિત્ત વિચાર સંવાદ' આદિ કાવ્યો પણ રચ્યાં છે. વેદાંતના તત્ત્વજ્ઞાનની વિશિષ્ટ કૃતિ ‘ગોપાલગીતા'માં ગુરુશિષ્યસંવાદરૂપે શ્રી ગોપાળદાસે બાવીસ કડવામાં જ્ઞાનમાર્ગનું સ્પષ્ટ અને સુરેખ નિરૂપણ કર્યું છે. “સપ્તાધ્યાયી' અને નરબોધ' - શ્રી જગજીવનદાસની આ બન્ને કૃતિઓ ગુરુ-શિષ્યના સંવાદરૂપે છે. યોગમાર્ગ અને વેદાંતના તત્ત્વજ્ઞાનને સમજાવતો ૫૦૧ શ્લોકપ્રમાણ ‘હસ્તામલકઝંથ' શ્રી નરહરિદાસે ઉમામહેશ્વરસંવાદરૂપે રચ્યો છે. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy